બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Dhoni s Net Worth Rs 1040 Crore, Kohli s Is More Says Report

ક્રિકેટરોએ જમાવ્યાં પૈસા / જબરો ભઈ, આ એક વાતે તો ધોની કરતાં પણ આગળ નીકળી ગયો કોહલી, ક્રિકેટની વાત નથી, તો શું જાણો?

Hiralal

Last Updated: 06:29 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ જગતના બે ખેરખા વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીને સંપત્તિને લઈને એક મોટો રિપોર્ટ જાહેર થયો છે.

  • ધોની અને કોહલીની સંપત્તિને લઈને રિપોર્ટ જાહેર
  • કોહલીની ટોટલ સંપત્તિ 1050 કરોડ
  • ધોની 1040 કરોડનો છે માલિક 

ક્રિકેટમાં તો ધોની અને કોહલીને કોઈ પણ ન ચઢે પરંતુ કમાણીમાં પણ તેમની વચ્ચે મોટી સ્પર્ધા છે. પરંતુ આ બધામાં સંપત્તિ અને પૈસા ભેગા કરવામાં ધોની કરતાં કોહલીનો હાથ ઉપર રહ્યો છે અને તે સૌથી વધુ કમાણી કરતો ભારતીય ક્રિકેટર બની ગયો છે. ધોની અને કોહલીની આવકને લઈને એક ટોટલ રિપોર્ટ જાહેર થયો છે, તેઓ બન્ને ક્યાંથી કમાય છે અને કેટલી ફી લે છે તેને લઈને એક ગ્રાફિક્સ રિપોર્ટ જાહેર થયો છે જેની પરથી તેમની આવકનું આખું સરવૈયુ જાણવા મળી રહે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by StockGro (@stock_gro)

વિરાટ કોહલીની હાલની નેટવર્થ 1050 કરોડ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી કમાણીના મામલામાં રેકોર્ડ બનાવી રહ્યા છે. વિરાટ કોહલીએ કમાણીના મામલે નવો રેકોર્ડ કાયમ કર્યો છે. વિરાટ કોહલીની હાલની નેટવર્થ 1050 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ક્રિકેટ ઉપરાંત વિરાટ કોહલી પોતાના રેસ્ટોરન્ટ બિઝનેસ અને બ્રાન્ડ એડોર્સમેન્ટથી ખૂબ કમાણી કરે છે. વિરાટ કોહલી BCCIના A પ્લસ કોન્ટ્રાક્ટમાં શામેલ છે. તેના દ્વારા તેને વાર્ષિક સાત કરોડ રૂપિયા મળે છે. વિરાટ કોહલીને તેમની IPL ટીમ RCBથી એક સીઝન માટે 15 કરોડ રૂપિયા મળે છે. વિરાટ કોહલી સોશિયલ મીડિયાની મદદથી પણ ખૂબ કમાણી કરે છે. ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીની એક પોસ્ટની કિંમત 8.9 કરોડ રૂપિયા છે. ત્યાં જ એક ટ્વીટ માટે તે 2.5 કરોડ રૂપિયા લે છે. 

ધોનીની સંપત્તિ 1040 કરોડ
કમાણી અને પ્રોપર્ટીને મામલે ધોનીનો બીજો નંબર આવે છે. ધોનીની કુલ સંપત્તિ 1040 કરોડની આસપાસ આંકવામાં આવી છે.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by StockGro (@stock_gro)

કોહલીની નેટવર્થ ધોની કરતાં થોડી વધારે 
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોહલીની નેટવર્થ ધોની કરતાં થોડી વધારે છે. તેના અનુસાર, ભારતના આ પૂર્વ ખેલાડીની નેટવર્થ 1040 કરોડ રૂપિયા છે, જે કોહલી કરતા 10 કરોડ ઓછી છે, જેનો ખુલાસો 29 મેના રોજ એક રિપોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. બીજી તરફ ધોનીની આઇપીએલ ફી 12 કરોડ છે જે તેને પોતાની ફ્રેન્ચાઇઝી સીએસકે પાસેથી મળે છે. કંપનીઓમાં તેમનું રોકાણ, સોશિયલ મીડિયા ફી, માલિકીની બ્રાન્ડ્સ અને રિયલ એસ્ટેટ રોકાણો તેમની નેટવર્થને 1040 કરોડથી વધુ લઈ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ