બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / આરોગ્ય / dehydration bad effect on body drink water even without thirst in winters

હેલ્થ / શિયાળામાં તરસ ન લાગે તેમ છતાં પીતાં રહો પાણી, નહીંતર થઈ શકે છે આ ગંભીર બીમારી

Premal

Last Updated: 11:48 AM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાણી શરીરને સારી રીતે કામ કરવા માટે ખૂબ જરૂરી છે. અવાર-નવાર શિયાળામાં લોકો તરસ ઓછી લાગવાના કારણે પાણી પણ ઓછુ પીવે છે. જેના કારણે તેઓ ડિહાઈડ્રેશનના શિકાર થાય છે. શરીરમાં પાણીની કમી થવાથી કબજીયાત, લો બ્લડ પ્રેશર, થાક, માથામાં દુ:ખાવો, ગભરાહટ અને વધુ ઊંઘ આવવા જેવી અનેક સમસ્યાઓ થઇ શકે છે.

  • શરીરને સારી રીતે કામ કરવા માટે પાણી ખૂબ જરૂરી
  • શરીરમાં પાણીની કમી થવાથી અનેક સમસ્યાઓ થઇ શકે
  • ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે

ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે

પાણી માણસના શરીર માટે સૌથી જરૂરી છે. પાણીની કમીના કારણે શરીરને ઘણા નુકસાન સહન કરવા પડી શકે છે. તબીબો મુજબ મહિલાઓ માટે દરરોજ 2.7 લીટર અને પુરૂષો માટે 3.7 લીટર પાણી જરૂરી છે. પરંતુ તમે ઘણી વખત પૂરતી માત્રામાં પાણી પીવાનુ ભૂલી જાઓ છો. ખાસ કરીને શિયાળાની સિઝનમાં વારંવાર તરસ ઓછી લાગવાના કારણે તમે ઓછુ પાણી પીવો છો. ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે, જેનાથી કબજીયાત જેવી ગંભીર સમસ્યા થઇ શકે છે. ડીહાઈડ્રેશનથી શરીરના મુખ્ય અવયવો પર ખરાબ અસર પડે છે. 

પાણીની કમીથી થાય છે કબજીયાત 

પાણી તમારા શરીર માટે ખૂબ કામ કરે છે. આ તમને હાઈડ્રેટેડ રાખે છે, સ્કિનની ચમક બનાવે છે અને ભોજનને તોડીને તેને પાચનમાં પણ  સહાયતા કરે છે. તેથી તમારા વૉટર ઈનટેક એટલેકે પાણી પીવાની માત્રા પર નજર રાખવી મહત્વપૂર્ણ છે, કારણકે આમ ના કરવાથી તમને ડિહાઈડ્રેશન થઇ શકે છે, જેનાથી તમને મૂડ સ્વિંગની સમસ્યા, શરીરનુ તાપમાન વધવુ, કિડની સ્ટોન અને કબજીયાત જેવી પરેશાની થઇ શકે છે. પાણીની કમી કબજીયાતને આમંત્રણ આપે છે, જેનાથી આગળ જતા તમને પેટની ઘણી બિમારીઓ થઇ શકે છે. સતત પાણીની કમી કબજીયાતને વધુ બગાડી દે છે. 

આ લક્ષણોથી જાણો શરીરમાં થઇ ગઇ છે પાણીની કમી

શરીરમાં પાણીની કમી થતા અથવા ડિહાઈડ્રેશનના શિકાર લોકોને સામાન્ય લોકોની તુલનામાં ભૂખ ઘણી વધારે લાગે છે. તેમને કઈકને કઈક ખાવાની  ક્રેવિંગ થતી રહે છે. એવામાં અચાનક ભૂખ વધવી પણ પાણીની કમીનો સંકેત આપે છે. લો બ્લડ પ્રેશર, થાક, માથામાં દુ:ખાવો, ગભરાહટ અને વધુ ઊંઘ આવવી પણ શરીરમાં પાણીની કમી તરફ ઈશારો કરે છે. એવામાં ભરપૂર માત્રામાં પાણી પીને આ લક્ષણોને દૂર કરી શકાય છે. 

ડિહાઈડ્રેશનથી બચવાની રીત 

ડિહાઈડ્રેશનથી બચવા માટે સૌથી પહેલા તો ખૂબ પાણી પીવુ જરૂરી છે. પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે આખો દિવસ પાણી પીવો. શરીરને દરેક સમયે પાણીની જરૂર પડે છે. સવારની શરૂઆત પાણીથી કરો અને રાત્રે એક ગ્લાસ પાણી પીને ઊંઘી જાઓ. તમે પાણી પીવા માટે રિમાઈન્ડર પણ સેટ કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ