બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / dhoni and gambhir spotted together after ipl match

IPL 2022 / ગંભીર અને ધોની ગ્રાઉન્ડ પર ફરી દેખાયા એકસાથે! વિશ્વાસ ન થતો હોય તો પોતે જ જોઈ લો

Khevna

Last Updated: 10:29 AM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ ઉપર જાયન્ટ્સની મેચ બાદ ગૌતમ ગંભીર અને મહેન્દ્ર સિંહ ધોની એકસાથે જોવા મળ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જુઓ આ વીડિયો

  • મેચ બાદ જોવા મળી ધોની અને ગંભીરની યારી દોસ્તી
  • ચેન્નાઈ સુપર કિગ્સની 6 વિકેટથી હાર 
  • ધોનીએ મેચમાં કરી કમાલ 

એવિન લુઇસ અને ક્વિંટન ડી કોકની અડધી સદીથી લખનૌ સુપર જાયન્ટ્સે ગુરુવારે IPL 2022ની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી માત આપી. મેચ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ટીમ ઇન્ડિયાનાં પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની સાથે લખનૌ સુપર જાયન્ટ્સનાં મેન્ટર ગૌતમ ગંભીર જોવા મળ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની અને ગૌતમ ગંભીર વચ્ચે મેચ બાદ યારી દોસ્તી જોવા મળી હતી. બંને દિગ્ગજ પ્લેયર એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. 

મેચ બાદ જોવા મળી ધોની-ગંભીરની યારી દોસ્તી 
ઘણી વાર મહેન્દ્ર સિંહ ધોની અને ગૌતમ ગંભીર વચ્ચે મનમોટાવ હોવાની અફાવાઓ સામે આવતી રહે છે. ધોની જયારે કપ્તાન હતા, ત્યારે ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાનાં એક મુખ્ય ખેલાડી હતા.. એવા સમાચારો આવતા હતા કે ગંભીરનાં સંબંધો પૂર્વ ભારતીય કપ્તાન ધોની સાથે મજબૂત રહ્યા નથી. પારંતુ હવે ચેન્નાઈ અને લખનૌની મેચ બાદ વાયરલ થયેલા આ વીડિયોમાં બધી અફવાઓ અને સવાલોના જવાબ મળી જાય છે. 

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ધોની લખનૌનાં બોલર્સને કંઈક સલાહ આપી રહ્યા છે ત્યારે જ ગૌતમ ગંભીર ત્યાં આવી જાય છે અને ધોની સાથે વાત કરવા લાગે છે. આથી આ સ્પષ્ટ થાય છે કે બંનેમાંથી કોઈને એકબીજા સાથે કોઈ તકલીફ નથી. 

IPL 2022માં ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રોમાંચક મેચ રમવામાં આવી. ચેન્નાઈએ પહેલી વાર બેટિંગ કરતા 210 રનનો સ્કોર બનાવ્યો. પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સની પણ ધમાકેદાર બેટિંગ જોવા મળી.

છેલ્લી ઓવરમાં બદલાઈ ગઈ મેચ 
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને છેલ્લી બે ઓવરમાં 34 રનની જરૂર હતી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સનાં શિવમ દુબેએ બોલિંગ કરી ત્યારે તેમના પહેલા જ બોલમાં આયુષ બદોનીએ છક્કો માર્યો હતો, જ્યાર બાદથી મેચ વધારે રોમાંચક બની ગઈ હતી. આવા સમયમાં 22 વર્ષના આયુષ બદોનીએ લખનૌની કિસ્મત પલટી નાંખી.

ચેન્નાઈએ પણ કર્યો રનનો વરસાદ 
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઓપનિંગ કરવા ઉતરેલા રોબીન ઉથપ્પાએ માત્ર 25 બોલમાં જ ફિફ્ટી બનાવ્યા અને ટીમને મજબૂતી આપી. ઋતુરાજ ગાયકવાડ આ મેચમાં ફરી ફેલ થયા અને એક જ રન બનાવી શક્યા. આ સિઝનમાં પહેલી વાર રમી રહેલા મોઈન અલીએ 35 રન બનાવ્યા હતા. 

ચેન્નાઈ માટે શિવમ દુબેએ પણ 49 રન બનાવ્યા. આખરે મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 6 બોલમાં 16 રન બનાવ્યા અને ટીમનો સ્કોર 210 સુધી પહોંચાડવામાં મદદ કરી. આટલા મોટા સ્કોર બાદ પણ ચેન્નાઈ જીતી શકી નહી અને IPL 2022 તેની આ સતત બીજી હાર હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ