બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Crisis on the job! Another company preparing for liquidation

આર્થિક મંદી! / નોકરી પર મંડરાતું સંકટ! વધુ એક કંપની છટણીની તૈયારીમાં, 8500 કર્મચારીઓનું લિસ્ટ તૈયાર

Priyakant

Last Updated: 10:04 AM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંપનીએ કહ્યું, આ વર્ષના પ્રથમ છ મહિનામાં મોટાભાગના કર્મચારીઓની છટણી કરવામાં આવશે.બાકીના કર્મચારીઓને 2024માં બરતરફ કરવામાં આવશે

  • મંદીના ભણકારા વચ્ચે વિશ્વભરની કંપનીઓમાં છટણી યથાવત
  • ટેલિકોમ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની એરિક્સને કરશે છટણી
  • એરિક્સન 8,500 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી

મંદીના ભણકારા વચ્ચે વિશ્વભરની કંપનીઓમાં છટણીની પ્રક્રિયા સતત યથાવત છે. આ તરફ હવે વધુ એક ટેલિકોમ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની એરિક્સને હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવાની યોજના બનાવી છે અને તેની જાહેરાત કરી છે. ખર્ચમાં કપાતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, સ્વીડિશ ટેલિકોમ ઉત્પાદકે વૈશ્વિક સ્તરે 8,500 કર્મચારીઓની છટણીની યાદી તૈયાર કરી છે. આ અંતર્ગત 1400 કર્મચારીઓની નોકરી માત્ર સ્વીડન જઈ શકશે. 

છટણીના આ મોટા નિર્ણય બાદ એરિક્સન હવે ગૂગલ, ફેસબુક (મેટા) અને માઈક્રોસોફ્ટ, અલીબાબા, એમેઝોન જેવી કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. નોંધપાત્ર વાત એ છે કે, આ કંપનીઓએ હજારો કર્મચારીઓને પણ કાઢી મુક્યા છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2022ના અંત સુધીમાં કંપની પાસે કુલ 1,05,000 કર્મચારીઓની સંખ્યા હતી. હવે તેમાંથી 8,500 કાપવામાં આવી રહ્યા છે.

વૈશ્વિક મંદી અને ફુગાવાના ભય વચ્ચે કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે એક પછી એક છટણીના નિર્ણયો લઈ રહી છે. એરિક્સન તરફથી છટણી અંગે કહેવામાં આવ્યું છે કે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં મોટાભાગના કર્મચારીઓની છટણી કરવામાં આવશે. અને બાકીના કર્મચારીઓને 2024માં બરતરફ કરવામાં આવશે.

ખર્ચ ઘટાડવાનો નિર્ણય કર્યો
સ્વીડિશ કંપનીએ વૈશ્વિક સ્તરે પ્રતિકૂળ આર્થિક સ્થિતિ અને નવા 5G નેટવર્કની રજૂઆતને કારણે તેના ખર્ચમાં ઘટાડો કરવા માટે આ યોજના બનાવી છે. કંપની વતી સ્પષ્ટપણે એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ છટણી ખર્ચ ઘટાડવાના કાર્યક્રમનો એક ભાગ છે. કારણ કે પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિને કારણે આપણે ખર્ચ પર અંકુશ લગાવવાની ફરજ પડી છે. કંપની વતી પ્રવક્તાએ કહ્યું કે, કર્મચારીઓની છટણી અંગેની માહિતી આ સપ્તાહની શરૂઆતમાં આપવામાં આવી હતી.

એરિક્સનના સીઈઓ બોર્જે એકહોલ્મે કર્મચારીઓને મોકલેલા મેમોમાં લખ્યું છે કે, કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો અલગ-અલગ દેશના આધારે કરવામાં આવશે. ઘણા દેશોમાં આ અઠવાડિયે જ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રોયટર્સ અનુસાર એકહોલ્મે વધુમાં કહ્યું કે, બજારમાં સ્પર્ધાત્મક રહેવા અને ખર્ચ બચાવવા માટે આ નિર્ણય લેવો જરૂરી છે. અગાઉના એક અહેવાલમાં એરિક્સનના મુખ્ય નાણાકીય અધિકારી કાર્લ મેલેન્ડરને ટાંકવામાં આવ્યું હતું કે, ખર્ચમાં કાપ મૂકવા માટે સલાહકારો, રિયલ એસ્ટેટ અને કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો સમાવેશ થાય છે.

ગૂગલ-માઈક્રોસોફ્ટમાં પણ યાદી તૈયાર 
ગૂગલે એરિક્સન પહેલાં ગયા મહિને તેના કર્મચારીઓમાંથી 12,000 કર્મચારીઓને ઘટાડવાની પણ જાહેરાત કરી છે. 20 જાન્યુઆરીના રોજ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કર્મચારીઓને લખેલા પત્રમાં છટણીના નિર્ણય પર પોતાની સંમતિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આજે આપણે જેનો સામનો કરી રહ્યા છીએ, કંપની મુશ્કેલ આર્થિક સમયમાંથી પસાર થઈ રહી છે. છટણીના તબક્કામાં માઇક્રોસોફ્ટ પણ નવીનતમ અને મોટું નામ છે, જેણે કર્મચારીઓની સંખ્યામાં 10,000નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ