બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / diarrhea diseases common symptoms and its natural remedies

હેલ્થ ટિપ્સ / 'ડાયરિયા'ને મજાકમાં ન લેતા, તુરંત થઇ જજો સાવધાન, નહીં તો આ ગંભીર બીમારી બની શકે છે જીવલેણ, જાણો કેમ

Arohi

Last Updated: 08:45 AM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diarrhea Symptoms: ચોમાસામાં ઘણા પ્રકારની બીમારીઓ થવાનો ખતરો રહે છે. જેમાંથી એક બીમારી છે ડાયેરિયા. ડાયેરિયા એક જીવલેણ બીમારી છે. નાના બાળકોમાં ડાયેરિયાની બીમારી ખૂબ જ ખતરનાક હોઈ શકે છે.

  • ચોમાસામાં બીમારીઓ થવાનો ખતરો વધારે 
  • ડાયેરિયા થાય તો અવગણતા નહીં 
  • નહીં તો બની શકે છે જીવલેણ 

ચોમાસાની સિઝનમાં ઘણી બીમારીઓના ફેલાવવાનો ખતરો વધી જાય છે. તેમાંથી એક બીમારી છે ડાયેરિયા. ડાયેરિયા ગંદા પાણીના કારણે થાય છે. જે થોડા બેદરકારીના કારણે જીવલેણ બની શકે છે. તેનાથી વ્યક્તિની મોત પણ થઈ શકે છે. નાના બાળકોમાં ડાયેરિયાની બિમારી ખૂબ ખતરનાક હોઈ શકે છે. કારણ કે આ બાળકોને એક દિવસમાં જ ખૂબ વધારે કમોજોર કરી દે છે. ભારતમાં જન્મના પાંચ વર્ષ સુધી બાળકોમાં મોતનું સૌથી મોટુ કારણ ડાયેરિયા છે. 

ડાયેરિયાના પ્રમુખ લક્ષણોમાં વારંવાર મળ ત્યાગ કરવું, ઝાડા ખૂબ પાતળા થવા, રોગીના પેટના નીચેના ભાગમાં દુખાવે અને બેચેની રહેવી મુખ્ય કારણ છે. બીમારી વધવા પર આંતરડામાં મરોડ કે પેટના નિચેના ભાગમાં ખૂબ દુખાવો પણ થઈ શકે છે. ડાયેરિયા જલ્દી કાબુમાં ન આવે તે ડિહાઈડ્રેશનની સ્થિતિ પેદા થઈ શકે છે. તેનાથી દર્દી કમજોરી અનુભવી શકે છે. એવી સ્થિતિમાં તાવ આવવો સામાન્ય વાત છે. 

યોગ્ય સમય પર સારવાર જરૂરી 
આટલું જ નહીં શરીરમાં પાણીની સાથે વિટામિન્સની વધારે કમી થવાથી દર્દીઓ બેભાન થઈ શકે છે અને સ્થિતિ જીવલેણ થઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસર જો દિવસમાં ત્રણથી વધારે વધત પાણીની સાથે વધારે પ્રમાણમાં મળત્યાગ થઈ રહ્યું છે તો આ ડાયેરિયાના લક્ષણ છે. 

ડાયેરિયામાં રોગીના શરીરમાં પાણીની વધારે કમી થઈ જાય છે. જેનાથી તમારૂ શરીર કમોજર થઈ જાય છે. તેના બાદ શરીરમાં સંક્રમણ ફેલવાનો ખતરો વધી જાય છે. યોગ્ય સમય પર યોગ્ય સારવાર ન થવા પર રોગીનો જીવ પણ જઈ શકે છે. 

જાણો ડોક્ટરોની શું છે સલાહ 
ડોક્ટરો અનુસાર ત્રણ પ્રકારના વાયરસથી ડાયેરિયાનું સંક્રમણ ફેલાય છે. "નોરો-વાયરસ" અને 'રોટા-વાયરસ' પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધારે સંક્રમિત કરે છે. ડાયેરિયાથી બચવા માટે વ્યક્તિગત સ્વચ્છતાની સાથે સ્વસ્થ્ય જીવન-શૈલી જરૂરી છે. શરીરમાં પાણી અને મીઠાની કમીને દૂર કરવી ડાયેરિયાની સૌથી યોગ્ય ઘરેલુ સારવાર છે. તેના માટે ઓઆરએસ અને ઝિંકનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. 

સાથે જ તેલ-મસાલા વાળું ભોજન ખાવાનું ટાળવું જોઈએ. ડાયેરિયા થવા પર પહેલા બે દિવસ સુધી બાળકોને ફળ, કેફિનયુક્ત પદાર્થ, દૂધ અને વસાયુક્ત ભોજન આપો. કેળા, ચોખા, સફરજનનો મુરબ્બો અને ટોસ્ટનું મિશ્રણ જેને બ્રાટ કહે છે. તેના સેવનથી ડાયેરિયામાં આરામ મળે છે. રોગીની દેખરેખ બાદ પોતાના હાથ અને ઉપયોગમાં લાવેલી વસ્તુઓને સારી રીતે સાફ કરો.  

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ