બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સંબંધ / dating tips always keep these things in mind during dating otherwise your life

Dating Tips / ડેટિંગ પર જતા પહેલાં ધ્યાનમાં રાખજો આ 5 બાબતો, નહીં તો એકઝાટકે સંબંધમાં આવી જશે ખટાશ

Bijal Vyas

Last Updated: 10:47 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dating Tips:જો તમે પણ કોઇને ડેટ કરી રહ્યાં છો કે ડેટ કરવાની ઇચ્છા રાખો છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો નહીં તો તમારી જીંદગી ખરાબ થઇ શકે છે.

  • ડેટિંગની શરૂઆત આકર્ષણથી જ થાય છે
  • તમારો પાર્ટનર બળજબરીથી તમારા પર પોતાનો અભિપ્રાય થોપે તો થઇ જાઓ એલર્ટ
  • શરુઆતમાં કોઇ પણ પર્સનલ ફાઇનાશિયલ ઇનફોરમેશન શેર ના કરો

Dating Tips:પ્રેમ મોહબ્બતની શરુઆત કરવા માટે ડેટિંગ આજકાલ ફેશનમાં છે. જો કે અનેકવાર  ડેટિંગ દરમિયાન અમુક લોકો એવી ભૂલો કરી બેસે છે, જેના કારણે તેઓને ખૂબ જ પછતાવો થાય છે. જો તમે પણ કોઇ ડેટ કરી રહ્યા છો કે પછી ડેટ કરવાની ઇચ્છા રાખો છો, તો મનમાં અમુક વાતોનું ગાંઠ બાંધી લો. ભલે પછી તે છોકરો હોય કે છોકરી, ગમે તેટલુ ખૂબસુરત કે સ્માર્ટ કેમ ના હોય જો તેમાં પાંચ વસ્તુ નજર આવે છે તો તમારા સંબંધમાંથી નિકળી જવુ વધારે સારુ રહેશે. 

1. બિહેવિયર(વર્તન)
કોઈ પણ સંબંધ પ્રેમ સાથે જ લાંબો સમય ટકી શકે છે, જ્યારે તમને સામેની વ્યક્તિ તરફથી સન્માન મળે. જો સામેની વ્યક્તિ તમને માન ન આપતી હોય, તમારા પ્રત્યે તેનું વર્તન અસભ્ય કે ખૂબ જ ગુસ્સાવાળું હોય તો સાવધાન થઈ જાવ અને તરત જ સંબંધમાંથી બહાર નીકળી જાઓ. અન્યથા જો તમે સંબંધને આગળ વધારશો તો તમને આગળ જતા મુશ્કેલી પડી શકે છે. ઘણી વખત આપણે જેને ગમતા હોય તેનું ખરાબ વર્તન સહન કરી લઈએ છીએ, પરંતુ આ સહનશીલતા તમારા ભાવિ જીવનની શાંતિ છીનવી શકે છે.

ટીપ્સ: પાર્ટનરનું દિલ જીતવું છે? બસ આ રીતે કરી દો પ્રપોઝ, જવાબ હા મળશે |  relationship tips best romantic ways to propose your partner

2. સંબંધને છુપાવવા વાળા
જો તમે કોઈને ડેટ કરી રહ્યા છો અને તમારો પાર્ટનર તેમના સંબંધને બધાથી છુપાવવા માંગે છે. જો તમને પબ્લિક પ્લેસમાં મળવાનું મન થાય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આવું ત્યારે જ થાય છે જ્યારે સામેની વ્યક્તિ તમારી સાથે ગંભીર ન હોય.

3. વાતોમાં ના આવવુ 
ડેટિંગનો અર્થ પ્રેમ નથી. પ્રેમનો અર્થ છે એકબીજાને મળવાની સાથે સાથે સારા-ખરાબ સમયમાં ઊભા રહી સાથ આપવાનો સમય. ડેટિંગની શરૂઆત આકર્ષણથી જ થાય છે, તેથી જો સામેની વ્યક્તિ તમને એવા વચનો આપતી હોય જે શક્ય ન હોય તો સમજો કે તમારી સાથે છેતરપિંડી થવા જઈ રહી છે. તેની વાતોમાં ફસાશો નહીં અને આવા લોકોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.

4. કંટ્રોલ
જો તમે ડેટિંગ કરી રહ્યા છો અને આ સમય દરમિયાન તમને લાગે છે કે તમારો પાર્ટનર બળજબરીથી તમારા પર પોતાનો અભિપ્રાય થોપી રહ્યો છે, તો એલર્ટ રહો કારણ કે તે કંટ્રોલિંગ પાર્ટનરની નિશાની છે. જો તમે હવે તેની અવગણના કરશો તો આગળ જતાં તમારી ફ્રીડમ પર પ્રતિબંધ લાગાવી શકે છે.

ટીપ્સ: પાર્ટનરનું દિલ જીતવું છે? બસ આ રીતે કરી દો પ્રપોઝ, જવાબ હા મળશે | relationship  tips best romantic ways to propose your partner

5. લાલચ
તમે ડેટિંગની શરુઆત કરી છે એને એક બે મુલાકાત બાદ જ સામે આવ્યુ કે તમારા બેંક બેલેન્સ, પૈસા, સેલરીમાં ખૂબ જ વધારે ઇન્ટરેસ્ટ લઇ રહ્યો છે કે પછી વાતો વાતોમાં પોતાની કોઇ ડિમાન્ડ જણાવે છે તો પહેલા તમે કોઇ પણ પર્સનલ ફાઇનાશિયલ ઇનફોરમેશન શેર ના કરો. કારણ કે આ લાલચી હોવાની નિશાની છે. તેવામાં તમારી સાથે છેતરપિંડી પણ થઇ શકે છે, આવા લોકોથી દૂર રહેવુ જ હિતાવહ છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ