બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / DGP Ashish Bhatia spoke about the seizure of the Pakistani boat

ક્રાઇમ / ઓખામાંથી ઝડપાયેલ 300 કરોડના ડ્રગ્સ મામલે DGPના ચોંકાવનારા ખુલાસા, જુઓ કઇ રીતે સમગ્ર ઓપરેશન પાર પડ્યું

Malay

Last Updated: 03:06 PM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓખાના દરિયામાંથી 300 કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ મામલે આજે DGP આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે વિગતવાર માહિતી આપી છે.

  • પાક.બોટ ઝડપાવવા મામલે બોલ્યા DGP આશિષ ભાટીયા
  • ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે પાર પાડ્યું સંયુક્ત ઓપરેશનઃ DGP
  • 10 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યાઃ આશિષ ભાટીયા

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSએ ગતરોજ ઓખા પાસે એક પાકિસ્તાની ફિશિંગ બોટને ઝડપી પાડી હતી. જેમાં તપાસ કરતા 280થી 300 કરોડનું ડ્રગ્સ તેમજ હથિયારો મળી આવ્યા હતા. આ દરમિયાન એટીએસએ 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. આ મામલે આજે રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. 

ડ્રગ્સની સાથે હથિયારની હેરાફેરીની મળી હતી બાતમી 
તેઓએ જણાવ્યું કે, ભારતીય કોસ્ટ ગાર્ડને ડ્રગ્સની સાથે હથિયારની હેરાફેરીની બાતમી મળી હતી, જેના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS દ્વારા ઓખા પોર્ટથી 140 નોટિકલ માઇલ સુધી જઈને ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન  બાતમી પ્રમાણેની બોટ આવતા તેની અટકાવી હતી અને તપાસ હાથ ધરી હતી. 

 

કરાંચી નજીકથી આવી હતી પાકિસ્તાની બોટ  
આ દરમિયાન બોટની અંદર ઉપયોગ થતાં સિલિન્ડરમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું અને હથિયાર મળી આવ્યા હતા.  આ અલ સૌહેલી નામની પાકિસ્તાની બોટ કરાંચી નજીકના પોર્ટ પરથી ગુજરાત આવવા રવાના થઈ હતી. આ બોટમાંથી 10 પાકિસ્તાની પણ મળી આવ્યા હતા. 

ઝડપાયેલા પાકિસ્તાનીઓની પૂછપરછ ચાલું
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ઝડપી પાડવામાં આવેલી બોટમાંથી ત્રણ સિલિન્ડર અને 40 કિલો નાર્કોટિક્સ મળી આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 280થી 300 કરોડ રૂપિયા થાય છે, જ્યારે બોટમાંથી 6 સેમીઓટોમેટીક પિસ્તોલ, 120 કારતૂસ અને 12 મેગઝિન મળી આવેલ છે. હાલ આ ઝડપાયેલા પાકિસ્તાનીઓની સિનિયર અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ