બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Delhi CM Arvind Kejriwal leaves from CBI office after day-long questioning in the excise policy case.

દારુ કૌભાંડની તપાસ / CBIએ 9 કલાકની પૂછપરછમાં શું શું પૂછ્યું, કેવો રહ્યો વ્યવહાર? કેજરીવાલે બહાર આવીને કર્યો ખુલાસો

Hiralal

Last Updated: 09:50 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારુ કૌભાંડમાં સીબીઆઈએ આજે દિલ્હીના સીએમ કેજરીવાલની 9 કલાક પૂછપરછ કરી હતી અને તેમને 56 સવાલ પૂછ્યાં હતા.

  • દારુ કૌભાંડમાં સીબીઆઈએ કેજરીવાલની કરી 9 કલાક પૂછપરછ
  • સવારે પૂછપરછ માટે બોલાવ્યાં હતા
  • સીબીઆઈ મુખ્યાલયમાંથી બહાર આવીને બોલ્યાં કેજરીવાલ
  • સીબીઆઈએ મને 56 સવાલ પૂછ્યાં, બધાના જવાબ આપ્યાં 
  • સીબીઆઈએ મારી સાથે મિત્ર જેવો વ્યવહાર કર્યો 

દિલ્હીના બહુચર્ચિત દારુ કૌભાંડમાં સીબીઆઈએ આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બોલાવીને પૂછપરછ કરી હતી. બપોરે 11ની આસપાસ ઘુસેલા કેજરીવાલ સાંજ 9ની આસપાસ સીબીઆઈ મુખ્યાલયમાંથી બહાર આવ્યાં હતા. બહાર આવીને ખુદ કેજરીવાલે ખુલાસો કર્યો હતો તેમને શું શું પૂછાયું હતું. 

56 સવાલ પૂછાયા  
સીબીઆઈ મુખ્યાલયમાંથી બહાર આવીને કેજરીવાલે એવું કહ્યું કે મારી 9 કલાક પૂછપરછ કરવામાં આવી અને મને કુલ 56 સવાલ પૂછવામાં આવ્યાં તે બધાના મેં જવાબ આપ્યાં હતા. તેમણે કહ્યું કે દારૂ નીતિ કૌભાંડ અંગે જે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા અને ગંદા રાજકારણનો ભાગ છે. આમ આદમી પાર્ટી ખૂબ જ ઈમાનદાર પાર્ટી છે. આ લોકો આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે.

સીબીઆઈએ મિત્ર જેવો ભાવ કર્યો 
કેજરીવાલે એવું પણ કહ્યું કે હું સીબીઆઈનો આભાર માનું છું. તેમણે ખૂબ જ સારા વાતાવરણમાં અને સુમેળમાં પ્રશ્નો પૂછ્યા. મને પૂછવામાં આવેલા બધા પ્રશ્નોના જવાબ મેં આપી દીધા છે. સીબીઆઈએ મારી સાથે મિત્રતા જેવો ભાવ કર્યો. 

મરી જઈશું પણ પ્રામાણિકતા સાથે બાંધછોડ નહીં કરીએ 
કેજરીવાલે કહ્યું કે અમે મરી જઈશું, મરીશું પરંતુ અમારી પ્રામાણિકતા સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ, તેથી તેઓ અમારા પર કાદવ ઉછાળી રહ્યા છે. બીજું, દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ જે સારું કામ કર્યું છે, તે ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ કરી શકે તેમ નથી. લોકોએ જોયું છે કે 75 વર્ષમાં જે કામ નથી થયું તે હવે થઈ રહ્યું છે. એટલા માટે તેઓ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. પણ એવું ન હોઈ શકે. આખા દેશના લોકો અમારી સાથે છે. કેજરીવાલે કહ્યું કે સીબીઆઇએ તેમને પૂછ્યું કે તેમણે આ પોલિસી ક્યાંથી શરૂ કરી હતી, તેમણે ક્યારે શરૂ કરી હતી? મેં તમામ સવાલોના જવાબ આપી દીધા છે.

આપના મોટા નેતાઓ અને સાંસદોને અટકાયતમાં રખાયા હતા 

કેજરીવાલની પૂછપરછના વિરોધમાં આમ આદમી પાર્ટીએ સીબીઆઈ મુખ્યાલય બહાર મોટા ધરણા આપ્યાં હતા. આને પગલે દિલ્હી પોલીસે સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર ધરણા કરી રહેલા આપના તમામ નેતાઓની અટકાયત કરી છે. સંજય સિંહ, આતિશી, સૌરભ ભારદ્વાજ, રાઘવ ચઢ્ઢા અને બાકીના પંજાબના કેબિનેટ મંત્રીઓ અને દિલ્હીની તમામ સરકારોને પણ સાંસદો સાથે અટકાયતમાં લેવામાં આવ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ