બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Daughters of this community get right to ancestral property for first time, landmark judgment of High Court

સમાનતા / ભેદભાવ ટળ્યો ! આ સમુદાયની દીકરીઓને પહેલી વાર મળ્યો પૈતૃક સંપત્તિમાં હક, હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Hiralal

Last Updated: 05:32 PM, 24 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડ હાઈકોર્ટે ઉરાંવ જનજાતિની દીકરીઓને લઈને એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.

  • ઝારખંડ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
  • ઉરાંવ આદિવાસીઓની દીકરીઓ માટે મહત્વનો ચુકાદો
  • અત્યાર સુધી ઉરાંવ સમુદાયની દીકરીઓને નહોતો પિતાની સંપત્તિમાં હક 

ઝારખંડની ઉરાંવ જનજાતિ સમુદાયમાં અત્યાર સુધી દીકરીઓને પિતાની સંપત્તિમાં હક નહોતો પરંતુ હવે પહેલી વાર હાઈકોર્ટે દીકરીઓને પણ પિતાની સંપત્તિમં દીકરા જેટલો સમાન હક હોવાનો એક ઐતિહાસિક ચુકાદો આપીને સમાનતાનું ઉદાહરણ આપ્યું છે. ઝારખંડની ઉરાંવ દીકરીઓ પર એક ઐતિહાસિક ચુકાદો જાહેર કરતા હાઈકોર્ટે એવું કહ્યું કે દીકરીઓને પણ દીકરીઓની જેમ પિતાની સંપત્તિમાં હક રહેશે. ઝારખંડ હાઈકોર્ટે અરજીકર્તા પ્રભા મિંજ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ ચુકાદો આપ્યો હતો. 

રૂઢિગત કાયદામાં ઉરાંવ  પુત્રીઓને પૈતૃક સંપત્તિમાં હક નથી તેવા ટ્રાયલ કોર્ટનો ચુકાદો ઉથલાવ્યો હાઈકોર્ટે 

અરજદાર પ્રભા મિંજે ટ્રાયલ કોર્ટમાં ફેમિલી પ્રોપર્ટીમાં હિસ્સો મેળવવા માટે અરજી કરી હતી. પરંતુ ટ્રાયલ કોર્ટે આ અરજીને એમ કહીને ફગાવી દીધી હતી કે રૂઢિગત કાયદામાં ઉરાંવ  જનજાતિની પુત્રીઓને પૈતૃક સંપત્તિમાં હિસ્સાની જોગવાઈ નથી. જે બાદ અરજદારે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. 

ઉરાંવની દીકરીઓને પણ રહેશે પિતાની સંપત્તિમાં હક 

હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને ઉથલાવી નાખતા કહ્યું કે  ઉરાંવ જનજાતિમાં હવે દીકરીઓનો પણ પુત્રની જેમ જ પૈતૃક સંપત્તિ પર હિસ્સો હશે. અરજીદાર તરફથી હાજર રહેલા વકીલ રાહુલ કુમાર ગુપ્તાએ કહ્યું કે કોર્ટના નિર્ણયની અસર દૂર-દૂર સુધી જોવા મળશે. તેમણે કહ્યું કે રૂઢિગત કાયદાને કારણે દીકરીઓ પૈતૃક સંપત્તિમાં હિસ્સાને લઈને ઘણી મુશ્કેલીનો સામનો કરી રહી હતી.

શું છે મામલો 

આ કેસના અરજદાર પ્રભા મિંજે જણાવ્યું હતું કે રાંચીમાં તેમની પાસે 11 એકર 35 ડિસ્મિલ પૈતૃક જમીન હતી. પ્રભા મિંજને ત્રણ બહેનો છે, તેને કોઈ ભાઈ નથી. આવી સ્થિતિમાં સ્થાનિક દલાલે ખોટા દસ્તાવેજો બનાવી લગભગ અડધી જમીન બે પક્ષકાર ઊભા રાખીને વેચી દીધી હતી. આ પાર્ટીઓમાંની એક પાર્ટી ચાઈબાસાના માઇકલ મિન્ઝ અને આર્થર મિન્ઝ હતા, જેઓ કોલકાતામાં રેલવેના કર્મચારી હતા. સાથે જ બીજો પક્ષ ગિરિડીહનો હતો જેમાં અજય મિંજ અને અરૂણ મિંજને માલિક બનાવી જમીન વેચી દેવામાં આવી હતી.અરજદાર પ્રભા મિંજે જણાવ્યું હતું કે, તેમણે માહિતી અધિકાર (આરટીઆઇ) દ્વારા ચાઇબાસાના વતની એવા બે લોકોના સર્વિસ ડોક્યુમેન્ટ્સ કાઢીને કોર્ટમાં રજૂ કર્યા હતા. તેણે કહ્યું કે તે મૂળ રૂપે ખતિયાની લિન્ડા સમુદાયની છે. બંને પક્ષો મિન્ઝ સમુદાયના છે જ્યારે ખોટી રીતે જમીનના માલિક બન્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ