બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Cruise cum floating restaurants will start on the Sabarmati river after a month

આનંદો / મહીના બાદ સાબરમતીની ભવ્ચતામાં ચાર ચાંદ લગાવશે 'ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાં', નજારો માણતા-માણતા ભોજનના સ્વાદનો આનંદ માણી શકશે અમદાવાદીઓ

Priyakant

Last Updated: 04:30 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Floating Restaurant News: ફ્લોટિંગ રેસ્ટોરાં કોર્પોરેટ સંસ્થાઓની પાર્ટી, રિંગ સેરેમની, વેડિંગ-બર્થડે સેલિબ્રેશન વગેરે પ્રસંગો માટે લોકો બુક કરી શકશે

  • સાબરમતીની ભવ્ચતામાં ચાર ચાંદ લગાવશે 'ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાં
  • એક મહિના બાદ ફ્લોટિંગ રેસ્ટોરાંમાં લંચ-ડિનરનો ‘લહાવો’ લઈ શકાશે
  • કોર્પોરેટ પાર્ટી, રિંગ સેરેમની વગેરે ફંક્શન બુક થઈ શકશે

કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવનાર મ્યુનિસિપલ સત્તા‍વાળાઓ તેના આકર્ષણમાં નિતનવા પ્રોજેક્ટથી વધારો કરી રહ્યા છે.  તેમાં પણ ફ્લોટિંગ રેસ્ટોરાં તો લાંબા સમયથી ચર્ચાસ્પદ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આ ડ્રીમ પ્રોજેક્ટ હોઈ ખાસ્સી જહેમત બાદ ફ્લોટિંગ રેસ્ટોરાંનો લહાવો અમદાવાદીઓ માણી શકશે. ટૂંક સમયમાં એટલે કે એક મહિના બાદ સાબરમતી નદીની ભવ્યતામાં ફ્લોટિંગ રેસ્ટોરાં કમ ક્રૂઝ ચાર ચાંદ લગાવશે.

છેલ્લાં સાત-આઠ વર્ષથી સાબરમતી નદીનાં વહેતાં નીરમાં તરતી રેસ્ટોરાંમાં બેસીને આસપાસનો નજારો માણતાં માણતાં મનભાવતા ભોજનનો સ્વાદ માણવાનું સ્વપ્ન શોખીન અમદાવાદીઓ સેવી રહ્યા છે. જોકે હવે બહુ જલદી અમદાવાદીઓનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. છેલ્લે વર્ષ 2019માં ફ્લોટિંગ રેસ્ટોરાંના પ્રોજેક્ટની ફાઇલ પરની ધૂળ ખંખેરાઈ હતી. જે કોરોનાની મહામારીના કારણે પાછી અભરાઈએ ચઢાવી દેવાઈ હતી. ત્યાર બાદ મ્યુનિ. સત્તાધીશોએ વર્ષ 2022માં નવેસરથી કવાયત આરંભી હતી અને દેર સે આયે, પર દુરસ્ત આયેની જેમ ફ્લોટિંગ રેસ્ટોરાં કમ ક્રૂઝનો વર્ક ઓર્ડર દસ મહિના પહેલાં અમદાવાદની અક્ષર ટ્રાવેલ્સને અપાઈ ગયો છે.

આ કંપની ફ્લોટિંગ રેસ્ટોરાં ‘ધ રિવર ક્રૂઝ’ને રૂ. 10થી 12 કરોડના ખર્ચે તૈયાર કરી રહી હોવાથી અત્યારે તેમાં એ.સી. ફિટિંગ્સ વગેરે ઇન્ટિરિયરનું કામ ચાલે છે, જે વધુમાં વધુ 15-20 દિવસમાં પૂરું થઈને અન્ય ટેકનિકલ બાબતોને જોતાં એક મહિનાની અંદર અમદાવાદીઓને મોજ કરાવતી થઈ જશે. સ્વાદના રસિયાઓ માટે બપોરના લંચ તથા સાંજના ડિનરની વ્યવસ્થા ઊભી કરાશે, જેમાં ઉદાહરણ તરીકે એક વ્યક્તિની થાળીની કિંમત જો રૂ. બે હજાર હશે તો તે વ્યક્તિ મ્યુઝિક સહિતના પર્ફોર્મન્સનો આનંદ લેતાં લેતાં ભોજન માણી શકશે. આ ફ્લોટિંગ રેસ્ટોરાંનો નીચેનો ભાગ ફુલ્લી એ.સી. હોઈ તેમાં 50 વ્યક્તિઓ બેસી શકશે, જ્યારે ઉપરનો માળ ખુલ્લો હશે. અહીંયાં પણ 50 વ્યક્તિની બેઠક વ્યવસ્થા કરાશે.

અમદાવાદીઓ માટે ફ્લોટિંગ રેસ્ટોરાં અમૂલ્ય નજરાણું બનવાનું છે, પરંતુ તેને સાકાર કરવા ગુજરાત મેરીટાઇમ બોર્ડ તેમજ ઇન્ડિયા રજિસ્ટર શિપિંગ (આઇઆરએસ) જેવી રાજ્ય અને દેશની પ્રસિદ્ધ સંસ્થાઓ પાસેથી સેફ્ટીને લગતી વિવિધ મંજૂરીઓ લેવી પડી છે.  અટલબ્રિજથી ગાંધીબ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરાં દોઢ કલાકનો એક રાઉન્ડ લેશે. લોકો ફ્લોટિંગ રેસ્ટોરાંમાં પ્રવેશી અને તેમાંથી ઊતરી શકે તે માટે સરદારબ્રિજ અને અટલબ્રિજ વચ્ચે નવી જેટી તૈયાર થઈ રહી છે. આ જેટીનું નિર્માણ અન્ય સ્થળે યુદ્ધના ધોરણે થઈ રહ્યું હોઈ સહેલાણીઓ માટે પૂરતા લાઇફ ગાર્ડ અને લાઇફ સેવિંગ જેકેટની પણ વ્યવસ્થા કરાશે.

તંત્રને દર વર્ષે રેવન્યૂમાં દસ ટકાનો વધારો મળશે
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિ. (એસઆરડીએલ) દ્વારા અક્ષર ટ્રાવેલ્સને કુલ 13 વર્ષનો સંચાલનનો કોન્ટ્રાક્ટ અપાયો હોઈ પહેલા વર્ષે કંપની રૂ. 45 લાખની લાઇસન્સ ફી તંત્રને ચૂકવશે, જેમાં દર વર્ષ દસ ટકાની વૃદ્ધિ થતી રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ