બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / વડોદરા / dancing road of Gujarat If you go through here you will get back pain

ભ્રષ્ટાચાર ધોવાયો / ગુજરાતના આ ડાન્સિંગ રોડ! અહીંથી પસાર થશો તો કમરનો દુઃખાવો નક્કી, પણ તંત્રના પેટનું પાણી નથી હલતું

Kishor

Last Updated: 10:58 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હવામાન વિભાગની અગાહીને પગલે ખાબકેલા વરસાદે ગુજરાતના ઠેકઠેકાણે રોડ ધોઈ નાખતા આ ઉબડખાબડ રોડ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

  • ગુજરાતના રોડ પર ભ્રષ્ટાચાર ધોવાનું કામ કરતો વરસાદ
  • ખાડા લોકોના ખિસ્સા પર ભારી પડે તેવી ભીતિ  
  • પ્રથમ વરસાદે જ ઉઘાડી પાડી AMCની નબળી કામગીરી 

ભ્રષ્ટાચાર ધોઈને ખુલ્લો પાડવાનું કામ અત્યારે કોઈ કરતું હોય તો તે વરસાદ છે. જેને પગલે ગુજરાતભરના તમામ શહેરો રોડ પર મસમોટા ખાડા મોતના મો ફાડીને ઊભા હોય તેવું લાગી રહ્યું છે. જેથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને ખાડા લોકોના ખિસ્સા પર ભારી પડે તેવી ભીતિ સેવાઇ રહી છે.

લોકોના ખિસ્સા પર ભાર વધારતા `ખાડા' 
ગુજરાતમાં મેઘ રાજાની પ્રથમ સવારીમાં રાજ્યભરમાં ભ્રષ્ટાચાર છતો થઈ ગયો છે. રોડ અને બાંધકામ ક્ષેત્રે થઈ રહેલા ભ્રષ્ટાચાર અને અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોની મિલિભગતને વરસાદે ખુલ્લી પાડી દીધી છે. અમદાવાદના રાણીપ વિસ્તારના જ્યાં મેઘરાજાની પધરામણી થતાં તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. ગોકળગતિએ ચાલતી ડ્રેનેજ લાઈનનું કામ પૂર્ણ ન કરતાં વરસાદમાં સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો તંત્રને કામગીરીમાં રસના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 
 
AMCની નબળી કામગીરીને વરસાદે ખુલ્લી પાડી 
વધુમાં અમદાવાદના મણીનગરના પણ કંઈક આવા જ હાલ છે. અહીં રણજીત સોસાયટી પાસે તંત્રએ ખાડા ખોદ્યા હતા. જ્યાં વરસાદી પાણી ભરાતા રોડ બેસી ગયો હતો. વધુમાં જીવરાજપાકામાં પણ AMCની નબળી કામગીરીને વરસાદે ખુલ્લી પાડી હતી. પેટ્રોલ પંપ પાસે મસમોટો ખાડો પડતા સ્થાનિકો પરેશાન થયા હતા. સ્માર્ટ સિટી કહેવાતા વડોદરામાં વાહન ચલાવવા લાયક રોડ પણ રહ્યો નથી. સામાન્ય વરસાદમાં જ તાંદળજા વિસ્તારમાં રોડમાં મસમોટા ખાડા પડયા હતા અને ખાડા વાહનની સાથે સાથે મનુષ્યના શરીરનું મેઈન્ટેનન્સ પણ વધારે તો નવાઈ નહીં. વલસાડમાં પણ વરસાદ બાદ કંઈક આવી જ સ્થિતિ સર્જાઈ હતી. ધરમપુર-વાંસદા હાઈ-વેના આ દ્રશ્ય છે.  જ્યાં વરસાદમાં રોડમાં થયેલો ભ્રષ્ટાચાર ખુલીને સામે આવી ગયો છે.પણ હાઈ-વે પર ખાડા પડતાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.   

ભાવનગર, જામનગર, કચ્છમાં રોડ પર ઠેર ઠેર ખાડા
ભાવનગરથી જે દ્રશ્ય સામે આવ્યા છે તે તંત્રને પણ શરમાવે તેવા છે. સનાળા ગામનો રોડ છે. અને વાડી વિસ્તારમાં કાચો રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે. તેવામાં નાના ભૂલકાઓ આ ખાડામાં ઉતરીને પસાર થવા માટે મજબૂર છે અને જો તંત્રની આંખ આ દ્રશ્ય જોઈને પણ ન ઉઘડી શકતી હોય તો ગાઢ નિંદ્રામાં સુતા અધિકારીઓને કોઈ જાગૃત ન કરી શકો તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. જામનગરના હાલ પણ આવા જ છે ધ્રોલ તાલુકામાં વરસાદથી રસ્તા પર મસમોટા ખાડા પડયા છે.  વાહન ચાલકોની કમરનો દુખાવો વધ્યો છે. વરસાદમાં ધ્રોલ-જોડિયાના મુખ્ય રસ્તા પર ખાડા પડતા રોડમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સ્પષ્ટ પણે નજરે પડી હતી. કચ્છમાં પણ ઉડીને આંખે વળગે તેવો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. કચ્છના લખપતમાં ધોધમાર વરસાદથી બાલાપર પાસેનો પુલ તૂટી ગયો હતો. આ દરમિયાન એક ટ્રક પણ નદીના વહેણમાં ખાબકી હતી.ગુજરાતમાં થોડા વરસાદમાં તંત્રની પોલ ખુલી રહી છે. અને રોડ પર પડી રહેલા ખાડા લોકોના ખિસ્સા પર ભારે પડી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ