બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / delhi ncr supreme court on rrts project and pull arvind kejriwal government gives 500 crore for advertisement but not 400 crores for the project

ટકોર / 'જાહેરાત માટે 500 કરોડ આપી શકાય, પરંતુ પ્રોજેક્ટ માટે 400 કરોડ નહીં', દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર

Dinesh

Last Updated: 03:40 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

delhi news: સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને તેના હિસ્સાની સંપૂર્ણ ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો અને સુનાવણી 7 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે.

  • દિલ્હી રેપિડ રેલ પ્રોજેક્ટ માટે હિસ્સો ચુકવવાનો મુ્દ્દો
  • દિલ્હી સરકારના વલણ પર કોર્ટે નારાજગી વ્યક્ત કરી
  • 'આંશિક ચુકવણી માટે કોઈ વ્યાજબી નથી'

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને રેપિડ રેલ પ્રોજેક્ટ માટે તેનો હિસ્સો ચૂકવવાના આદેશનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટને આજે એટલે કે મંગળવારે જણાવવામાં આવ્યું કે દિલ્હી સરકારે બાકી રકમની આંશિક ચુકવણી કરી દીધી છે. નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ આદેશનો સંપૂર્ણ અમલ થવો જોઈએ. આંશિક ચુકવણી માટે કોઈ વ્યાજબી નથી. સમસ્યા એ છે કે દિલ્હી સરકારે પૈસા ચૂકવવા માટે કોર્ટને તેના પર દબાણ કરવું પડી રહ્યું છે, જ્યારે તે તમારી જવાબદારી છે.

Topic | VTV Gujarati

કોર્ટે નારાજગી વ્યક્ત કરી
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને તેના હિસ્સાની સંપૂર્ણ ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો અને સુનાવણી 7 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કિશન કૌલે ફરી એકવાર દિલ્હી સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તમે જાહેરાત માટે બજેટમાં 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકો છો પરંતુ તમે આ પ્રોજેક્ટ માટે  કરોડો રૂપિયા કરી શકતા નથી.

શું કહ્યું ?
આપને જણાવી દઈએ કે, આ કેસની છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હીની AAP સરકાર પર આકરી ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે જો છેલ્લા ત્રણ વર્ષમાં જાહેરાતો પર 1100 કરોડ રૂપિયા ખર્ચી શકાય છે, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ચોક્કસપણે થઈ શકે છે.  જોકે, દિલ્હી રાજ્ય સરકાર આજે દિલ્હી-મેરઠ રેપિડ રેલ પ્રોજેક્ટ માટે બાકી રકમ ચૂકવવા સંમત થઈ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ