બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'Cyclone will enter Gujarat with thunder and thunderstorm', Ambalal Patel predicts to stay alert

ચેતજો! / 'ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે ગુજરાતમાં વાવાઝોડું એન્ટ્રી મારશે', એલર્ટ રહેવા અંબાલાલ પટેલની આગાહી

Malay

Last Updated: 11:40 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે, વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી, વાવાઝોડું પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં વાવાઝોડું આવે છે.

 

  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
  • "માંડવી આસપાસ વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા"
  • "વાવાઝોડા દરમિયાન 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે"

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું વધુ પ્રચંડ બની રહ્યું છે. આ વાવાઝોડાનો ઝુકાવ ગુજરાત તરફ જોવા મળી રહ્યો છે. બિપોરજોયને લઈને અત્યારનું મોટું અપડેટ સામે આવ્યું છે. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર અને દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય માંડવી આસપાસ લેન્ડફોલ કરશે. સાથે જ વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 150 કિમીની આસપાસ રહી શકે છે.

Topic | VTV Gujarati

આ વાવાઝોડાને હળવાથી ન લેતાઃ અંબાલાલ
આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડા અંગે જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી. પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું આવી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. માંડવીની આસપાસ વાવાઝોડાના લેન્ડફોલ થવાની શક્યતા છે. વાવાઝોડા દરમિયાન 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 

'ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું આવશે'
અંબાલાલ પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાવાઝોડાની વધુ અસર થશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી 2 દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડામાં માલહાનિની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.

ગુજરાત પર તોળાતું સંકટ: વિકરાળ બન્યું બિપોરજોય વાવાઝોડું, દ્વારકા-પોરબંદરની  આટલી નજીક પહોંચ્યું, દરિયાકાંઠે હાઈઍલર્ટ | Cyclone Biporjoy is moving ...

15 જૂન ગુજરાત માટે 'ભારે'
બિપોરજોય વાવાઝોડાની અસર ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ અસર દેખાશે. વાવાઝોડાના કારણે 15 જૂને ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે તો કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. સાથે જ ગુજરાતમાં 14થી 17 જૂન સુધી હળવો વરસાદ જોવા મળશે.

દરિયા કાંઠાના વહીવટી તંત્રને એલર્ટ અપાયું 
આપને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે. તેમ તેની સીધી અસર દરિયાકાંઠે જોવા મળી રહી છે, બિપોરજોય વાવાઝોડું છે અતિ પ્રચંડ બની શકે છે. આગામી 15મી જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરવાની શક્યતા છે. ગુજરાતના તમામ દરિયા કાંઠાના વહીવટી તંત્રને એલર્ટ અપાયું છે. પોરબંદર, જામનગર, ઓખા, સલાયા, મુન્દ્રા, માંડવી અને જખો પોર્ટ ઉપર નવ નંબરનું અતિભય જનક સિગ્નલ લગાવાયું છે. કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે 144મી કલમ લગાવવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Cyclone Cyclone 'Biporjoy' અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં વાવાઝોડું ગુજરાતી ન્યૂઝ વાવાઝોડાનો ખતરો Meteorologist Ambalal Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ