બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Diabetes patients be careful! If the hair starts to fall rapidly, this remedy should be done immediately

તમારા કામનું / Diabetes ના દર્દીઓ થઈ જજો સાવધાન! તેજીથી ખરવા લાગે તો વાળ તો તાત્કાલિક કરવો જોઈએ આ ઉપાય

Megha

Last Updated: 03:06 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hair Fall: શુગર લેવલ સંતુલિત ન હોય તો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય, નબળાઈ અનુભવાય અને આ સાથે જ વાળ પણ ઝડપથી ખરવા લાગે છે.  જાણો તેનાથી બચવાની રીત

  • ડાયાબિટીસ એક સામાન્ય બીમારી બની ગઈ છે
  • ડાયાબિટીસને કારણે વાળ ખરવા લાગે છે? 
  • ડાયાબિટીસમાં વાળ ખરવાથી કેવી રીતે બચી શકાય? 

Low Blood Sugar Cases Hair Fall: આજના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય બીમારી બની ગઈ છે અને આવી સ્થિતિમાં લોકો શરીરમાં શુગર લેવલને જાળવી રાખવા માટે દવાઓની સાથે અન્ય ઉપાયો પણ કરે છે. પણ ઘણી વખત એવું થતું નથી.  આપણી ખરાબ જીવનશૈલીને કારણે અનેક રોગો થાય છે અને ડાયાબિટીસ તેમાંથી એક છે.

 

ડાયાબિટીસને કારણે વાળ ખરવા લાગે છે? 
મહત્વનું એ છે કે યોગ્ય જીવનશૈલીને અનુસરીને પણ ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. કારણ કે જો શુગર લેવલ સંતુલિત ન હોય તો આપણા શરીરમાં બીજી ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે જેના કારણે રક્ત પરિભ્રમણમાં ફેરફાર થાય છે અને નબળાઈ અનુભવાય છે. આ સાથે જ વાળ પણ ઝડપથી ખરવા લાગે છે.  હવે તમે વિચારતા હશો કે શું ખરેખર ડાયાબિટીસને કારણે વાળ ખરવા લાગે છે? તો તેનો જવાબ હા છે. એવાં ચાલો જાણીએ વાળ ખરવાથી કેવી રીતે બચી શકાય અને ડાયાબિટીસને કંટ્રોલ કરવાની ટિપ્સ વિશે. 

ડાયાબિટીસમાં કેમ વાળ ખરવા લાગે છે?
રિપોર્ટ અનુસાર સામાન્ય દિવસોમાં વ્યક્તિના એક દિવસમાં 50 થી 100 વાળ તૂટી જાય છે. હવામાનમાં ફેરફારને કારણે તે ઝડપથી વધે છે. આ સાથે જે વ્યક્તિ તણાવથી પીડાય છે અથવા સગર્ભા સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારોને કારણે પણ વાળ ખરવા લાગે છે. પણ આ સાથે જ જણાવી દઈએ કે જો બ્લડ શુગરમાં ઘટાડો થાય તો પણ તમારા વાળ ઝડપથી ખરી શકે છે.  ડાયાબિટીસના દર્દીઓમાં તણાવની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. જેના કારણે શરીરમાં કોર્ટિસોલનું સ્તર વધી જાય છે અને એ કારણે વાળ ખરવા લાગે છે. 

વાળ ખરતા કેવી રીતે અટકાવવા?
જો તમે તમારા બ્લડ સુગર લેવલને મેનેજ કરો છો તો વધુ પડતા વાળ ખરતા ઘટાડી શકાય છે. આ માટે તમારે સંતુલિત આહારનું પાલન કરવું પડશે. ડાયાબિટીસના દર્દીઓ માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમે ઘણા પ્રકારના યોગાસનો અને કસરતો પણ કરી શકો છો. એમ કરવાથી વાળ ખરવાનું બંધ થઈ શકે છે. સાથે જ જો તમે ડાયાબિટીસના દર્દી છો તો દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. આ તમારા શરીરને હાઇડ્રેટેડ રાખશે. આ સાથે, તમારી સ્કેલ્પ પણ હાઇડ્રેટેડ રહેશે અને વાળને યોગ્ય પોષણ મળશે. જેના કારણે વાળ ખરતા ઓછા થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ