બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Dengue and malaria cases doubled in august

સાચવજો / અમદાવાદીઓ સાવધાન ! સોલા સિવિલ દર્દીઓથી ઉભરાઇ, ચાલુ મહિને ડેન્ગ્યુ-મલેરિયાના કેસ ડબલ નોંધાયા

Khyati

Last Updated: 12:57 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ રોગચાળો પણ વકર્યો છે. જેમાં ખાસ કરીને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના દર્દીઓ વધુ નોંધાયા છે.

  • અમદાવાદની સોલા સિવિલ દર્દીઓથી ઉભરાઈ
  • સોલા સિવિલમાં મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓ વધ્યા
  • જૂલાઈ કરતા ચાલુ મહિને ડેન્ગ્યુ અને મેલેરિયાના ડબલ કેસ નોંધાયા

એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ ઠેર ઠેર પાણી ભરાઇ જવા પામ્યા છે. જેને કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો વકર્યો છે. ત્યારે વાત કરીએ અમદાવાદ સોલા સિવિલની તો અહીં મચ્છરજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જુલાઇ મહિનાની સરખામણીએ ચાલુ મહિને ડેન્ગ્યુ અને મલેરિયાના ડબલ કેસ નોંધાયા.  

ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ બમણા 

છેલ્લા બે દિવસમાં શહેરમાં રૂટિન ઓપીડી કરતા ઓપીડીમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.  સોલા સિવિલમાં સોમવારે 1960 OPD અને મંગળવારે 1570 OPD નોંધાઇ. ઉલ્લેખનીય છે કે  જૂલાઈમાં ડેન્ગ્યુના 32 કેસ હતા જ્યારે ચાલુ મહિને અત્યાર સુધીમાં 68 કેસ નોંધાયા છે. જ્યારે જુલાઇ માસમાં મેલેરિયાના 26 કેસ હતા તે ચાલુ મહિને 44 કેસ નોંધાયા છે.  કેસ વધતા મેડિસિન સિવાય નવા વોર્ડ ખોલીને દર્દીઓની સારવાર શરૂ કરાઇ છે. 

અમદાવાદમાં સ્વાઇનફ્લૂથી હાહાકાર

બીજી બાજુ અમદાવાદમાં પણ સ્વાઇન ફલૂએ હાહાકાર મચાવ્યો છે. ઓગસ્ટ મહિનામાં સ્વાઇન ફ્લૂના 509 કેસ નોધાયા. સ્વાઇન ફ્લૂના 70 ટકા દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ છે. દાખલ દર્દીઓની ઉંમર 40 વર્ષથી વધુ હોવાનું સામે આવ્યું છે. 35 બાળકો 5 વર્ષથી નીચેના, 91 બાળકો 6થી 15 વર્ષના, 145 દર્દીઓ 15થી 40 વર્ષના સ્વાઇન ફ્લૂના શિકાર થયા છે. જ્યારે સાદા મલેરિયાના 129 કેસ, ડેન્ગ્યુના 132 કેસ નોંધાયા છે. આથી, કોમર્શિયલ અને રેસિડેન્ટ એકમો પર તપાસ તેજ કરાઇ.

છેલ્લા 20 દિવસમાં સિવિલમાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુનાં 45 કેસ, ચિકનગુનિયાનાં 21, મેલેરિયાનાં 32, હિપેટાઇટિસનાં 120 અને ડાયેરિયા તેમજ વોમેટિંગનાં 87 દર્દીઓ નોંધાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ