બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / devshayani ekadashi 2022 know date time and significance chant this mantra on night for lord vishnu

વિશેષ મહત્વ / Devshayani Ekadashi 2022: 'દેવશયની અગિયારસ' ક્યારે છે? જાણી લો મહત્વ અને પૂજાવિધિ

Premal

Last Updated: 07:12 PM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં અગિયારસના વ્રતનું વિશેષ મહત્વ છે. આખા વર્ષમાં 24 અગિયારસ આવે છે અને દરેક અગિયારસનું પોતાનુ અલગ મહત્વ હોય છે. અષાઢ મહિનાના કૃષ્ણપક્ષની અગિયારસને દેવશયની અગિયારસના નામથી ઓળખવામાં આવે છે.

  • દેવશયની અગિયારસથી ભગવાન શ્રી હરી ચાર મહિના માટે કરે છે વિશ્રામ
  • આ દિવસથી શુભ કાર્યો જેવા લગ્ન વગેરે કરવામાં આવતા નથી
  • વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તોને પાપમાંથી મળે છે મુક્તિ

આ દિવસથી શુભ કાર્યો થતા નથી 

જેમકે આના નામથી સમજમાં આવી રહ્યું હશે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં જતા રહે છે અને કાર્તિક માસમાં આવનારી અગિયારસ દેવઉઠી અગિયારસના દિવસે જાગે છે. દેવશયની અગિયારસથી ભગવાન શ્રી હરી ક્ષીર સાગરમાં ચાર મહિના માટે વિશ્રામ કરે છે. આ દિવસથી બધા શુભ કાર્યો જેવા લગ્ન વગેરે કરવામાં આવતા નથી. આ અગિયારસનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ જે વિધિ પૂર્વક પૂજા કરવા અને વ્રત વગેરે કરવાથી ભક્તો દ્વારા જાણ્યે-અજાણ્યે કરવામાં આવેલા પાપમાંથી મુક્તિ મળે છે. આવો જાણીએ આ વખતે ક્યારે છે દેવશયની અગિયારસ, શુભ મૂહૂર્ત અને ભગવાનને સુવડાવવાનો મંત્ર. 

દેવશયની અગિયારસ તિથિ 2022  

દેવશયની અગિયારસ આ વખતે 10 જુલાઈ 2022, રવિવારે આવી રહી છે. અગિયારસ તિથિ પ્રારંભ 9 જુલાઈ સાંજે 4 વાગ્યે 39 મિનિટે થશે અને અગિયારસ તિથિનુ સમાપન 10 જુલાઈ 2 વાગ્યે 13 મિનિટે થશે.  

દેવશયની અગિયારસ પૂજા વિધિ

દેવશયની અગિયારસના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે પતાવીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ઘરની સાફ-સફાઈ કરો અને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. આ સાથે ઉત્તર-પૂર્વ દિશામાં ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરો. ત્યારબાદ શ્રી હરિની ષોડશોપચાર પૂજા કરો. તેમને પીળા વસ્ત્ર પહેરાવો, તિલક લગાવો, ફૂલ અર્પણ કરો. કેળા, તુલસી અને પંચામૃતનો ભોગ અર્પણ કરો. દેવશયની વ્રત કથાનુ શ્રવણ કરો અને પૂજા બાદ આરતી કરો. 

દેવશયની અગિયારસ પર શ્રી હરિને આ રીતે સુવડાવો

આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં જતા રહે છે. એવામાં ભગવાનને સુવડાવવા માટે રાત્રે 'સુપ્તે ત્વયિ જગન્નાથ જનત્સુપ્તં ભવેવિદ્મ | વિબુદ્ધે ત્વયિ બુદ્ધં ચ જગત્સર્વ ચરાચમ' મંત્રનો જાપ કરો અને ભગવાનને વિધિપૂર્વક સુવડાવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ