બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / આરોગ્ય / Dental Care: take care of your teeth dental problem

Dental Care / દાંતની પીળાશ, કેવિટી અને મોંની દુર્ગંધથી પરેશાન છો? આજથી જ શરુ કરો આ 4 ઉપાય

Bijal Vyas

Last Updated: 11:34 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત દાંતની યોગ્ય રીતે કાળજી લેતા નથી, જેના કારણે દાંત પીળા પડવા, કેવિટી, પેઢામાંથી લોહી નીકળવું અને શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યાઓ થવા લાગે છે.

  • ડેન્ટલ કેરના કરવા પર થઇ શકે છે આ સમસ્યાઓ 
  • દિવસમાં 2 વખત બ્રશ કરવુ જોઇએ
  • બે મહિને એક વખત ડેન્ટલ પાસે ચેકઅપ કરાવવાનું રાખવુ જોઇએ

Teeth Care Tips: આપણે શરીરના તમામ ભાગોની સંભાળ રાખવાનો ખૂબ પ્રયત્ન કરીએ છીએ, પરંતુ ઘણી વખત દાંતની યોગ્ય રીતે કાળજી લેતા નથી, જેના કારણે દાંત પીળા પડવા, કેવિટી, પેઢામાંથી લોહી નીકળવું અને શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યાઓ થવા લાગે છે. સામાન્ય રીતે આવુ ત્યારે બને છે જ્યારે આપણે ડેન્ટલ કેરની નાની નાની વાતોની અવગણના કરીએ છીએ. તો આવો જાણીએ કે આ સમસ્યાઓને એકસાથે દૂર કરવા માટેના ઉપાયો વિશે...

દાંતની કાળજી લેવા શું કરવુ જોઇએ?
1. ડાયટ બદલો 

જો તમે રોજેરોજ સ્વીટ ફૂડ અથવા દાંત પર ચોંટી જાય તેવી વસ્તુઓ ખાઓ છો, તો સ્વાભાવિક છે કે બેક્ટેરિયાને વધવાની તક મળશે, જેના કારણે દાંતમાં એકસાથે અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળી શકે છે. જો તમે ઇચ્છો છો કે ભવિષ્યમાં કોઇ પરેશાની ના આવે તો ગળી વસ્તુઓથી દર રહેવું...

LifeStyle News & Tips in Gujarati | Health, Food Recipes, Beauty & More

2. દિવસમાં બે વખત બ્રશ કરો
જો તમે ઈચ્છો છો કે દાંતની ગંદકી દૂર થાય અને બેક્ટેરિયા એકઠા ન થાય, તો સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા ટૂથબ્રશથી દાંત સાફ કરો. 

3. ગુટખા અને તમાકુ ના ખાઓ
ગુટખા અને તમાકુ ચાવવા એ એક સામાજિક ગંદકી છે જ, પરંતુ તેના કારણે દાંત, પેઢા અને જીભને ઘણું નુકસાન થાય છે, આજકાલ યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના લોકો આ વ્યસનનો શિકાર બન્યા છે. આ ખરાબ આદતને જલ્દી છોડી દેવી જોઈએ.

દાંતમાં જોવા મળતા આ 4 સંકેત છે ગંભીર બીમારીઓના લક્ષણ! તમને જણાય તો તરત  ડેન્ટિસ્ટને બતાવો | swelling ulcers bleeding oral and wider health dental  problems teeth mouth signs of gum ...

4.ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ કરાવો
ભલે ને તમે દાંતનું કેટલુ પણ ધ્યાન રાખો, પરંતુ  મહિનામાં એક કે બે વાર ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ તો કરાવવું જ જોઈએ. તેનાથી દાંતની નાની-નાની સમસ્યાઓની ખબર પડી જાય છે અને પછી તમે જલ્દીથી જલ્દી ઉપાય કરવાનું શરૂ કરી શકો છો..

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ