બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Devotees throng the temples of Mataji on Chaitri Navratri

ચૈત્ર સુદ આઠમ / ગુજરાતભરના મંદિરોમાં આજે ઉત્સાહનો માહોલ: અંબાજી-પાવાગઢ ખાતે ઉમટ્યું ભક્તોનું માનવ મહેરામણ, જુઓ VIDEO

Malay

Last Updated: 09:01 AM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chaitra Navratri 2023: આજે ચૈત્રી નવરાત્રીની આઠમ હોવાથી મંદિરોમાં દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. અંબાજી અને પાવાગઢ મંદિરોમાં મોડી રાતથી જ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે.

 

  • માતાજીના મંદિરોમાં ચૈત્રી આઠમ પર્વની ભવ્ય ઉજવણી
  • અંબાજી, પાવાગઢ સહિતના તીર્થસ્થાનોમાં ભક્તોનો ભારે ધસારો
  • ભક્તોએ દર્શન કરી અનુભવી ધન્યતા

મા દુર્ગાની ઉપાસના કરવાનો પવિત્ર અવસર એટલે નવરાત્રી. આ દિવસોમાં માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમાં પણ ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રીએ ઉર્જાનું પ્રતિક છે, સકારાત્મક ઉર્જાનો સંચાર છે. આજે નોરતાની આઠમ હોવાથી માઇ મંદિરોમાં દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આઠમ નિમિત્તે માઇ મંદિરોમાં નવચંડી સહિત યજ્ઞ અને ભજન-ડાયરાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

અંબાજી મંદિરમાં આઠમને લઈને ભક્તોનું ઘોડાપૂર
ચૈત્રી નવરાત્રીની આઠમ હોવાથી માઈમંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. આઠમ નિમિત્તે નવચંડી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મંદિરોમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મોડીરાતથી અંબાજી મંદિરમાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. બોલમારી અંબે જય જય અંબેના નાદથી મંદિર ગુંજી રહ્યું છે. આજે સવારની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મા અંબાજીના આશીર્વાદ લીધા હતા. ચૈત્રી નવરાત્રીની આઠમનું વિશેષ મહત્વ છે. આજે બપોરે મા અંબાના નિજ મંદિરમાં રાજભોગ ધરાવવામાં આવશે.

આઠમા નોરતે પાવગઢ મંદિરમાં ભક્તોનું મહેરામણ 
તો આજે પાવાગઢ સ્થિત મહાકાળી માતાના મંદિરે દર્શને પણ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભક્તોના અભૂતપૂર્વ ઘસારાને પહોંચી વળવા તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે. મોડી રાત્રીથી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 1 લાખ જેટલા ભક્તોએ મહાકાળી માતાના દર્શન કર્યા છે. નિજ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાંબી કતાર લાગી છે. સ્થાનિક પોલીસ વહેલી સવારથી યાત્રાળુઓના ધસારા વચ્ચે સૌ યાત્રિકો શાંતિપૂર્વક માતાજીના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થામાં લાગી ગઈ હતી. આજે પાવાગઢ મંદિરમાં આઠમનો હવન કરવામાં આવશે. 

આજે ચૈત્ર નવરાત્રીની દુર્ગા અષ્ટમી
હિન્દુ પંચાગ અનુસાર, આ વર્ષે ચૈત્ર નવરાત્રીની દુર્ગા અષ્ટમી 29 માર્ચ એટલે કે આજે છે. આ દિવસે મા દુર્ગાના આઠમાં અવતાર માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે હવન-પૂજન અને કન્યા પૂજન કરે છે. આ વખતે દુર્ગા અષ્ટમીના દિવસે રવિ યોગ અને શોભન યોગ બન્યો છે.

ક્યારે છે રામનવમી 2023
હિન્દુ પંચાગ અનુસાર, આ વર્ષે રામ નવમી આવતીકાલે 30 માર્ચના રોજ ઉજવવામાં આવશે. 30 માર્ચની રાત્રે 11 વાગીને 30 મિનિટ સુધી ચૈત્ર શુક્લ નવમી તિથિ રહેશે. મહાનવમીના રોજ મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે, તે સાથે ભગવાન રામનો જન્મોત્સવ આખા દેશમાં ધામ-ધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે મહાનવમીના દિવસે શુભ યોગ- સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, ગુરુ યોગ અને અમૃત સિદ્ધિ યોગ બને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ