બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / Cyclone 'Hamoon' impact, heavy rain forecast in these states, good news for housewives, one team out of World Cup semi-final race

2 મિનિટ 12 ખબર / વાવાઝોડા 'હામૂન'ની અસર, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગૃહિણીઓ માટે ગુડ ન્યૂઝ, વર્લ્ડ કપમાં એક ટીમ સેમીફાઇનલની રેસમાંથી બહાર

Vishal Khamar

Last Updated: 11:24 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન હામૂનને લઈ હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરી છે. તો મેચ બાદ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, રવિવાર પહેલા યોજાયેલી મેચોમાં પણ મોહમ્મદ શમીને રમાડવો જોઈતો હતો.

After Tej, now Cyclone Hamoon has increased the tension, the next 24 hours will be important

ભારતને અડીને આવેલા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે બે ચક્રવાતી તોફાન મંડરાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આ વાવાઝોડાને ગંભીર તરીકે વર્ગીકૃત કર્યા છે અને તેના સંબંધમાં ચેતવણી જાહેર કરી છે. આ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના રાજ્યો તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાનનું નામ હામૂન નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાનનું નામ તેજ રાખવામાં આવ્યું છે.

Good news edible oil prices dropped in gujarat, know today's latest rates

સિંગતેલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો જોવા મળતો હતો પરંતુ તેજ ગતિ થતાં વધારા વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં ડબ્બાએ રૂ.80 નો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ કપાસિયા તેલના ભાવમાં ડબ્બાએ રૂ.20 નો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે સિંગતેલના ડબ્બાના ભાવ 2820 રૂપિયા થયા તો કપાસિયા તેલના ડબ્બાના ભાવ 1500 રૂપિયા થયા છે. 

The GPC Infra company that built the bridge in Palanpur of Banaskantha has been there before

બનાસકાંઠાના પાલનપુરમાં RTO સર્કલ પાસે નિર્માણાધીન બ્રિજના સ્લેબ ગતરોજ ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. બ્રિજના લોકાર્પણ પહેલા જ બ્રિજના સ્લેબ ધડામ દઈને તૂટી પડતા NHAIના અધિકારીઓ અને પોલીસની ટીમ દોડતી થઈ હતી. આ બ્રિજ દુર્ઘટનામાં પાલનપુરના બે યુવકો કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યાં હતા. પાલનપુર બ્રિજ દુર્ઘટના મામલે સરકારના આદેશ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. R&B વિભાગના અધિકારીઓ અને NHAIના અધિકારીઓ દ્વારા દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. દિયોદર DySP ડી.ટી.ગોહિલને આ કેસની તપાસ સોંપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, GPC ઈન્ફ્રા કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. 

Increasing force of heart attack in Gujarat! On Tuesday, 4 people's heart stopped, one complained of chest pain and one died...

રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અને હાર્ટએટેકને કારણે થતા એક બાદ એક મોતની ઘટનાએ ચિંતા વધારી છે. ત્યારે બુધરાવે ફરી રાજ્યમાં સુરત, અમદાવાદ, જેતપુર, મહેસાણામાં હાર્ટ એટેક એક જ દિવસમાં 4 લોકોના મોત થયા છે.

ગાંધીનગર પંચાયત વિભાગે રાજ્યમાં તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 164 તાલુકા વિકાસ અધિકારીઓનાં બદલીનાં આદેશ કર્યો છે. જ્યારે 19 તાલુકા વિકાસ અધિકારીઓને પ્રમોશન અપાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા ક્લાસ-2 નાં અધિકારીઓને બદલી તેમજ બઢતી આપવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં કલેક્ટર તેમજ પોલીસ બેડામાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાશે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 

Uproar in Congress over tickets in Madhya Pradesh: Angry workers call for Ramdhun

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોના નેતાઓમાં નારાજગી સામે આવી છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશના ભોપાલમા કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળતા સ્થાનિક નેતાએ હવે ભજનમંડળી થકી રામધૂન બોલાવી પોતાનો વિરોધ પ્રગટ કર્યો છે. નોંધનીય છે કે, આ જ નેતાએ અગાઉ કોંગ્રેસના કમલનાથની જીત માટે હનુમાન ચાલીસાનો પાઠ કરાવ્યો હતો. જોકે હવે તેમને જ ટિકિટ નહિ મળતા નારાજ બની હવે રામધૂન બોલાવી વિરોધ કર્યો છે. 

સૂકામેવા જેવા કે અખરોટ, બદામ, કાજુ ખૂબ જ પૌષ્ટિક હોય છે પરંતુ ચાની સાથે તેને ખાવા યોગ્ય નથી. સૂકામેવામાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે જે ચામાં મળી આવતા તત્વોની સાથે મિક્સ નથી થતા. તેનાથી બન્નેને ફાયદો ઓછો થાય છે. 

dalip tahil says that directors earlier instructed him to torn artists clothes during the rape scene

દલીપ બોલ્યાં કે જ્યારે તેઓ પોતાના કરિયરની શરૂઆત કરી રહ્યાં હતાં ત્યારે કેટલાક ડાયરેક્ટર્સ તેમને કહ્તાં હતાં કે કટ થાય એ પહેલાં બધું કરી લો. કપડાં ફાડી લો. અમે કેમેરા રાખશું. કંઈ નહીં થાય. પણ હું આવું કંઈ નહોતો કરતો. મેં એમને પૂછ્યું કે તમે શું આર્ટિસ્ટને જણાવ્યું છે કે આવું થશે? તો ડાયરેક્ટર કહેતાં કે કરી લો કંઈ નહીં થાય. પછી હું પોતે જ આર્ટિસ્ટને જણાવી દેતો હતો કે આ પ્રકારે સીન રહેશે. હવે શક્ય છે કે આ વાતને જયા પ્રદા સાથે જોડી દેવામાં આવી હોય.

Prime Minister Modi also attended the Ramlila program organized to celebrate Dussehra in Dwarka Sector 10 of the national...

દશેરાના અવસર પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિવિધ રામલીલા ઉજવણીમાં લોકોની વિશાળ ભીડ બુરાઈ પર સારાના તહેવારની ઉજવણી કરવા માટે એકઠી થઈ હતી. વડાપ્રધાન મોદીએ મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના દ્વારકા સેક્ટર 10માં દશેરાની ઉજવણી નિમિત્તે આયોજિત રામલીલા કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. પીએમ મોદીનું રામલીલાના મંચ પર શાલ અને રામ દરબારની મૂર્તિ ભેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સંબોધનમાં પીએમ મોદીએ જાતિવાદ અને પ્રાદેશિકવાદ જેવી વિકૃતિઓને દૂર કરવા આહ્વાન કર્યું હતું જે સમાજમાં સુમેળ કરે છે.

Gautam Gambhir made a serious comment about the World Cup matches

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 21મી મેચ ઘણા કારણોસર ચર્ચામાં હતી. મેચ બાદ વિરાટ કોહલીની 95 રનની ઈનિંગની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને તેની 49મી સદી ફટકારવામાં નિષ્ફળતા પર દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે. શમીને પણ ઘણી વાહવાહી મળી રહી છે. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર તેની પ્રશંસા કરનારાઓમાં સામેલ છે. તેમણે શમી વિશે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ગંભીરે કહ્યું કે, રવિવાર પહેલા યોજાયેલી મેચોમાં પણ મોહમ્મદ શમીને રમાડવો જોઈતો હતો.

Topic | VTV Gujarati

સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ બાદ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 6 ઓક્ટોબરે સોનાની કિંમત 56539 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે હતી અને આજે સોનાની કિંમત 61,600 રૂપિયાના સ્તરને વટાવી ગઈ છે. દિલ્હી બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ વધારા સાથે બંધ થયા છે. 6 ઓક્ટોબરથી સોનાના ભાવમાં લગભગ 5100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. દેશની રાજધાનીમાં આજે સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 61,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયો છે.

Bangladesh out of the semi-final race! Mahmudullah's century robbed South Africa of a historic win

ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં મંગળવારે એક ખૂબ જ નીરસ મેચ રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 383 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની આખી ટીમ 233 રનમાં સમેટાઈ ગઈ હતી. આ હાર સાથે બાંગ્લાદેશી ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આ રીતે આફ્રિકાની ટીમે 149 રનના માર્જિનથી મેચ જીતી લીધી હતી. તમને જણાવી દઈએ કે 383 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ શરૂઆતથી જ સંઘર્ષ કરતી જોવા મળી હતી.તેણે 31 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ 81 રનમાં 6 વિકેટ પડી ગઈ હતી. આ પછી મહમુદુલ્લાએ ઇનિંગ સંભાળી અને નસુમ અહેમદ સાથે 41 રનની ભાગીદારી કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ