બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / demand for Lakshmis photo in currency notes CR Patil Arvind Kejriwal in Patan

પ્રહાર / ચલણી નોટમાં લક્ષ્મીજીના ફોટાની માગને લઇને ભારે વિવાદ, પાટણમાં અરવિંદ કેજરીવાલ પર સી.આર.પાટીલે કર્યા પ્રહાર

Kishor

Last Updated: 10:54 PM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોટમાં લક્ષ્મીજીના ફોટાની માગને લઇને સી.આર.પાટીલે અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા.

  • કરન્સી નોટમાં લક્ષ્મીના ફોટાની માગ પર ભારે વિવાદ
  • અરવિંદ કેજરીવાલની માગ પર સી.આર.પાટીલે કર્યા પ્રહાર
  • કેજરીવાલ હવે નોટમાંથી પણ ગાંધીની તસ્વીર હટાવા માગે છે

આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટમાં લક્ષ્મીના ફોટાની માગ ઉઠાવી છે. જે ને લઇને ભારે વિવાદ સર્જાયો છે. અરવિંદ કેજરીવાલની માગ પર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પ્રહાર કર્યા હતા. પાટણમાં સી.આર. પાટીલે નિવેદન આપી જણાવ્યું હતું કે દિલ્લી અને પંજાબના કાર્યાલયમાંથી ગાંધીજીની તસ્વીર હટાવી દેવામાં આવી છે.  હવે નોટોમાંથી પણ ગાંધીજીનો ફોટો હટાવી ના લે એ માટે સાવચેત રહેવાની જરૂર છે. તેમ પાટીલે ઉમેર્યું હતું.

 


બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી ભારતીય ચલણી નોટોને લઇને મહત્વનું નિવેદન આપ્યું હતું.  જેમાં કહ્યું કે, 'મોદી સરકારને મારી અપીલ છે કે ભારતમાં ચલણી નોટો પર ગાંધીજીની તસવીર સાથે લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર પણ લગાવવામાં આવે.'


ઇન્ડોનેશિયામાં 85% વસ્તી મુસ્લિમ, છતાં તેઓએ ગણેશજીની તસવીર લગાવી: કેજરીવાલ
વધુમાં કેજરીવાલે જણાવ્યું કે, 'અમે એમ નથી કહી રહ્યાં કે તમામ નોટો બદલવામાં આવે. પરંતુ જે નવી નોટો છાપવામાં આવે તેની પર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હોય. ઇન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે. ત્યાં 85% વસ્તી મુસ્લિમ છે, 2% હિંદુ છે, તેમ છતાં તેઓએ ચલણી નોટો પર ગણેશજીની તસવીર લગાવી છે.'


જો ઇન્ડોનેશિયા કરી શકે તો આપણે કેમ નહીં?: કેજરીવાલ
કેજરીવાલે કહ્યું હતું કે, 'અમે ઈચ્છીએ છીએ કે દરેક પરિવાર અમીર બને, એ માટે ઘણા બધા પગલાં લેવા પડશે. સારી સ્કૂલો, હોસ્પિટલો અને પાયાની મૂળભૂત સુવિધાઓ જનતાને ઉપલબ્ધ કરાવવી પડશે.  ત્યારે જ શક્ય બને કે જ્યારે દેવી-દેવતાઓની કૃપા હોય. દિવાળીના દિવસે લક્ષ્મીજી-ગણેશજીની પૂજા કરતી વખતે મને આ વિચાર આવ્યો. હું એમ નથી કહેતો કે તેનાથી અર્થવ્યવસ્થા સારી થશે, પરંતુ ભગવાનના આશીર્વાદ મળશે. અમે કોઈને હટાવવાની વાત નથી કરી રહ્યાં. જો ઇન્ડોનેશિયા કરી શકે તો આપણે કેમ નહીં? લક્ષ્મીજી ઐશ્વર્ય અને સમૃદ્ધિની દેવી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ