બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone threat increased over Gujarat, Cyclone nearer to Kutch

કુદરતી સંકટ / ઍલર્ટ! કચ્છથી વધુ નજીક પહોંચી ગયું આક્રમક વાવાઝોડું, હવે માત્ર આટલાં કિમી જ દૂર, સાંજ સુધીમાં આફત બનીને ત્રાટકશે!

Malay

Last Updated: 09:56 AM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Cyclone Update: ગુજરાત પર વાવાઝોડાનો ખતરો વધ્યો છે. વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોચ્યું છે. બિપોરજોય જખૌથી માત્ર 180 કિમી દૂર અને દ્વારકાથી 210 કિમી દૂર છે.

  • ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ
  • કચ્છથી વધુ નજીક પહોચ્યું વાવાઝોડું
  • જખૌથી માત્ર 180 કિમી દૂર વાવાઝોડું
  • કેટલાક વિસ્તારોમાં વાદળ ફાટવાની શક્યતા 

અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળા વાવાઝોડા બિપોરજોયને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. IMD દ્વારા જણાવ્યા અનુસાર, બિપોરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોંચ્યું છે. બિપોરજોય વાવાઝોડું જખૌથી માત્ર 180 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી, પોરબંદરથી 290 કિમી, કરાંચીથી 270 કિમી દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફુંકાશે.

 

ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર
વાવાઝોડું ગુજરાતની નજીક આવતા દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સાથે જ દરિયમાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ગીર સોમનાથમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટીમો તૈનાત
NDRFએ તોફાનનો સામનો કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટીમો તૈનાત કરી છે. ગુજરાતમાં 18 ટીમો એક્ટિવ રહેશે. આ ઉપરાંત એક ટીમ દાદર અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં પણ ટીમ હાજર રહેશે. ગુજરાતની વાત કરીએ તો NDRFની 4 ટીમો ગુજરાતના કચ્છ જિલ્લામાં, ત્રણ ટીમ રાજકોટમાં અને ત્રણ ટીમ દ્વારકામાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના જામનગરમાં બે ટીમો, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વલસાડ અને ગાંધીનગરમાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં 14 ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાંથી 5 ટીમને મુંબઈમાં તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. દરેક ટીમમાં લગભગ 35-40 કર્મચારીઓ છે. 

ગુજરાતના માથે મંડરાતો ખતરો: કેન્દ્ર સરકારે મોકલી NDRFની વધુ 2 ટીમો, 150  કિમીની ઝડપે વાવાઝોડું ટકરાવાની શક્યતા | Central Govt sends 2 more NDRF  teams to Gujarat, 150 km ...

આજે ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 જૂને અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વમાં ઘણી હલચલ જોવા મળશે. દરિયામાં 9 ફૂટથી લઈને 20 ફૂટ સુધીના તોફાની મોજા ઉછળશે. દરિયામાં હાઈ-ટાઈડ આવવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. ખતરો માત્ર દરિયામાંથી ઉછળતા મોજા અને તોફાનોનો જ નથી, હવામાન વિભાગ દ્વારા મુશળધાર વરસાદનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં રેકોર્ડબ્રેક વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વાદળ ફાટવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Image

આ જિલ્લામાં ભારે પવન ફૂંકાશે 
મોરબીમાં 125થી 150 કિમી પ્રતિ કલાક, જામનગરમાં 120થી 140 કિમી પ્રતિ કલાક, દ્વારકામાં 120થી 145 કિમી પ્રતિ કલાક, જૂનાગઢમાં 100થી 120 કિમી પ્રતિ કલાક, પોરબંદરમાં 100થી 120 કિમી પ્રતિ કલાક, રાજકોટમાં 100થી 120 કિમી પ્રતિ કલાક, ભાવનગરમાં 60થી 70 કિમી પ્રતિ કલાક, સુરેન્દ્રનગરમાં 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 

દરેકની નજર બિપોરજોય વાવાઝોડા પર
બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપોરજોય વાવાઝોડા પર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ