બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / DGCA Issues Advisory To Airlines For Strictly With Passengers

એડવાઈઝરી / ફ્લાઈટમાં ધમાલ મચાવનાર પ્રવાસીઓનું આવી બન્યું ! DGCAએ જારી કરી એડવાઈઝરી, એરલાઈન્સને આપ્યો આ ઓર્ડર

Kishor

Last Updated: 11:51 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવાઈ યાત્રા કરતા બેકાબુ મુસાફરો સામે આકરું વલણ અપનાવા અંગે તાકીદ કરતા DGCA દ્વારા એરલાઈન્સને મહત્વની એડવાઈઝરી જારી કરાઈ છે.

  • DGCA દ્વારા એરલાઈન્સને મહત્વની એડવાઈઝરી 
  • બેકાબુ મુસાફરો સામે આકરું વલણ અપનાવવા સૂચન 

ભારતના ઉડ્ડયન રેગ્યુલેટર (નિયમનકર્તા) DGCA દ્વારા એરલાઈન્સને મહત્વની એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં નિયમોને નેવે મૂકી નિયમનું પાલન ન કરતા મુસાફરો સામે આકરું વલણ અપનાવાનું કહેવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ જણાવ્યું હતું કે અનિયંત્ર મુસાફરો સામે પગલાં લેવા સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ (CAR) માં જણાવેલ પાઇલોટ, કેબિન ક્રૂ સભ્યો અને ઇનફ્લાઇટ સેવાઓના ડિરેક્ટરની જવાબદારીઓ છે. 

વિમાનમાં પ્રવાસ હવે થઇ જશે મોંઘો, 5% વધારા સાથે જાણો કેટલુ થયુ ભાડુ | Air  travel will now be expensive


DGCAના જણાવ્યા અનુસાર....

વધુમા ડીજીસીએ દ્વારા એડવાઈઝરીમાં ઉલ્લેખ કરાયો કે ધમાલકર્તા મુસાફરો સાથે એરલાઈન્સ દ્વારા પગલાં લેવા માટે CAR હેઠળ જોગવાઈઓ છે. ન્યૂઝ એજન્સીન અહેવાલ મુજબ એડવાઈઝરી ફ્લાઇટમાં બેકાબૂ મુસાફરોની વધતી ઘટનાઓને પગલે જારી કરાઈ છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં મુસાફરોના ગેરવર્તનમાં વધારો આવી રહ્યો છે. DGCAના જણાવ્યા અનુસાર બેકાબુ મુસાફરો એરક્રાફ્ટમાં ધૂમ્રપાન, આલ્કોહોલિક પીણાઓનું સેવન કરતા હોવાથી અન્ય મુસાફરો વચ્ચે ઝઘડો થાય છે. આ એડવાઇઝરીના દિવસે જ 25 વર્ષીય પુરુષ પેસેન્જરને એર ઈન્ડિયા દ્વારા દિલ્હી-લંડન ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. જેની પાછળનું કારણએ હતું કે તેણે બે કેબિન ક્રૂ સભ્યો સાથે માથાકૂટ કરી હતી.

એરક્રાફ્ટ ઓપરેશન્સની સલામતી સાથે ચેડા

ડીજીસીઓના જણાવ્યા અનુસાર ફ્લાઇટ દરમિયાન વિમાનમાં સવાર મુસાફરો દ્વારા અયોગ્ય સ્પર્શ અથવા જાતીય સતામણી પણ નોંધ્યું હતું, દિલ્હી કમિશન ફોર વુમનના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે DGCAને પેસેન્જરના બેફામ વર્તણૂક, પરિણામે જાતીય હુમલો અંગેની માર્ગદર્શિકા અપડેટ કરવા માટે પત્ર લખ્યો હતો. DGCAનેના કહેવા પ્રમાણે આવી ઘટનાઓથી એરક્રાફ્ટ ઓપરેશન્સની સલામતી સાથે ચેડા થવાની સંભાવના છે. વધુમાં તમામ એરલાઈન્સના સંચાલનના વડાઓને પાઈલટ, કેબિન ક્રૂ અને પોસ્ટ હોલ્ડરોને અનિયંત્રિત મુસાફરોને હેન્ડલ કરવા માટે સંવેદનશીલ બનાવ કહેવાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ