બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Dada's darshan will be from 7 kilometers away, costing 4 crores

બજરંગબલી / કિંગ ઓફ સાળંગપુર: 7 કિલોમીટર દૂરથી થશે દાદાનાં દર્શન, 4 કરોડનો ખર્ચ, પંચઘાતુથી બનેલી દેશની પહેલી મૂર્તિ, જાણો વિશેષતાઓ

Vishal Khamar

Last Updated: 07:21 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર ધામ હવે 'કિંગ ઓફ સાળંગપુર' તરીકે ઓળખાશે. ચાર કરોડનાં ખર્ચે હનુમાન દાદાની મૂર્તિ તૈયાર કરાઇ છે. ત્યારે હવે સાળંગપુર આવતા સાત કિલોમીટર દૂરથી દાદાનાં દર્શન થઇ શકશે.

  • કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ તૈયાર
  • હનુમાન દાદાની મૂર્તિ રૂ. 4 કરોડના ખર્ચે તૈયાર
  • 7 કિલોમીટર દૂરથી થશે દાદાનાં દર્શન
  • એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલમાં બેસી શકશે
  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન

 સાળંગપુર ધામ હવે 'કિંગ ઓફ સાળંગપુર' તરીકે ઓળખાશે. ચાર કરોડનાં ખર્ચે હનુમાન દાદાની મૂર્તિ તૈયાર કરાઇ છે. ત્યારે હવે સાળંગપુર આવતા સાત કિલોમીટર દૂરથી દાદાનાં દર્શન થઇ શકશે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1 લાખ 35 હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર થશે. 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખી રાખવામાં આવશે. 11,900 સ્ક્વેર ફૂટમાં બનશે વાવ અને એમ્ફી થિએટર. આ એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર સામે 62 હજાર સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવાશે. ગાર્ડનમાં 12 હજાર લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા. 55 કરોડના ખર્ચે ભોજનાલય તૈયાર કરાયું. જે 3 લાખ સ્કેવર ફૂટમાં પથરાયેલુ છે. એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલમાં બેસી શકશે. લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે આ ભોજનાલયમાં થર્મલ બેઝથી રસોઈ તૈયાર થશે. 15 હજાર લોકોની રસોઈ માત્ર એક કલાકમાં જ બને તેવી મશીનરી. હનુમાન જયંતીના દિવસે આ ભોજનાલયનું  ઉદ્ધાટન થઇ શકશે.  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે હનુમાન જયંતીનાં દિવસે ઉદ્ઘાટન થશે.

શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ સાળંગપુર ધામ હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું હનુમાન જયંતીના દિવસે થશે અનાવરણ સાથે સાથે ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે 10 હજાર થી લોકો ભોજન લઈ શકે  તેવું આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થનાર છે. જેની તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

વિરાટ 54 ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલુ
બોટાદ જિલ્લાનું  વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે શ્રદ્ધા નું બીજું નામ એટલે સાળંગપુર ધામ હવે આગામી દિવસો માં કિંગ ઓફ સાળંગપુર નામ થી પણ ઓળખાશે. કારણ કે અહીંયા લાખો  લોકોના આસ્થા આ મંદિર પર છે. લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય. ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બને અને યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમા આવે તે વાત અને સંતોના વિચાર સાથે હાલ અહીંયા વિરાટ 54 ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે મૂર્તિ હનુમાન  જયંતીની પૂર્વ સંધ્યાએ દાદાના દરબારમાં લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.

મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયા માં મુકવામાં આવી છે

આ સાથે લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે હનુમાન ચાલીસા તેમજ સાળંગપુર મંદિરનો ઇતિહાસ જાણી શકાય તે મુજબનું આયોજન મંદિર પ્રસાસન દ્રારા કરવામાં આવશે. હનુમાનજી દાદાની 54 ફૂટની આ મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયા માં મુકવામાં આવી છે. અને આ મૂર્તિ નો 30 હજાર કિલો વજન છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ છે. આ સાથે આશરે 7 કિલોમીટર દૂર થી આ મૂર્તિના લોકો દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મૂર્તિની આસપાસ આશરે 12000 લોકો એક સાથે બેસી શકે તેવા વિશાળ બગીચાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માત્ર ધર્મ પ્રેમી નહિ પણ પર્યટક સ્થળ પર ફરવા ના શોખીનો પણ અહીં આવે અને પર્યટન સ્થળ સાથે હનુમાનજી દાદાના દર્શન કરે તેવા આશ્રય સાથે સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ  તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે. 

ભોજનાલય ની વિશેષતા 

  • 55 કરોડના ખર્ચે આ ભોજનાલય બનાવવામાં આવ્યું છે 
  • 3 લાખ સ્કેવર ફૂટમાં પથરાયેલુ છે આ ભોજનાલય 
  • એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલ પર બેસીને જમી શકે છે 
  • ગુજરાતમાં સૌથી વધારે ટેકનોલોજી થી સજ્જ છે આ ભોજનાલય 
  • થર્મલ બેજ થી અહીંયા રસોઈ તૈયાર થશે અને એક સાથે 15 હજાર લોકોની રસોઈ માત્ર કલાક માં જ બની જશે તેવી મશીનરી થી સજ્જ છે 
  • હનુમાન જયંતીના દિવસે આ ભોજનાલય નું દેશના ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે ઉદ્ઘાટન થશે.

મૂર્તિની વિશેષતા .

  • ૪ કરોડ ના ખર્ચે માત્ર મૂર્તિ બની . 
  • દાદાની આ મૂર્તિ સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી દેખાવા લાગશે. 
  • કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે. 
  • 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવશે. 
  • બેઝ પર  દાદાનું જીવન ચરિત્ર કંડારતી વોલ મ્યુરલ બનાવવામાં આવશે 
  • બેઝ પર સાળંગપુરધામનો ઇતિહાસ કંડારથી વૉલ મ્યુરલથી સુશોભિત થશે. 
  • પરિક્રમા અને દાદાની મૂર્તિના મધ્યમાં 11,900 સ્ક્વેર ફૂટમાં સ્ટેપ વેલ અને એમ્ફી થિએટર બનાવવામાં આવશે. 
  • એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોનો રોમાંચ માણી શકશે. 
  • દાદાની સામેના 62000 સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવશે. 
  • આ ગાર્ડનમાં 12000 લોકો એક સાથે બેસીને દાદાના દર્શન, સભા પ્રવૃતિ, ઉત્સવ તથા સામાજિક પ્રવૃતિઓમાં ભાગ લઈ શકશે. 
  • કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ આર્ટ અને આર્કિટેક્ટનો સુભગ સમન્વય. 
  • પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે. 
  • ત્રણ-ચાર સ્ટેપમાં મૂર્તિ લગાડવામાં આવશે.
  • આ મૂર્તિ લાગ્યા બાદ આખા સાળંગપુરની કાયાપલટ થઈ જશે. 
  • દાદાની મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે એટલે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ