બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Criminals swarmed with liquor bottles in Rajkot on Pi Le Pi Le song, VIDEO of openly waving bottles goes viral

દારૂબંધીના ધજાગરા / પી લે પી લે ગીત પર રાજકોટમાં જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝૂમ્યા, ખુલ્લેઆમ બોટલો લહેરાવતો VIDEO વાયરલ

Vishal Khamar

Last Updated: 07:11 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલનો વીડિયો વાયરલ થવા પામ્યો છે. આ વીડિયો રાજકોટનું હોવાનું સોશિયલ મીડિયા પર લોકો અનુમાન લગાવી રહ્યા છે. વીડિયોમાં જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝુમી રહ્યા છે.

  • રાજકોટમાં દારૂ બંધીના નિયમોમાં ખુલ્લેઆમ ધજાગરા
  • દારૂની બોટલ સાથે જાનૈયાઓ ઝૂમતા નજરે પડ્યા
  • કથિત દારૂ પાર્ટીના વિડીયો મામલે પોલીસ તપાસ શરૂ
  • Vtv આ વીડિયોની પુષ્ટિ કરતું નથી

રાજકોટમાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલનો વીડિયો વાયરલ થવા પામ્યો છે.  વીડિયો રાજકોટનું હોવાનું સોશિયલ મીડિયા પર લોકો અનુમાન લગાવી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં દારૂ બંધીના ધજાગરા ઉડ્યા હતા.  વીડિયોમાં જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝુમતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહી વીડિયોમાં વરરાજાને બંદૂક પણ આપવામાં આવી હતો. વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલો શખ્શ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.  ત્યારે તાજેતરમાં જ ભાઈનાં લગ્ન હોઈ શખ્શ પેરોલ પર છુટ્યો હોવાની ચર્ચા છે. ત્યારે Vtv  આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

પોલીસે તપાસ શરૂ કરી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયામાં ચાલુ લગ્નમાં ખુલ્લેઆમ મહેમાનોને દારૂ પીરસવામાં આવી રહ્યો છે. ત્યારે આ વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા આ દારૂ પાર્ટીનાં વીડિયાનાં આધારે તપાસ શરૂ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 

સુરેન્દ્રનગર ભાજપના નેતાનાં ઘરેથી મળ્યો દારૂ
સુરેન્દ્રનગરમાં ભાજપના લઘુમતી સેલનાં મહામંત્રી અકબર હનીફ મિયાણાનાં ઘરેથી દારૂના જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.  ત્યારે પોલીસે ભાજપના નેતા સહિત બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.  ભાજપના કાર્યકરનાં ઘરેથી દારૂ મળી આવતા સુરેન્દ્રનગરવાસીઓમાં આ મુદ્દો દિવસભર ચર્ચાનો વિષય બન્યો હતો.

અગાઉ પણ બે વખત અકસ્માતમાં ગાડીમાંથી દારૂ મળ્યો હતો

ગાંધીના ગુજરાતમાં એક બાજુ સરકાર દારૂ બંધીના દાવા કરી રહી છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ બુટલેગરો ઘુસાડી રહ્યા છે.  ત્યારે તાજેતરમાં જ સુરેન્દ્રનગર પાસે એક ગાડીનો અકસ્માત સર્જાયો હતો.  ત્યારે ગાડીમાં દારૂ ભરેલ હોવાની જાણ આજુબાજુના ગ્રામજનોને થતા ગ્રામજનોએ દારૂ લેવા માટે દોડાદોડ કરી હતી. જ્યારે બીજા એક બનાવમાં પાટણમાં પણ ઈકો ગાડીનો અકસ્માત સર્જાયો હતો. તેમાં પણ દારૂ ભરેલ હતો.જે અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.  ત્યારે હવે રાજકોટમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ ખુલ્લેઆમ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ત્યારે Vtv  આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ