બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Cybercrime complaint filed against ex-boyfriend who chased girl with Airtag in Ahmedabad

ચોંકાવનારો બનાવ / અમદાવાદમાં સનકી આશિકથી યુવતી પરેશાન: નજર રાખવા માટે કારમાં લગાવ્યું હતું એપલનું આ ડિવાઇસ, થયો ચોંકાવનારો ખુલાસો

Malay

Last Updated: 12:45 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં એરટેગથી યુવતીનો પીછો કરનાર એક્સ બોયફ્રેન્ડ સામે સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ, એરટેગથી આરોપી યુવતીની ગતિવિધિ પર રાખતો હતો નજર.

  • એરટેગથી મહિલાનો પીછો કરનાર વિરુદ્ધ ફરિયાદ 
  • પૂર્વ પ્રેમી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ 
  • કારમાં એરટેગ મૂક્યું હોવાનો ખુલાસો 

Ahmedabad News: અમદાવાદમાં એરટેગથી યુવતીનો પીછો કરનાર પૂર્વ પ્રેમી (એક્સ બોયફ્રેન્ડ) સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતીના ફોનમાં 'એરટેગ ફાઉન્ડ મુવિંગ વિથ યુ'ના મેસેજ આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે બાદ યુવતીએ યુવક સામે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે. 

પૂર્વ પ્રેમીએ યુવતીની કારમાં એરટેગ મૂક્યું  
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં રિયલ એસ્ટેટના વેપાર સાથે સંકળાયેલી યુવતીના ફોનમાં 'સતત એરટેગ ફાઉન્ડ મુવિંગ વિથ યુ'ના મેસેજ આવી રહ્યા છે. સતત મળતા મેસેજની તપાસ કરાવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ એર ટેગ મારફતે કોઈ યુવતીની ગતિવિધિ પર નજર રાખતું હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ યુવતી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા તેના પૂર્વ પ્રેમી (એક્સ બોયફ્રેન્ડ)એ જ આ કારસ્તાન કર્યું હોવાનું સામે હતું. તેણે યુવતીની કારમાં એર ટેગ મૂક્યું હતું. તે આ એર ટેગની મદદથી યુવતીની ગતિવિધિ પર નજર રાખતો હતો.

આઈફોનના નોટિફિકેશનમાં આરોપીનો ફૂટ્યો ભાંડો 
જે બાદ યુવતી સીધી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જ્યાં તેણે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ સાયબર ક્રાઇમ દ્વારા યુવતીની ફરિયાદ લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

આ એરટેગ શું છે?
આપને જણાવી દઈએ કે, એપલ કંપનીએ ‘'એરટેગ’' નામની એક પ્રોડક્ટ વિકસાવી છે. જે બટન જેવી લાગે છે. એરટેગ આપણી સૂટકેસ, મહત્ત્વની ફાઇલ્સ કે કારની કીચેઇન વગેરે સાથે ચોંટાડી શકાય છે. પછી તેને ગમે ત્યાંથી મેપ પર ટ્રેક કરી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ