બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Cricket's toughest 'test', only 6 batsmen have been able to pass in 146 years, an Indian is also included in the list

સ્પોર્ટ્સ / ક્રિકેટનો સૌથી મુશ્કેલ 'ટેસ્ટ', 146 વર્ષોમાં 6 બેટરો જ કરી શક્યા છે પાસ, લિસ્ટમાં એક ભારતીય પણ સામેલ

Megha

Last Updated: 09:28 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેસ્ટ ફોર્મેટમાં ચોથી ઇનિંગમાં સદી ફટકારનારા બેટ્સમેન જૂજમાત્ર છે. એવામાં જો બેવડી સદી ફટકારનાર બેટ્સમેનની વાત કરીએ તો માત્ર છ લોકો છે જેમને આ કમાલ કરી બતાવ્યો છે.

  • ચોથી ઇનિંગમાં બેટિંગ કરવી એ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મુશ્કેલ કામ છે 
  • ટેસ્ટ ફોર્મેટમાં ચોથી ઇનિંગમાં સદી ફટકારનારા બેટ્સમેન જૂજમાત્ર છે
  • ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી માત્ર છ બેટ્સમેને ફટકારી છે 

વર્લ્ડ કપ પૂરો થયો અને હવે આઈપીએલની સિઝન આવી રહી છે. આ પહેલા ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ, વનડે અને T20 ફોર્મેન્ટમાં મેચ રમવાની છે. હવે જો ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટ ચાહકોને ખબર હશે કે આ ફોર્મેટમાં સૌથી મુશ્કેલ કામ છે ચોથી ઇનિંગમાં બેટિંગ કરવી, આ કામ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મુશ્કેલ કામ કહેવાય તો પણ ખોટું નથી. સાથે જ આ જ કારણ છે કે ટેસ્ટ ફોર્મેટમાં ચોથી ઇનિંગમાં સદી ફટકારનારા બેટ્સમેન જૂજમાત્ર છે. એવામાં જો બેવડી સદી ફટકારનાર બેટ્સમેનની વાત કરીએ તો માત્ર છ લોકો છે જેમને આ કમાલ કરી બતાવ્યો છે. 

હેટમાયરની પત્ની વિશે કૉમેન્ટ કરવા પર સુનિલ ગાવસકર પર ભડક્યું સોશ્યલ મીડિયા,  કૉમેન્ટ્રીથી હટાવવાની માંગ | Social media controversy over Sunil Gavaskar's  comments on ...

જો કે ભારતીય ચાહકો ગર્વથી કહી શકે છે ટેસ્ટ ક્રીકેટની ચોથી ઇનિંગમાં સદી ફટકારનાર છ બેટ્સમેનમાંથી એક ભારતીય છે. ટીમ ઇન્ડિયાની શાન કહેવાતા સુનિલ ગાવસ્કરે વર્ષ 1979માં ઈંગ્લેન્ડ સામે તેની જ ધરતી પણ ચોથી ઇનિંગમાં બેવડી સદી બનાવી હતી. ગાવસ્કર એ સમયે આ ઉપલબ્ધિ હાંસલ કરનાર ત્રીજા બેટ્સમેન હતા. 

ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં ડબલ સેન્ચ્યુરી એટલે કે બેવડી સદી બનાવવાનો તાજો કિસ્સો વર્ષ 2021માં જોવા મળ્યો હતો. એ સમયે વેસ્ટ ઈન્ડિઝના કાઈલ મેયર્સે બાંગ્લાદેશ સામે ચટગાંવ ટેસ્ટમાં 201 રનની અણનમ ઇનિંગ રમી હતી. કાઈલ મેયર્સની આ શાનદાર ઇનિંગના કારણે વેસ્ટ ઈન્ડિઝે 3 વિકેટ બાકી રહેતા 395 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. 

વર્ષ 2002માં નાથન એસ્ટલની 222 રનની ઈનિંગને પણ ભૂલી શકે એવી નથી, આ ઇનિંગ તેને ઈંગ્લેન્ડ સામે ચોથી ઈનિંગમાં રમી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 550 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડ તરફથી નાથન એસ્ટલે ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેણે ચોથી ઇનિંગમાં 168 બોલમાં 222 રન બનાવ્યા હતા અને તે આઉટ થનાર છેલ્લો બેટ્સમેન હતો. તેની ઇનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે 93.3 ઓવરમાં 451 રન બનાવ્યા હતા.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બીજી વખત જોવા મળ્યો આવો આ 'ચમત્કાર', છેલ્લી ઘડી  સુધી રોમાંચ, દુનિયાભરમાં ચર્ચા | This 'miracle' was seen for the second  time in the history ...

વેસ્ટ ઈન્ડિઝના જોર્જ હેડલીએ ચોથી ઇનિંગમાં બેવડી સદી ફટકારનાર દુનિયાના પહેલા બેટ્સમેન હતા. એમને વર્ષ 1930માં ઈંગ્લેન્ડ સામે 223 રન બનાવ્યા હતા. સાથે જ ઈંગ્લેન્ડના જોન એડ્રિચ અને વેસ્ટ ઈન્ડિઝના ગોર્ડન ગ્રીનીઝે પણ ટેસ્ટ ક્રિકેટની ચોથી ઇનિંગમાં બેવડી સદી ફટકારી છે. જોન એડ્રિચે 1939માં દક્ષિણ આફ્રિકા સામે ડરબન ટેસ્ટની ચોથી ઇનિંગમાં 219 રન બનાવ્યા હતા. ગોર્ડન ગ્રીનિજે 1984માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં 214 રનની અણનમ ઇનિંગ રમી હતી. 

રસપ્રદ વાત એ છે કે ચોથી ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારનાર છ બેટ્સમેનમાંથી ત્રણ વેસ્ટ ઈન્ડિઝની એક જ ટીમના છે. જ્યારે 6માંથી 4 વખત આ કારનામું એક જ ટીમ ઈંગ્લેન્ડ સામે થયું છે. આ છ બેટ્સમેનોમાં માત્ર બે જ એવા છે જેમણે ચોથી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી અને અંત સુધી અણનમ રહ્યા હતા. આ બે બેટ્સમેન વેસ્ટ ઈન્ડિઝના ગોર્ડન ગ્રીનિજ અને કાઈલ મેયર્સ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ