બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Dhirendra Shastri of Bageshwar Dham health of the devotees deteriorated due to the heat

નિર્ણય / બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં લોકોની તબિયત બગડતા અફરાતફરી, પટનામાં નહિ યોજાઈ દિવ્ય દરબાર, કારણ ચોંકાવનારૂ

Kishor

Last Updated: 11:43 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં ગરમી અને ભીડને પગલે ભક્તોની તબિયત બગડી હતી. જેને લઈને હવે આવતીકાલે (15 મેં) ના રોજ યોજાનાર દિવ્ય દરબાર રદ કરાયો છે.

  • ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં ગરમી અને ભીડને પગલે ભક્તોની તબિયત બગડી
  • આવતીકાલે (15 મેં) ના રોજ યોજાનાર દિવ્ય દરબાર રદ કરાયો

હાલ ઉનાળાની સિઝન બરાબરની જામી જોવાથી તોબા પુકારતી ગરમી પડી રહી છે. આવી સ્થિતિ વચ્ચે બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીની નૌબતપુર, પટના ખાતે હનુમંત કથા ચાલી રહી છે. જેમાં માનવ સાગર ઉમટી પડતા લોકોના ભારે ધસારા અને કાળઝાળ ગરમીના કારણે અનેક લોકોની તબિયત બગડી હતી. જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિણામેં સોમવારે યોજાનાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવ્યો  છે. 

સાંઈ બાબા ફકીર હોઈ શકે, ભગવાન નથી... ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિયાળ અને સિંહનું  ઉદાહરણ આપી જુઓ શું કહ્યું / Bageshwar Dham Dhirendra Shastri Sai Bhagwan  Sai does not believe in ...

દિવ્ય દરબારનું આયોજન મોકૂફ

આ અંગે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે કથા પુરા પાંચ દિવસ સુધી જ યોજાશે પરંતુ ભારે ભીડને પગકે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ નિર્ણય કરી દિવ્ય દરબારનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. જો તે ફરી બિહાર આવશે તો દિવ્ય દરબારનું આયોજન કરશે તે મામલે ખાતરી આપી હતી. નોંધનીય છે કે પહેલા દિવસની કથામાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, અશ્વિની ચૌબે તથા બિહાર બીજેપીના ઘણા મોટા નેતાઓ પણ પહોંચ્યા હતા. મહત્વનું છે કે મોટી વ્યવસ્થાના દાવા વચ્ચે કાર્યક્રમમા અવ્યવસ્થા સર્જાઈ હતી. આકરી ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો કથામાં ઉમટી પડતા બીમાર પડ્યા હતા.

સાંઈ બાબા ફકીર હોઈ શકે, ભગવાન નથી... ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિયાળ અને સિંહનું  ઉદાહરણ આપી જુઓ શું કહ્યું / Bageshwar Dham Dhirendra Shastri Sai Bhagwan  Sai does not believe in ...

15 મેના રોજ યોજાનાર દિવ્ય અદાલતને મોકૂફ

કાળજાળ ગરમી અને ભીડ એકઠી થતા કથા માટે બનાવેલા મંડપમાં ઓક્સિજનનો અભાવે વર્તાવા લાગ્યો હતો. જેને પરિણામે લોકોની તબિયત લથડવા લાગી હતી. જે મામલે અફરાતફરી મચતા કથા સમય મર્યાદા પહેલા પૂર્ણ કરવાની નોબત આવી હતી. મંચ પરથી જાહેરાત કરતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ઓછા લોકોએ કથામાં ભાગ લેવો જોઈએ. વધુ ગરમી હોવાથી ટેલિવિઝન અને સોશિયલ મીડિયા દ્વારા કથા સાંભળો. એટલું જ નહીં, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે 15 મેના રોજ યોજાનાર દિવ્ય અદાલતને મોકૂફ રાખવાની પણ જાહેરાત કરી હતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ