બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Delhi police in court said that there are 44 charge sheets against brijbhushan

દિલ્હી / 'મને પોતાના તરફ ખેંચી અને છાતીમાં..' મહિલા પહેલવનોના શોષણ કેસમાં બ્રુજભૂષણના કાંડ દિલ્હી પોલીસે ખોલ્યા, પીડિતાના આરોપ કોર્ટમાં રાખ્યા

Vaidehi

Last Updated: 07:04 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી પોલીસે કોર્ટમાં જણાવ્યું કે એક મહિલા ફરિયાદીએ ફરિયાદ કરાવી છે કે બૃજભૂષણે તે મહિલાને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો..

  • બૃજભૂષણ સામે અનેક મહિલાઓએ નોંધાવી છે ફરિયાદ
  • દિલ્હી પોલીસે કોર્ટમાં કર્યાં ખુલાસા
  • ફરિયાદીઓએ કહ્યું કે બૃજભૂષણ ખોટી રીતે સ્પર્શતો હતો

મહિલા પહેલવાનનાં કથિત યૌન શોષણનાં મામલામાં કુશ્તી સંઘનાં પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ સિંહની સામે આરોપ નક્કી કરવાનાં મામલામાં દિલ્હી પોલીસે તપાસની કામગીરી શરૂ કરી દીધી છે. કોર્ટે બૃજભૂષસિંહને કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ આપી છે.  દલીલ દરમિયાન દિલ્હી પોલીસે એક ફરિયાદીની ફરિયાદ વિશે કોર્ટમાં જણાવ્યું કે," ફરિયાદી પોતાના પતિની સાથે સંઘની ઓફિસ પર ગઈ હતી પણ તેના પતિને ઓફિસની બહાર જ રોકી દીધો. ઓફિસની અંદર તે  સોફા પર બેઠી હતી પણ બૃજભૂષણ તેની નજીક આવીને બેસી ગયો અને તેને ખોટી રીતે સ્પર્શ કરવા લાગ્યો જે બાદ તે ખુબ ગભરાઈ ગઈ હતી.."

44 લોકોની ફરિયાદ
દિલ્હી પોલીસનાં વકીલે કોર્ટને જણાવ્યું કે 15 જૂનનાં ચાર્જશીટ દાખલ થઈ હતી અને મામલામાં 44 સાક્ષીઓ સામે આવ્યાં છે જેમાંથી 6 પીડિતાઓ છે અને 22 પબ્લિક વિટનેસ છે. દિલ્હી પોલીસનાં વકીલે કહ્યું કે 21 એપ્રિલ 2023નાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બાદ પીડિતા સુપ્રીમ કોર્ટ પહોંચી અને મામલાની FIR નોંધાઈ હતી. દિલ્હી પોલીસે એક ફરિયાદીની ફરિયાદ વિશે કોર્ટમાં જણાવ્યું કે," ફરિયાદી પોતાના પતિની સાથે સંઘની ઓફિસ પર ગઈ હતી પણ તેના પતિને ઓફિસની બહાર જ રોકી દીધો. ઓફિસની અંદર તે  સોફા પર બેઠી હતી પણ બૃજભૂષણ તેની નજીક આવીને બેસી ગયો અને તેને ખોટી રીતે સ્પર્શ કરવા લાગ્યો જે બાદ તે ખુબ ગભરાઈ ગઈ હતી.. આ ઘટના અંગેની જાણકારી તેણે પોતાના પતિને આપી હતી. તેમને બીજા દિવસે પણ સંઘની ઓફીસમાં બોલાવવામાં આવ્યું હતું જે બાદ તે ઓફીસમાં ગઈ અને ફરી બૃજભૂષણે તેનો ખોટી રીતે સ્પર્શ કર્યો"

દરવાજો બંધ કરવા કહ્યું...
પોલીસે બીજા ફરિયાદી અંગે કોર્ટમાં જણાવતાં કહ્યું કે તે 2019માં અશોકા રોડ પર કુશ્તી સંઘ ઓફિસ પર પોતાના ભાઈ સાથે ગઈ હતી પણ મારા ભાઈને બહાર રોકી દીધું હતું. આ બાદ બૃજભૂષણે ઓફીસની અંદર હાજર એક વ્યક્તિને ઓફીસની બહાર જવા માટે કહ્યું અને દરવાજો બંધ કરવા માટે કહ્યું.

વાંચવા જેવું:  છોકરીઓ યૌન ઈચ્છાઓ કાબુમાં રાખે', કલકત્તા હાઇકોર્ટની ટિપ્પણી વિવાદમાં! મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

"ક્યારેક પિતા સમાન ક્યારેક છાતી સ્પર્શતાં"
દિલ્હી પોલીસે કોર્ટમાં જણાવ્યું કે," સતત સમયાંતરે અલગ-અલગ જગ્યાઓ પર મહિલા પહેલવાનોનું શોષણ કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે કહ્યું કે બૃજભૂષણ ક્યારેક કહેતાં હતાં કે પિતા સમાન છે અને ક્યારેk છાતી સ્પર્શતાં હતાં, ક્યારેક શ્વાસ ચેક કરતાં હતાં. ડોક્ટર પણ એકલામાં શ્વાસ ચેક નથી કરી શકતો, પરિવારજનોની હાજરીમાં શ્વાસ ચેક કરે છે. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ