બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Crimean-Congo hemorrhagic fever has the death ratio of 40 percent, it is more dangerous virus then Covid

ક્રિમિયન-કૉંગો ફીવર / ચેતજો.! આવી ગયો કોરોનાથી પણ ખતરનાક વાયરસ, ચેપ લાગતા જ દરેક બીજા દર્દીનું થાય છે મોત

Vaidehi

Last Updated: 07:50 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિમિયન-કાંગો હેમોરેઝિક તાવને લીધે થનારી બીમારીનાં મામલા યૂરોપ અને ફ્રાંસમાં સામે આવ્યાં છે. બ્રિટનમાં પણ આ વાયરસનાં કેસ સામે આવવાની આશંકા છે.

  • કોવિડ બાદ વધુ એક વાયરસનો ખતરો
  • ક્રિમિયન-કાંગો હેમોરેઝિક તાવ છે અત્યંત ખતરનાક
  • આ વાયરસનો મૃત્યુદર 40%

Crimean-Congo hemorrhagic fever : દુનિયાભરમાં કોવિડ અને મંકીપોક્સ જેવા જીવલેણ વાયરસ હવે ધીરે-ધીરે નાશ પામી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ તમામ વચ્ચે વધુ એક વાયરસે દસ્તક આપી છે. આ વાયરસનું નામ છે ક્રિમિયન-કાંગો હેમોરેઝિક તાવ છે. આ અત્યંત ખતરનાક હોય છે. એક્પર્ટસ્ કહે છે કે આ વાયરસથી સંક્રમિત થનારા દર બીજા દર્દીનું મોત થઈ શકે છે. સતત વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને લીધે આ વાયરસ વધુ ફેલાઈ રહ્યો છે.

વાયરસથી થતાં મૃત્યુનો રેશિયો 40%
આ બીમારી CCHFનાં કારણે ફેલાય છે. તેનો સૌથી પહેલો કેસ 1944માં ક્રીમિયામાં સામે આવ્યો હતો. આ વાયરસથી મૃત્યુદરનો રેશિયો 40% છે જે કોવિડથી ઘણો વધારે છે. WHO અનુસાર ટિક બગના કરડવાથી આ વાયરસ પ્રાણીઓમાં ફેલાય છે જે બાદ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે.ક્રિમિયન -કાંગો હેમોરેઝિક તાવથી થનારી બીમારીનાં મામલા યૂરોપ અને ફાંસમાં સામે આવ્યાં છે. બ્રિટનમાં પણ આ વાયરસનાં મામલા સામે આવ્યાની આશંકા જણાઈ રહી છે. આ વાયરસને કાંગો ફીવરનાં નામથી પણ ઓળખવામાં આવે છે. આ બીમારી પશુમાં ફેલાય છે જે બાદ તેનું માંસ ખાવાને લીધે પણ તેનું સંક્રમણ થઈ શકે છે.

શું હોય છે લક્ષણો?
આ વાયરસની કોઈ વેક્સિન હજુ સુધી બની નથી. તેના શરૂઆતી લક્ષણો ફ્લૂ જેવા જ હોય છે જે બાદ ચક્કર આવવું, આંખોમાં દુ:ખાવો અને બળતરા થવી વગેરે થાય છે. કેટલાક લોકોને ગળું ખરાબ થવું અને ઊલટી આવવી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ડેંગ્યૂની માફક આ તાવ પણ ઓર્ગન ફેલિયરનું કારણ બની શકે છે. તેવામાં આ વાયરસથી પીડિત દર્દીનું મોત થવાનું રિસ્ક પણ રહે છે.

ભારતમાં પણ આવ્યાં છે આ વાયરસનાં કેસ
મહામારી વિશેષજ્ઞ ડો.અંશુમન કુમારે કહ્યું કે કાંગો ફીવર નવો નથી. દુનિયાભરમાં તેના મામલા પહેલાથી આવી રહ્યાં છે. એટલું જ નહીં ભારતમાં પણ તેના કેસનાં રિપોર્ટ જોવા મળ્યાં છે જો કે તેની સંખ્યા વધુ નથી. તેનું કારણ છએ કે આ વાયરસનું હ્યૂમન ટૂ હ્યૂમન ટ્રાંસમિશન અઘરું હોય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ