બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone Biporjoy has wreaked havoc in Saurashtra-Kutch

તબાહી / 1500થી વધુ વીજપોલને નુકસાન, તોતિંગ વૃક્ષો ધરાશાયી, અનેક રસ્તાઓ પણ બંધ, જુઓ ગુજરાતમાં વાવાઝોડાએ કેવો વિનાશ સર્જ્યો

Malay

Last Updated: 08:56 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biparjoy Cyclone Effect: સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપોરજોય વાવાઝોડાએ મચાવી ભારે તબાહી મચાવી છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા થયા બંધ થયા છે. વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા 18 કલાકથી વીજળી ગુલ છે.

 

  • બિપરજોય વાવાઝોડાથી કચ્છમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન
  • દ્વારકા જિલ્લામાં ભારે પવનથી 1500થી વધું વીજપોલ ધરાશાયી
  • વૃક્ષ ધરાશાયી થવાના કારણે અનેક રસ્તા થયા બંધ

અરબી સમુદ્રમાં સક્રિય થયેલું બિપોરજોય વાવાઝોડું ગઈકાલે રાત્રે કચ્છના જખૌ પોર્ટ નજીક ટકરાયું હતું. બિપોરજોય વાવાઝોડાનું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયા બાદ વિનાશક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાતા કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા ગયા છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા છે. 

માંડવીમાં છેલ્લા 18 કલાકથી વીજળી ગુલ
વાવાઝોડાના કારણે અનેક વિસ્તારમાં વીજપોલ જમીનદોસ્ત થતા અનેક ગામડાઓમાં રાત્રે અંધારપટ છવાઈ ગયો છે. વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા 18 કલાકથી વીજળી ગુલ છે. 

દ્વારકા જિલ્લામાં 1500થી વધુ વીજપોલ ધરાશાયી
વાવાઝોડાના લેન્ડફોલ વખતે દ્વારકા જિલ્લામાં ભારે પવન ફુંકાયો હતો. ખંભાળિયામાં વીજપોલ ધરાશાયી થઈને બાઈક પર પડતા બાઈક દબાયું હતું. બિપોરજોય વાવાઝોડાથી જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ જમીની તારાજી સર્જી છે. જિલ્લામાં 1500થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. 2 પોલ વચ્ચેના તાર તૂટ્યા છે અને 400 ટીસીને પણ નુકસાન થયું છે. દરિયાકિનારે આવેલ ગામડાઓના કાચા મકાનોને નુકસાન થયું છે.  જિલ્લામાં PGVCLની 117 ટીમ ખડેપગે છે. 

દ્વારકામાં વૃક્ષોને વ્યાપક નુકસાન
દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાથી વૃક્ષોને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે. દ્વારકા, ભાટિયા, ટંકારીયા, નાગેશ્વર, નાવદ્રા ખંભાળિયામાં વૃક્ષો ધરાશાયી થયા છે. ટંકારિયામાં નાગેશ્વર મંદિરનું 100 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયું છે. વાવાઝોડાથી જિલ્લામાં વૃક્ષોને વ્યાપક નુકસાન થયું છે. 

વડોદરામાં 10 ફીડર બંધ કરાયા
વાવાઝોડાની અસરને પગલે વડોદરામાં મોડી રાત્રે 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો 45 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે પવન સાથે વરસાદ પડતાં 65 વૃક્ષ ધરાશાયી થયા છે. 4 વિસ્તારમાં વાહનો પર વૃક્ષ પડતાં મોટું નુકસાન થયું છે. વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ છે. સાવચેતીના ભાગરૂપે 10 ફીડર બંધ કરાયા છે. ભારે પવનને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે.

કચ્છના અનેક રસ્તાઓ બંધ
કચ્છમાં વાવાઝોડાએ મચાવી ભારે તબાહી મચાવી છે. બિપોરજોય વાવાઝોડાથી કચ્છમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા થયા બંધ થયા છે. માતાથી મઢથી ભુજ તરફ જવાનો હાઈવે બંધ થયો છે. વૃક્ષ ધરાશાયી થતા હાઈવે બંધ થયો છે. ભુજના હાઈવે પર ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

જખૌ-નલિયામાં અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા
જખૌ-નલિયા માં ભારે પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તાર વાવઝોડાથી પ્રભાવિત થયા છે. જખૌ-નલિયામાં અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા છે. 60થી 80ની ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. ભુજના આસપાસના અનેક ગામો પ્રભાવિત થયા છે. 
 

જામનગરમાં વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ
જામનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા છે. વૃક્ષ ધરાશાયી થતાં રસ્તાઓ બંધ થયા છે. રસ્તા પર વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. વાવાઝોડાની અસરને પગલે જામનગરના જામજોધપુર તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન ફૂંકાતા ગામના અનેક ઘરમાં મોટાપાયે નુકસાન છે. અનેક વિસ્તારોમાં ભારે પવનને કારણે વૃક્ષ પણ ધરાશાયી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ