બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / વડોદરા / dilapidated roads connecting 4 talukas of Vadodara will be repaired at cost of 4 crores

જાગ્યા ત્યાંથી સવાર! / તંત્રને છેક હવે રસ્તા યાદ આવ્યા: વડોદરામાં રૂ.ચાર કરોડના ખર્ચે રિપેરિંગ કામ શરૂ, હાઇવે પર પણ પડ્યા છે ખાડા

Dhruv

Last Updated: 09:58 AM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના 4 તાલુકાઓને જોડતા બિસ્માર રસ્તાઓને તંત્ર રૂ. 4 કરોડના ખર્ચે રિપેર કરશે. નવરાત્રી પહેલાં કામ પૂરું કરી દેવાની તંત્રએ ખાતરી આપી છે.

  • વડોદરાના 4 તાલુકા સાથે જોડતા રસ્તાઓ બિસ્માર
  • ચારેય તાલુકાના જોડતા બિસ્માર રસ્તાઓ કરાશે રિપેર
  • 11 સ્ટેટ હાઈવે પર 15 કીમીમાં પડ્યા છે અનેક ખાડાઓ

વડોદરા જિલ્લાના તમામ તાલુકા મથકોને જોડતા રોડની હાલત બિસ્માર થઇ ગઇ છે. જિલ્લામાં સ્ટેટ હાઈ-વે પર 15 કિલોમીટર સુધી ખાડા પડ્યા છે ત્યારે વડોદરા જિલ્લામાં આવતા સ્ટેટ હાઈ-વે પર પડેલા ખાડા 4 કરોડના ખર્ચે રિપેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લામાં 41 સ્ટેટ હાઇ-વે પૈકી 11 હાઈ-વે પર ખાડા પડ્યા છે. જેનું પેચ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે, વડોદરાને વાઘોડીયા અને સાવલી સાથે જોડતા હાઈ-વેનું કામ નવરાત્રીથી શરૂ કરવામાં આવશે.

 

મહત્વનું છે કે, ચોમાસાની શરૂઆત બાદ રાજ્યમાં રોડ રસ્તા તૂટી જવાની બૂમો ઉઠી છે ત્યારે વડોદરા જિલ્લાની જો વાત કરીએ તો તમામ તાલુકા મથકને જોડતા રોડ બિસ્માર બન્યા છે. સ્ટેટ હાઇ-વેની વાત કરીએ તો વડોદરા જિલ્લા 700 કિમીના 41 સ્ટેટ હાઇવે આવેલા છે. તે પૈકી વડોદરા સાવલી, વડોદરા વાઘોડીયા, વડોદરા ડભોઇ અને વડોદરા જંબુસર હાઇવે પર મોટા પ્રમાણમાં ખાડા પડ્યા છે. વડોદરા જિલ્લા માર્ગ મકાન વિભાગના સર્વે મુજબ રોડ પર પડેલા ખાડાનો અંદાજ કાઢવામાં આવ્યો કે જેમાં કુલ 15 કિમીના ખાડા પડ્યા છે. આ ખાડા પુરાવાની કામગીરી સતત ચાલી રહી છે.

રોડ પર જે ખાડા પડ્યા છે તેને પૂરીને પેચવર્ક કરવામાં આવશે

વડોદરા જિલ્લામાં 41 સ્ટેટ હાઇવે પૈકી 11 હાઇવે પર વરસાદ ના કારણે ખાડા પડ્યા છે જેનું પેચ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે વડોદરાના વાઘોડીયા અને સાવલીને જોડતા હાઇ-વેને સંપૂર્ણ બનાવવાનું કામ નવરાત્રીથી શરૂ થશે. જ્યારે વડોદરાથી ડભોઇ રોડને પહોળો કરવાની અને ડીવાઈડર મોટા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે હાલ પૂરતા જે રોડ પર ખાડા પડ્યા છે તે પૂરીને પેચવર્ક કરવામાં આવશે અને નવરાત્રી પહેલાં આ કામ પૂરું કરી દેવાની ખાતરી આપવામાં આવી રહી છે.

રોડ-રસ્તા પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન

રાજ્યમાં રોડ-રસ્તા પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન છે. બીજી બાજુ માર્ગ મકાન વિભાગ પૂર્ણેશ મોદી પાસેથી લઇ લેવામાં આવ્યું છે ત્યારે અધિકારીઓ હવે રોડ રસ્તાની બાબતમાં એક્શનમાં આવ્યા છે. વહેલી તકે રોડ પરના ખાડા પૂરાઇ જાય તેના કામમાં લાગી ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ