બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Dedyapada police reconstructed the firing incident with Chaitar Vasavan: Will appear in court after completion of remand

પૂછપરછ / ચૈતર વસાવાને સાથે રાખી ડેડીયાપાડા પોલીસે ફાયરિંગની ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન: રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં કરાશે હાજર

Vishal Khamar

Last Updated: 06:20 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમ્યાન ચૈતર વસાવાને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ચૈતર વસાવાએ કરેલા હવામાં ફાયરિંગ અંગે તપાસ હાથ ધરાશે.

  • ધારાસભ્ય ચૈતર વસાવાનાં રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા
  • ચૈતર વસાવાને સાથે રાખી પોલીસે ઘટનાનું કર્યું રિકન્ટ્રક્શન 
  • રિમાન્ડ બાદ પોલીસ જરુરી માહિતી મેળવી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે

 ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ વન કર્મીને માર મારવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. ત્યારે એક મહિનાનાં લાંબા સમય બાદ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. જે બાદ પોલીસ દ્વારા ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે કોર્ટે ચૈતર વસાવાનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે રિમાન્ડ દરમ્યાન ચૈતર વસાવાને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું હતું. 

તો છૂટ આપી દેવી જોઇએ, જેથી દારૂ સારો ક્વૉલિટીવાળો અને સસ્તો મળે',  દારૂબંધીને લઇ MLA ચૈતર વસાવાના ગંભીર આરોપ | There are bootleggers around  him Chaitar Vasavas serious ...

રિમાન્ડ પૂર્ણ થતા ચૈતર વસાવાને કોર્ટમાં હાજર કરાશે
તેમજ પોલીસ બંદોબસ્ત સાથે તેમનાં ઘરે અને ખેતરમાં રિકન્ટ્રક્શન કર્યું હતું. ધારાસભ્યએ કરેલા ફાયરિંગ અંગે તપાસ હાથ ધરી હતી. વન અધિકારી પાસેથી લીધેલા પૈસા ક્યાં છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.  ત્યારે છેલ્લા 40 દિવસ ચૈતર વસાવા ક્યાં હતા. તેની પણ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. રિમાન્ડ બાદ પોલીસ જરૂરી માહિતી મેળવી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. ત્યારે રિમાન્ડ પુરા થતા ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કરાશે. 

આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દેતા ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાયા બાદ છેલ્લા એક માસથી તે ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. જે બાદ ચૈતર વસાવાએ હાઇકોર્ટેમાં જામીન અરજી મુકતા હાઈકોર્ટે  ચૈતર વસાવાની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. જે બાદ ચૈતર વસાવા દ્વારા વીડિયો વાયરલ કરી પોલીસ સમક્ષ હાજર થવાનું જાહેર કરતા પોલીસ દ્વારા ચૈતર વસાવાને ઝડપી લેવા પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. તેમજ ડેડીયાપાડા જતા તમામ વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું.

જાણો સમગ્ર મામલો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ દોડી ગયા હતા. જ્યા કામગીરી અટકાવી હતી. આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બીચકાયો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા પોલીસ ફરિયાદ ઉઠી હતી અને અમુક લોકોની ધરપકડ પણ થઈ હતી. જે સમગ્ર મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ વિન વિભાગે ફરિયાદ નોંધી હતી. ત્યારે બાદ ચૈતર વસાવા વન વિભાગની પકડથી દૂર હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ