બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / death Mysterious death woman GG hospital family police investigation

જામનગર / અન્ય મહિલા દર્દીએ ગળુ દબાવી હત્યા કરી? જીજી હોસ્પિટલમાં મહિલાનું ભેદી મોત, પરિવારજનોના આરોપથી પોલીસ તપાસનો ધમધમાટ

Kishor

Last Updated: 04:44 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરની જી.જી હોસ્પીટલમાં ત્રીજા માળે આવેલ માનસિક રોગના વોર્ડમાં સારવાર લઈ રહેલી મહિલાનું મોત નીપજ્યું છે જેને લઈને પરિવારજનોએ અન્ય મહિલા દર્દી પર આરોપ લગાવતા તંત્ર દોડતું થયુ છે.

  • જામનગરની જી.જી હોસ્પીટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત 
  • મૃતકના પરિવારજનોએ લગાવ્યા અન્ય મહિલા દર્દી પર આરોપ
  • પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

જામનગરની જી.જી હોસ્પીટલ વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. હોસ્પિટલમાં નવી બિલ્ડીંગના ત્રીજા માળે માનસિક રોગના વોર્ડમાં ગઈકાલે એક મહિલાનું ભેદી મોત નીપજ્યું હતું. ત્યારબાદ મૃતકના પરિવારજનોએ અન્ય દાખલ મહિલા દર્દી પર આક્ષેપ કરતા સનસનાટી મચી જવા પામી છે. અન્ય મહિલા દર્દીએ મહિલાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યાના આક્ષેપ થતા સમગ્ર મામલે તાપસ તેજ બની છે. હાલ પોલીસે મૃતક મહિલાના પતિના નિવેદન અને સીસીટીવી આધારે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.


મૃતક મહિલાના પરિવારજનોના ધગધગતા આરોપ
 
જીજી હોસ્પિટલના માનસિક વોર્ડમાં મધુબેન અશોકભાઈ ભટીજાણી લાંબા સમયથી સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન 40 વર્ષીય મહિલાનું ગતરાત્રીના શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જેમાં પોલીસે નોંધ્યું છે કે મૃતક મહિલા છેલ્લા 25 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય જેને સારવાર દરમિયાન કોઈપણ કારણોસર આખરી શ્વાસ લેતા તેનું મોત થયું હતું. જો કે મૃતક મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે અન્ય દાખલ મહિલા દર્દીએ મધુબેનનું ગળું દબાવતા તેણીનું મોત નીપજ્યું છે. આ આક્ષેપને પગલે તંત્ર દોડતું થયું છે અને મહિલના મોત પાછળ સાચું કારણ શું તે જાણવા પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરાઈ છે.

હોસ્પિટલના ડીન નંદની દેશાઈએ કહ્યું કે...

બીજી બાજુ જામનગર જી.જી.હોસ્પિટલના ડીન નંદની દેશાઈએ આ મામલે જણાવ્યું હતું કે, ગળું દબાવી હત્યા કરાઈ હોવાના આક્ષેપને લઈને પીએમ કરાયું છે. જો કે પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતક મહિલાના શરીર પર કોઈ નિશાન મળ્યા નથી. જેથી હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ