બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / CSK MS Dhoni knee injury coach stephen fleming gave update

IPL 2023 / શું ઈજાના કારણે MS Dhoni થઇ જશે IPLમાંથી Out? કોચ ફ્લેમિંગે આપી મોટી અપડેટ

Arohi

Last Updated: 02:47 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 MS Dhoni Knee Injury: CSK કેપ્ટન MS ધોની હાલ ઘુંટણની ઈજાના કારણે ઝઝુમી રહ્યા છે. CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે હવે આ મુદ્દે ખુલીને વાત કરી છે.

  • શું IPLમાંથી બહાર થઈ જશે MS ધોની? 
  • MS ધોનીને પહોંચી ઘુંટણમાં ઈજા 
  • કોચ સ્ટીફન ફ્લેમિંગે આપી મોટી અપડેટ 

MS ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ બુધવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સથી 3 રનથી હારી ગયા. ધોની અને રવીન્દ્ર જાડેજાએ મેચને અંતિમ બોલ સુધી ખેચી પરંતુ તેમને જીત ન મળી. આ બન્ને બેટ્સમેને આ મેચમાં સારી બેટિંગ કરી. 

હાર બાદ સીએસકે માટે આ વખત ખરાબ સમાચાર સામે આવ્યા છે તેમની ટીમના ઓલરાઉન્ડર ખેલાડી સિસાંડા મગાલા ઈજાના કારણે બે અઠવાડિયા માટે બહાર થઈ ગયા છે. પરંતુ હવે તેમના માટે વધુ એક ખરાબ ખબર સામે આવી શકે છે. જે આખા સીઝનની મજા બગાડી શકે છે.

મેચ બાદ પૂર્વ ક્રિકેટર મૈથ્યુ હેડને કહ્યું કે ધોની બીજી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે લંગડાતા ચાલી રહ્યા હતા. તે વચ્ચે CSKના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે હવે ધોનીની ઈજા પર ખુલીને વાત કરી છે. 

શું ધોનીની ઈજા ચિંતાનો વિષય? 
ફ્લેમિંગે કહ્યું કે ધોનીના ઘુંટણમાં ઈજા પહોંચી છે અને તે રમત વખતે તેમના મૂવેન્ટમાં મુશ્કેલી બની રહી છે. તેમણે કહ્યું કે "તે ઘુંટણની ઈજા સામે ઝઝુમી રહ્યા છે જેને તમે તેમની અમુક મૂવમેન્ટમાં જોઈ શકો છો. આ ઈન્જરી તેમની રમતને ઘણી હદ સુધી મુશ્કેલ બનાવી રહી છે. ત્યાં જ તે ટૂર્નામેન્ટ શરૂ થવાના મહિના પહેલા જ પ્રેક્ટિસ કરવા માટે આવી ગયા હતા. તે રાંચીમાં અમુક નેટ્સ પ્રેક્ટિસ કરે છે."

અન્ય ખેલાડીઓની ઈજા વિશે શું કહ્યું ફ્લેમિંગે? 
આ વચ્ચે ફ્લેમિંગને વિશ્વાસ હતો કે કેપ્ટન તેમની ઈજાને સંભાળી લેશે અને પોતાની ભુમિકા ભજવશે. ત્યાં જ તેમણે કહ્યું, "તે મેચ ફોર્મમાં પરત આવવા માટે પોતાની રીતે કામ કરે છે અને તમે અત્યારે પણ જોઈ શકો છો કે તે સારી રીતે રમી રહ્યા છે. માટે આપણે હંમેશા આ વાતનો ભરોસો છે કે તે પોતાને કેઈ રીતે મેનેજ કરે છે. તે હંમેશા પોતાને ફિટ રાખે છે."

સીએસકેના કોચે ટીમમાં થઈ રહેલી અન્ય ઈજાઓ વિશે પણ વાત કરી. સ્ટીફન ફ્લેમિંગે સીએસકેના અન્ય ખેલાડીઓના વિશે પણ અપડેટ આપ્યું. તેમણે કહ્યું કે બેન સ્ટોક્સ પર દરરોજ નજર રાખવામાં આવી રહી છે. તે જલ્દી જ સીએસકે માટે રમવા માટે ઉપલબ્ધ રહેશે. દિપક ચાહર થોડા અઠવાડિયા સુધી એક્શનથી બહાર રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ