બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / dead body found near ubhrat beach in navsari

દુર્ઘટના / ધૂળેટીની રાત્રે ઉભરાટ બીચ પર ડૂબેલા 3 યુવાનોના મૃતદેહ મળી આવ્યા, 2 સુરત અને એક નવસારીનો રહેવાસી

Khyati

Last Updated: 03:08 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધૂળેટીની મોડી રાત્રે ઉભરાટ બીચમાં ડૂબેલા 3 યુવાનોના મળી આવ્યા મૃતદેહ

  • ધૂળેટીમાં નવસારીના ઉભરાટ બીચની ઘટના
  • 3 યુવાનોના ડૂબ્યા હોવાનુ આવ્યુ હતુ સામે
  • ત્રણેય યુવકોના મળી આવ્યા મૃતદેહ 

ધૂળેટી એટલે રંગોનો પર્વ. આનંદ અને ઉલ્લાસનો પર્વ પરંતુ આ દિવસે અનેક પરિવારમાં શોકની લાગણી ફરી વળી.ધૂળેટી રમ્યા બાદ નદી કે દરિયામાં ન્હાવા પડેલા યુવકો મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું  હતું. ત્યારે નવસારીના ઉભરાટ બીચ પર ત્રણ યુવાનો ડૂબવાની ઘટના સામે આવી હતી.  ધૂળેટીની મોડી રાત્રે યુવકો દરિયામાં ડૂબી ગયા હતા. જેની ભારે શોધખોળ બાદ મૃતદેહ મળી આવતા શોકની લાગણી ફરી વળી છે. આ ત્રણેયમાંથી 2 યુવાનો સુરત અને એક યુવક નવસારીનો રહેવાસી હતો. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનુ છે ેક તહેવાર આનંદ અને ઉત્સાહ લાવે છે પરંતુ આપણી બેદરકારી અને મસ્તીને કારણે તહેવાર માતમમાં ફેરવાતા વાર નથી લાગતી.

દ્વારકાના ભાણવડમાં 5 યુવકના ડુબી જતા મોત

દ્વારકાના ભાણવડમાં ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો. ભાણવડમાં આવેલા ત્રિવેણી સંગમ ખાતે નદીમાં ન્હાવા પડેલા 5 યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું હતું આ પાંચેય યુવાનો ધૂળેટી રમ્યા બાદ નદીમાં ન્હાવા ઉતર્યા હતા. એક સાથે પાંચેય યુવકો ડૂબી જતા સમગ્ર પંથકમાં એરરાટી પ્રસરી ગઇ હતી.

Caption

કઠલાલઃ મહીસાગર નદી ડેમમાં 4 યુવકો ડૂબ્યા, 3 મૃતદેહ મળી આવ્યા

આ તરફ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ચાર યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાંથી 3 યુવકના મૃતદેહને બહાર કઢાયા હતા.. અન્ય એકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વણાંકબોરીમાં ધૂળેટી પર્વને લઇને મેળો ભરાયો હતો. અહીં લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. ધૂળેટી રમ્યા બાદ ચારેય યુવકો નદીમાં ન્હાવા પડ્યા અને આ ઘટના બની હતી.

લુણાવાડાઃ મહીસાગર નદીમાં 2 યુવકોના ડૂબી જતા મોત

મહીસાગર નદીમાં લુણાવાડાના હાડોડ નજીક 2 યુવકોના ડૂબી જતા મૃત્યુ થયા છે. ઢેસિયા ગામના બે યુવકો હાડોડ નજીક નદીમાં ડૂબ્યા છે. આજે કુલ મહીસાગર નદીમાં કુલ 6 યુવકો ડૂબ્યા છે. વણાકબોરી નજીક પણ 4 યુવકો ડૂબ્યા હતા. આમ રાજ્યમાં ધૂળેટીના દિવસમાં કુલ 10 લોકોના નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયા હતા.  જોકે હજુ કેટલાક ડુબેલા યુવકોની હજુ શોધખોળ શરૂ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ