બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Did Akshay Kumar help Sunny Deol pay off his loan? The actor's team told the truth

ગપશપ / શું સની દેઓલની લોન ચૂકવવામાં અક્ષય કુમારે કરી મદદ? અભિનેતાની ટીમે જણાવી સચ્ચાઈ

Megha

Last Updated: 01:55 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sunny Deol Bungalow: સની દેઓલના બંગલા વિશે અનેક દવાઓ થયા. હવે કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમારે સની દેઓલની લોન ચૂકવી દીધી છે. જો કે સની દેઓલની ટીમે આ દાવાને લઈને સ્પષ્ટતા કરી છે

  • સની દેઓલના બંગલા વિશે અલગ-અલગ સમાચારો સામે આવે છે 
  • એક દાવામાં કહેવામાં આવ્યું કે અક્ષય કુમારે સની દેઓલની લોન ચૂકવી દીધી
  • હવે સની દેઓલની ટીમે આ દાવાને લઈને જવાબ આપ્યો છે 

Sunny Deol Bungalow: સની દેઓલના બંગલા વિશે અલગ-અલગ સમાચારો સામે આવી રહ્યા છે.  એવું કહેવામાં આવી રહ્યું હતું કે સની દેઓલ પર 56 કરોડ રૂપિયાની લોન હતી, જેને વસૂલવા માટે બેંક ઓફ બરોડા તેની પ્રોપર્ટીની હરાજી કરી રહી છે. 24 કલાકની અંદર બેંક ઓફ બરોડાએ આ અંગે સ્પષ્ટતા કરી અને કહ્યું કે એ જાહેરાત ટેકનિકલ ખામી હતી.  આ દરમિયાન બીજો દાવો થવા લાગ્યો. દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમારે સની દેઓલની લોન ચૂકવી દીધી છે. જો કે સનીની ટીમે આનો જવાબ આપ્યો છે અને તેને સંપૂર્ણ રીતે ખોટું ગણાવ્યું છે. 

અક્ષય કુમારે સની દેઓલની લોન ચૂકવી દીધી? શું છે સત્ય 
અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે અક્ષય કુમાર સની દેઓલની મદદ માટે આગળ આવ્યા અને પોતાનું ઘર બચાવવા માટે 56 કરોડ રૂપિયાની લોન ચૂકવી દીધી. હવે આ અંગે સની દેઓલની ટીમ એ એક વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે આ સંપૂર્ણપણે ખોટા સમાચાર છે. અક્ષય કુમાર દ્વારા આવી કોઈ મદદ નથી કરવામાં આવી. આ સાથે સનીની ટીમે એમ પણ કહ્યું કે આ બાબતે કોઈ અટકળો ન કરવી જોઈએ. ટીમ આ મામલાને ઉકેલવામાં વ્યસ્ત છે. 

આ રીતે શરૂ થયો મામલો
બેંક ઓફ બરોડા દ્વારા ગત રોજ અખબારમાં પ્રકાશિત એક જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે સની દેઓલ પર 56 કરોડ રૂપિયાનું દેવું છે. આ લોન અને વ્યાજની વસૂલાત માટે બેંક ઓફ બરોડા દ્વારા તેમના સની વિલાની હરાજી કરવામાં આવી રહી છે. હરાજીની તારીખ પણ સામે આવી ગઈ હતી. એ જાહેરાત અનુસાર, હરાજી 25 સપ્ટેમ્બરે રૂ. 51.43 કરોડની અનામત કિંમતે શરૂ થવાની હતી. 

સની દેઓલ પર દેવું છે કે નહીં? 
આ બાબત પ્રકાશિત થયાના એક દિવસ બાદ જ બેંક ઓફ બરોડાએ એક નવી જાહેરાત બહાર પાડી. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આગલા દિવસે પ્રસિદ્ધ થયેલી જાહેરાત ટેક્નિકલ ખામીના કારણે છપાઈ હતી. હાલમાં બેંક ઓફ બરોડાએ સ્પષ્ટતા કરી નથી કે સની દેઓલ પર દેવું છે કે નહીં? તેમજ બેંક ઓફ બરોડાએ સની દેઓલ સાથેની વાતચીત અંગે કોઈ માહિતી શેર કરી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ