બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone Biparjoy's route now fixed, landfall will be from Gujarat

Biparjoy Update / વાવાઝોડા Biparjoy નો રૂટ હવે નક્કી, ગુજરાતના આ સ્થળેથી થશે લેન્ડફૉલ: સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી જ અસર શરૂ, જુઓ કેવી છે હાલની પરિસ્થિતિ

Priyakant

Last Updated: 10:56 AM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy News: સ્કાયમેટ મુજબ વાવાઝોડાનો રૂટ હવે લગભગ નક્કી, હાલ વાવાઝોડું Biparjoy ઉત્તર દિશામાં વધી રહ્યુ છે આગળ

  • બિપરજોય વધુ આક્રામક બન્યું
  • 15 જૂને જખૌથી પસાર થશે વાવાઝોડું
  • અત્યારે વાવઝોડું જખૌથી 340 કિમી દૂર

વાવાઝોડા Biparjoy ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વાવાઝોડા Biparjoy નો રૂટ હવે નક્કી જ છે. વિગતો મુજબ અરબી સમુદ્રમાં વાવાઝોડા Biparjoyને લઈ સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. સ્કાયમેટ મુજબ વાવાઝોડાનો રૂટ હવે લગભગ નક્કી છે. નલિયાની આસપાસ વાવાઝોડુ લેન્ડફોલ કરશે. હાલ વાવાઝોડું Biparjoy ઉત્તર દિશામાં આગળ વધી રહ્યુ છે. મહત્વનું છે કે, વાવાઝોડું જખૌથી 15 જૂને પસાર થશે. 

ગુજરાતમાં વાવાઝોડા Biparjoy ને લઈ સતત નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન હવે હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટનું મોટું અનુમાન સામે આવ્યું છે. જે મુજબ વાવાઝોડાનો રૂટ હવે લગભગ નક્કી છે. નલિયાની આસપાસ 15 તારીખે વાવાઝોડુ લેન્ડફોલ કરશે. આ સાથે 15 તારીખે પવન 120-130 કિમી ઝડપે ફુંકાશે તેવું અનુમાન પણ સ્કાયમેટે કર્યું છે. 

ઉત્તર દિશામાં આગળ વધી રહ્યુ છે વાવાઝોડુ
અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપરજોય વાવાઝોડુ હાલ ઉત્તર દિશામાં આગળ વધી રહ્યુ છે. વિગતો મુજબ વાવાઝોડુ પોરબંદરથી સમુદ્રમાં 290 કિમી દૂર છે. આ સાથે બિપરજોય વાવાઝોડુ દ્વારકાથી સમુદ્રમાં 300 કિમી અને જખૌ બંદરથી સમુદ્રમાં 360 કિમી દૂર છે. વિગતો મુજબ 15 જૂન જખૌથી વાવાઝોડુ પસાર થશે. 

વાવાઝોડું જખૌથી માત્ર 340 કિમી દૂર
વાવાઝોડું Biparjoy હાલ જખૌથી માત્ર 340 કિમી દૂર છે. બિપરજોય વાવાઝોડું વધુ આક્રામક બન્યું છે. જેને લઈ હવે વાવાઝોડું જખૌથી 15 જૂને પસાર થશે. અત્યારે વાવાઝોડું જખૌથી માત્ર 340 કિમી દૂર છે. આ સાથે વાવાઝોડું Biparjoy પોરબંદરથી 300 કિમી દૂર, દ્વારકાથી 290 કિમી અને નલિયાથી 350 કિમી દૂર છે. આ તરફ Biparjoy ને લઈ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. 

ગુજરાતમાં Cyclone Biparjoyની અસર વચ્ચે હવે મોટી અપડેટ સામે આવી છે. તંત્ર દ્વારા Cyclone Biparjoyની અસરને પગલે હવે દરિયાકિનારાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. આ સાથે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રાજ્યની અનેક સ્કૂલ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, Cyclone Biparjoyને કારણે આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. 

અરબી સમુદ્રમાં Cyclone Biparjoyને લઈ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ છે. નવસારીના દરિયાકાંઠાના ગામોના બીચ પર સહેલાણીઓને પ્રવેશબંધી કરાઇ છે. આ સાથે દ્વારકાના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓને ન જવા સૂચના આપી છે. આ સાથે નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર 3 દિવસ યાત્રાળુઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 

રાજ્યની અનેક શાળાઓમાં રજા જાહેર કરાઇ 
Cyclone Biparjoyની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત તંત્ર દ્વારા અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ કચ્છમાં 13, 14, 15 ત્રણ દિવસ શાળાઓ બંધ રહેશે, મોરબી જિલ્લામાં 2 દિવસ શાળાઓ બંધ રહેશે, રાજકોટમાં 1500થી વધુ શાળાઓમાં 14, 15 જૂન રજા રહેશે, જામનગરની 708 શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે અને ગીરસોમનાથ જિલ્લામાં 13 થી 15 જૂન શાળાઓ બંધ રહેશે. 

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં 70 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે. 

ભારે પવનની પણ કરાઇ આગાહી 
આ તરફ બીપોરજોય વાવાઝોડાને લઈ મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં ભારે પવનની આગાહી કરાઇ છે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમ અને ભારે વરસાદની પણ આગાહી કરાઇ છે. બીપરજોય વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Biparjoy Cyclone Biparjoy Latest News Cyclone Biparjoy news બિપોરજોય લેન્ડફૉલ સ્કાયમેટની આગાહી Cyclone Biparjoy News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ