બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Deepika and Siddharth had a fight over paying the bill on a dinner date then they broke up

ના હોય! / ડિનર ડેટ પર બિલના પૈસા આપવા મામલે દિપીકા-સિદ્ધાર્થ વચ્ચે થઈ ગયો હતો ઝઘડો, પછી થયું બ્રેકઅપ

Arohi

Last Updated: 05:10 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીર સિંહ સાથે લગ્ન પહેલા દીપિકા પાદુકોણ સિદ્ધાર્થ માલ્યાને ડેટ કરી રહી હતી. બન્નેની વચ્ચે બધુ ત્યાં સુધી સારૂ રહ્યું જ્યાં સુધી તે એક રાત્રે ડિનર માટે રેસ્ટ્રોરન્ટ પહોંચ્યા હતા. ત્યાં દીપિકાને તેણે બીલ પે કરવા માટે કહી દીધુ. અને પછી...

  • જ્યારે દીપિકા પાદુકોણ સિદ્ધાર્થ માલ્યાને કરી રહી હતી ડેટ 
  • આઈપીએલ મેચ વખતે બંન્ને કરી રહ્યા હતા કિસ 
  • ડિનર ડેટના બિલને લઈને થયુ હતું બ્રેકઅપ 

દીપિકા પાદુકોણ 5 જાન્યુઆરીએ પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ગણતરી બોલિવૂડના પાવર કપલ્સમાં થાય છે. રણવીર સાથે લગ્ન કર્યા પહેલા દીપિકા સિદ્ધાર્થ માલ્યા સાથે રિલેશનશિપમાં હતી. ટૂંક સમયમાં જ દીપિકા અને જુનિયર માલ્યાની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી હોટ કપલમાં થવા લાગી હતી.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sid (@sidmallya)

IPL મેચ વખતે બન્ને એક-બીજાને કિસ કરતા જોવા મળ્યા હતા 
દીપિકા આજે રણવીર સિંહ સાથે સુખી લગ્ન જીવન માણી રહી છે. એક સમય એવો હતો જ્યારે દીપિકા પાદુકોણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ માલિકના પુત્ર સિદ્ધાર્થ માલ્યાને ડેટ કરતી હતી. તે સમય રણબીર સાથેના બ્રેકઅપ પછીનો હતો.

જ્યારે દીપિકાને મિત્ર અને પ્રેમના નામે સિદ્ધાર્થનો સહારો મળ્યો હતો. દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યાની જોડીની સૌથી વધુ ચર્ચા ત્યારે થઈ જ્યારે બંને સ્ટેડિયમમાં IPL મેચ દરમિયાન એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. તેઓ IPL પાર્ટીઓ અને અન્ય જાહેર કાર્યક્રમોમાં પણ સાથે જોવા મળ્યા હતા.

સિદ્ધાર્થનું વર્તન થઈ ગયુ હતું અજીબ: દીપિકા 
અને ત્યાં સુધી બંને વચ્ચે બધુ બરાબર ચાલતું હતું, પરંતુ એક દિવસ અચાનક દીપિકાએ તેના બ્રેકઅપની ખબર અનાઉન્સ કરી હતી. એવું કહેવાય છે કે દીપિકાએ તેનું કારણ ક્લાસ અને સ્ટેટને ગણાવ્યું હતું. ત્યારપછી દીપિકાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, 'મેં ઘણો પ્રયત્ન કર્યો હતો કે રિલેશનશિપ બની રહે પરંતુ હાલના સમયમાં સિદ્ધાર્થનું વર્તન અજીબ થઈ ગયું છે.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sid (@sidmallya)

ડિનર ડેટ પર બીલ ભરવા કહ્યું 
દીપિકાએ સિદ્ધાર્થના આ વર્તન પર ખુલીને વાત કરી જે તેને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. એક ઈન્ટરવ્યુંમાં તેણે કહ્યું, 'છેલ્લી વખત જ્યારે અમે ડિનર ડેટ પર ગયા ત્યારે તેણે મને બિલ ચૂકવવાનું કહ્યું. તે મારા માટે ખૂબ જ શરમજનક હતું. મારી પાસે આ સંબંધને સમાપ્ત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો કારણ કે આ રિલેશનશિપને હોલ્ડ કરીને રાખવા માટે મારી પાસે કંઈ જ બચ્યું ન હતું.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sid (@sidmallya)

આ વિશે સિદ્ધાર્થે પણ આપી હતી પ્રતિક્રિયા 
કહેવાય છે કે દીપિકાના આ નિવેદન બાદ સિદ્ધાર્થે પણ પોતાની વાત રાખી હતી. તેના વિશે વાત કરતાં સિદ્ધાર્થે કહ્યું, 'દીપિકા એક ક્રેઝી છોકરી છે. મેં તેને કહ્યું કે જેવુ મારા પિતાનું દેવુ ઓછુ થઈ જશે અને સરકાર તેમને ફ્રી કરી દેશે હું તેમના પૈસા પરત કરી દઈશ. પરંતુ તે તેને સેટલ કરવા માટે તૈયાર જ ન હતી.

સિદ્ધાર્થે ગણાવ્યા હતા મોંઘા ગિફ્ટસ, વેકેશન અને પાર્ટીઓના ખર્ચ 
સિદ્ધાર્થે એમ પણ કહ્યું હતું કે, 'દીપિકા કદાચ એ સમય ભૂલી ગઈ છે જ્યારે હું તેને મોંઘા ડાયમન્ડ્સ, લક્ઝુરિયસ બેગ્સ ગિફ્ટ કરતો હતો. મેં તેના વેકેશન પર ઘણા પૈસા ખર્ચ્યા છે અને તેના વતી તેના મિત્રો માટે પાર્ટીઓ હોસ્ટ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ