બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Despite spending crores, this swimming pool of Botad is eating dust in the name of electricity connection

માંગણી / 10-10 મહિના, કરોડોનો ખર્ચ છતાં વીજ કનેક્શનના નામે ધૂળ ખાઇ રહ્યો છે બોટાદનો આ સ્વિમિંગ પુલ, જનતા રોષે ભરાઇ

Vishal Khamar

Last Updated: 04:41 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદ નગરપાલિકાએ બનાવેલો સ્વિમીંગ પુલ 10 મહિનાથી તૈયાર છે પણ હજુ સુધી ખુલ્લો ન મુકાતા લોકો રોષે ભરાયા છે. ત્યારે ઉનાળાની સીઝનમાં શહેરીજનોની સ્વીમિંગ પુલ ખુલ્લો મુકવાની માંગણી છે.

  • બોટાદ ન.પા.એ બનાવેલો સ્વિમિંગ પુલ 10 મહિનાથી તૈયાર પણ હજુ ખુલ્લો નથી મુકાયો
  • પોણા બે કરોડોના ખર્ચે બનાવેલો સ્વિમિંગ પુલ 2022માં બનીને તૈયાર થયો
  • છેલ્લા 10 મહિનાથી તૈયાર સ્વિમિંગ પુલ ધૂળ ખાય છે

બોટાદ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે 1 કરોડ 45 લાખના ખર્ચે સ્વિમિંગપૂલ બનાવાયો છે આ પુલ તૈયાર થઈ ગયા ને 10 માસથવા છતાં આજદિન સુધી જાહેર જનતા માટે ખુલ્લો ન મુકાતા આ તૈયાર પુલ ઉપયોગ કર્યા વગર ખાલી પડ્યો રહેતો હોવાથી તૂટી જવાનો ભય શહેરીજનોમાં છે તો વહેલી તકે આ પુલ લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જ્યારે નગરપાલિકા ના વહીવટ દારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વીજ કનેક્શન ની કામગીરી બાકી હોય જે 10 દિવસમાં પૂર્ણ થયા બાદ ખુલ્લો મુકવામાં આવશે. 

10 મહિનાથી તૈયાર સ્વિમિંગ પુલ હજુ સુધી ખુલ્લો ન મુકાતા રોષે ભરાયા લોકો
બોટાદ શહેરના પાળીયાદ રોડ ઉપર તળાવ કિનારે ગાર્ડનની બાજુમાં બોટાદના લોકોની સુખાકારી માટે વર્ષ 2018માં 1 કરોડ 45 લાખના ખર્ચે સ્વિમિંગપુલ બનાવવાની કામગીરી આરંભી હતી આ સ્વિમિંગ પૂલ ચાર વર્ષના અંતે વર્ષ 2022 જૂન મહિનાની 15 તારીખે સંપૂર્ણ તૈયાર થઈ ગયેલ છે જેને આજે 10 માસ થવા છતાં શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી ત્યારે ત્યાંથી પસાર થતા શહેરીજનોની નજર આ સ્વિમિંગ પુલ ઉપર પડતા તેમાં તળિયું ઢકાય તેટલું ગંદુ પાણી ભરેલું હોય છે આ જોઈને સૌ કોઈ કહી રહ્યા છે કે જો આ સ્વિમિંગ પૂલમાં પાણી ભરવામાં નહીં આવે તો વહેલાસર તૂટી જશે.

વહિવટદારોનું વિજ કનેક્શનનું કામ બાકી હોવાનું રટણ
આ સ્વીમીંગ પુલ ને તંત્ર દ્વારા તાત્કાલિક ખુલ્લો મુકવામાં આવે જેથી ઉનાળાની સિઝન ચાલતી હોવાથી લોકો આ સ્વિમિંગપૂલ દ્વારા ઉનાળાની મજા માણી શકે ત્યારે શું આ સ્વીમીંગપુલનાં ઉદ્ઘાટન માટે કોઈ નેતાની રાહ જોવાઈ રહી છે? કે પછી શરૂ કર્યા પહેલા ક્યારે તૂટે છે તેની રાહ જોવાઈ રહી છે? માટે આ સ્વીમીંગપુલને વહેલી તકે લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે બોટાદ શહેરની જનતા માટે 19-4- 2018 ના રોજ સ્વિમિંગ પુલ બનાવવા રૂપિયા 1 કરોડ 45 લાખના ખર્ચે ટેન્ડરિંગ થયું હતું અને આ કામ ચાર વર્ષ સુધી ચાલ્યું હતું અને 15-6-22 ના રોજ પૂર્ણ થયું હતું આ અંગે બોટાદ નગર પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામીએ જણાવ્યુ કે હાલમાં આ અંગે ઇલેક્ટ્રોનિક કનેક્શન પ્રોસેસ માં છે તેથી આ પુલને ખુલ્લો મુકવામાં 15 દિવસ પણ લાગી શકે તેમ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ