બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / David Warners Big Comeback IPL Captaincy Know the Story of the Struggle

ક્રિકેટ / ડેવિડ વોર્નરનું ધમાકેદાર કમબેક: એકસમયે IPLમાં જ થયો હતો અપમાનિત, છીનવી લેવાઈ હતી કેપ્ટનશિપ, જાણો સંઘર્ષની કહાણી

Arohi

Last Updated: 06:01 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLના આગામી સીઝન માટે ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ડેવિડ વોર્નર IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદના પણ કેપ્ટન રહી ચુક્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે કેપ્ટન અને બેટર ડેવિડ વોર્નરે જે ઉપલબ્ધિ હાસિલ કરી તે દરેક યુવા ક્રિકેટર માટે મિસાલ છે.

  • IPLની આગામી સીઝનમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન હશે ડેવિડ વોર્નર 
  • વોર્નર IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદના પણ કેપ્ટન રહી ચુક્યા છે
  • દરેક યુવા ક્રિકેટર માટે ડેવિડ વોર્નરે ઉભી કરી મિસાલ 

દિલ્હી કેપિટલ્સે ઈન્ડિયાન પ્રીમિયમ લીગના આગામી સીઝન માટે ઓસ્ટ્રેલિયાઈ ઓપનર ડેવિડ વોર્નરને પોતાની ટીમનો કેપ્ટન નિયુક્ત કરી દીધો છે. વોર્નરે ઋષભ પંતની જગ્યા લઈ લીધી છે. જે રોડ એક્સીડેન્ટમાં ઘાયલ થયા બાદ ક્રિકેટિંગ એક્શનથી દૂર છે. 

પંત આઈપીએલની સાથે જ અમુક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ્સથી બહાર રહેવા જઈ રહ્યા છે. તેની સાથે જ દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલને આઈપીએલ 2023 માટે ઉપ કેપ્ટનની જવાબદારી આપી છે. 

SRHએ કર્યો વોર્નરની સાથે ખરાબ વહેવાર 
36 વર્ષના ડેવિડ વોર્નર ઈન્ટરનેશનલ ક્રિકેટ અને આઈપીએલમાં એક ઓળખીતું નામ છે અને તે દિલ્હી કેપિટ્લસ ઉપરાંત સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પણ રમી ચુક્યા છે. 

સનરાઈઝર્સ હૈદરાબાદ માટે કેપ્ટન અને બેટર ડેવિડ વોર્નરે જે ઉપલબ્ધિઓ મેળવી તે દરેક યુવા ક્રિકેટર માટે મિસાલ છે. પરંતુ વોર્નરની સાથે જે વહેવાર કરવામાં આવ્યો તેની આશા કોઈ ફેન્સને ન હતી. 

ખરાબ પ્રદર્શનના કારણે છોડવી પડી કેપ્ટન્સી 
આઈપીએલ 2021ના પહેલા ચરણમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ વોર્નરને કેપ્ટન્સીમાંથી હાથ ધોવો પડ્યો હતો. ત્યાર બાદ કેન વિલિયમસનને હૈદરાબાદ મેનેજમેન્ટની ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. 

તે સમયે એવી ખબર સામે આવી હતી કે ટોમ મૂડી અને ડેવિડ વોર્નરની બિલકુલ નથી બનતી. અહીં સુધી મીડિયામાં SRH ટીમ મેનેજમેન્ટની તરફથી વોર્નરની સાથે ખરાબ વહેવારની ખબર સામે આવી અને પછી સીઝન પુરી થયા બાદ બન્નેનો સબંધ ખતમ થઈ ગયો. 

વોર્નરનું નબળુ પ્રદર્શન 
એક મુકાબલામાં વોર્નર સનરાઈઝર્સની ડગઆઉટથી ખૂબ દૂર જઈને સીડિઓ પર બેસી ગયા હતા. તેનાથી એવી વાતોએ જોર પકડ્યું હતું કે વિલિયમસનને તો સનરાઈઝર્સ હૈદરાબાદે વોર્નરની જગ્યાએ કેપ્ટન બનાવી દીધો હતો. પરંતુ તે પણ કોઈ ખાસ કમાલ ન કરી શક્યા અને 2021માં 2022ના સીઝનમાં સનરાઈઝર્સનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું. 

2016માં જીતી હતી ટ્રોફી 
ડેવિડ વોર્નરની કેપ્ટનસીમાં જ સનરાઈઝર્સ હૈદરાબાદે વર્ષ 2016માં ઈન્ડિયન પ્રીમિયર લીગની ટ્રોફી પોતાના નામે કરી હતી. વોર્નરે વર્ષ 2014માં SRHને જોઈન કર્યું અને 2021ની સીઝન છોડીને વોર્નરને સનરાઈઝર્સ માટે પોતાની દરેક સીઝનમાં 500થી વધારે રન કર્યા. 

તેમ છતાં સનરાઈઝર્સે આઈપીએલ 2022ના ઓક્શન પહેલા રિલીઝ કરી દીધુ હતું. વોર્નરે સનરાઈઝર્સ માટે 95 મેચોમાં 49.55ની સરેરાશથી 4014 રન બનાવ્યા જેમાં બે સેન્ચુરી અને 40 હાફ સેન્ચુરી સામેલ છે. વોર્નર સનરાઈધર્સ માટે સૌથી વધારે રન બનાવનાર પ્લેયર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ