બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclonic circulation around Kutch, Skymet predicts rain

ચોમાસુ / કચ્છની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન, સ્કાયમેટે કરી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં બોલાવશે બઘડાટી

Vishal Khamar

Last Updated: 06:51 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશનનાં કારણે રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વરસાદની સંભાવનાં છે.

  • રાજ્યમાં હજુ પણ વરસાદની સ્કાયમેટની આગાહી
  • કચ્છની આસપાસ બનેલ સાયક્લોનિક સર્ક્યુલેશનનાં કારણે વરસાદની આગાહી
  • આગામી દિવસોમાં દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વરસાદની સંભાવના

રાજ્યમાં હજુ પણ ખાનગી હવામાન એજન્સી સ્કાટમેટ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છની આસપાસ સાયક્લોનિક સક્યુલેશનનાં કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વરસાદની સંભાવનાં છે. ત્યારે સ્કાય મેટ દ્વારા જૂનાગઢ, રાજકોટ, બોટાદ, વેરાવળ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, તાપી, નવસારી, નર્મદા, છોટાઉદેપુર તેમજ અમદાવાદમાં વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. 

ગુજરાતમાંથી ચોમાસુ વિદાય થતા હજુ થોડો સમય લાગશેઃ સ્કાયમેટ
 આ બાબતે સ્કાયમેટ દ્વારા જણાવ્યું હતું કે, કચ્છ તેમજ તેની આજુબાજુનાં વિસ્તારોમાં સાયક્લોનિક સક્યુલેશન સર્જાયું છે. આ સાયક્લોનિક સક્યુલેશનનાં કારણે જૂનાગઢ, રાજકોટ,  ગીર સોમનાથ સહિતનાં વિસ્તારમાં વરસાદ પડી શકે છે. તે સિવાયનાં બનાસકાંઠા, પાલનપુર,  ઈડર, જામનગર, મોરબી સહિતનાં વિસ્તારોમાં વરસાદની સંભાવનાં ખૂબ ઓછી છે. ત્યારે ગુજરાતમાંથી ચોમાસુ વિદાય થતા હજુ થોડો સમય લાગી શકે છે. 

રાજ્યના 23 તાલુકામાં વરસાદ
આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ચોર્યાસીમાં 3 ઈંચ, ખાંભામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. વંથલીમાં પોણો ઈંચ, ઉનામાં પોણો ઈંચ તેમજ સુરતમાં અડધો ઈંચ, વાગરામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. અંકલેશ્વરમાં અડધો ઈંચ, તાલાળામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ