બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Dense fog in Punjab Haryana, IMD issued rain alert in these states

વેધર અપડેટ / કાશ્મીરમાં જામવાં લાગ્યા નદી-નાળા: પંજાબ હરિયાણામાં ગાઢ ધુમ્મસ, આ રાજ્યોમાં IMDએ આપ્યું વરસાદનું એલર્ટ

Priyakant

Last Updated: 08:13 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Forecast Latest News: ઉત્તરી ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે આગામી બે દિવસ અને ઓડિશામાં 23 અને 24 ડિસેમ્બરે ધુમ્મસની ચેતવણી

  • ઉત્તર અને ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યોમાં ધુમ્મસની ચેતવણી
  • પંજાબના વિવિધ ભાગોમાં સવારે ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના
  • તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થઈ શકે

IMD Forecast News : હાલ શિયાળાની મોસમ વચ્ચે એક તરફ પહાડોમાં હિમવર્ષા થઈ રહી છે તો બીજી તરફ મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં ચાલી રહેલી તીવ્ર ઠંડી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યોમાં ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે.આ સિવાય પહાડો પર હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડના ઔલીથી લઈને જમ્મુ-કાશ્મીર અને હિમાચલ સુધીના અનેક શહેરોમાં બરફની ચાદર છવાયેલી છે. કાશ્મીરમાં ચિલ્લાઇ કલાન ચાલી રહ્યું છે અને તેના કારણે સખત શિયાળો છે. નદીઓ અને નાળાઓ પણ થીજી ગયા છે.

IMD અનુસાર આગામી 4 દિવસ દરમિયાન પંજાબના વિવિધ ભાગોમાં સવારે ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન હરિયાણાના વિવિધ ભાગોમાં સવારે ગાઢ ધુમ્મસની સ્થિતિની ચેતવણી પણ આપી છે. આ ઉપરાંત ઉત્તરી ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે આગામી બે દિવસ અને ઓડિશામાં 23 અને 24 ડિસેમ્બરે ધુમ્મસની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત ઉત્તરી ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે આગામી બે દિવસ અને ઓડિશામાં 23 અને 24 ડિસેમ્બરે ધુમ્મસની ચેતવણી જાહેર કરાઇ છે. જેના કારણે વિઝિબિલિટી 200 મીટરથી ઓછી રહી શકે છે. રવિવારે પણ સવારે મધ્યમ ધુમ્મસની અપેક્ષા છે. 

સ્કાયમેટ વેધર અનુસાર આગામી 2 દિવસ દરમિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરાખંડમાં 23 અને 24 ડિસેમ્બરે હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ