બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Cricketer Sehwag announced, Odisha will provide free education to train accident victims

વાહ વીરૂ / અદાણી બાદ મદદ માટે દિગ્ગજ ક્રિકેટર આવ્યા મેદાનમાં, ઓડિશા ટ્રેન દુર્ઘટના પીડિતોને આપશે મફત શિક્ષણ

Pravin Joshi

Last Updated: 11:19 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશામાં શુક્રવારે થયેલી ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેનોની ભીષણ ટક્કર થઈ હતી. હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે આમાં મદદનો હાથ લંબાવ્યો છે.

  • કોરોમંડલ ટ્રેન દુર્ઘટના પર વિરેન્દ્ર સેહવાગે કરી મોટી જાહેરાત
  • ઓડિશા ટ્રેન દુર્ઘટના પીડિતોને મફત શિક્ષણ આપશે
  • આ પહેલા ગૌતમ અદાણી પણ કરી ચૂક્યા છે જાહેરાત 
  • ઓડિશા અકસ્માતમાં લગભગ 275 લોકોએ જીવ ગુમાવ્યા 


ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે શુક્રવારે દુ:ખદ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં પીડિત બાળકો માટે મદદનો હાથ લંબાવ્યો છે. ટ્રેન દુર્ઘટનામાં 275થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 1,175 લોકો ઘાયલ થયા હતા. ત્રણેય ટ્રેનો શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપર ફાસ્ટ અને એક માલસામાન ટ્રેન બાલાસોર જિલ્લામાં અથડાઈ હતી. તે ભારતીય ઈતિહાસની સૌથી મોટી ટ્રેન દુર્ઘટનાઓમાંની એક છે.

આ ટીમ ઈન્ડિયા નથી...', દિલ્હી કેપિટલ્સની સતત પાંચમી હાર બાદ કોચ રિકી  પોન્ટિંગ પર સેહવાગ ભડક્યો | 'This is not Team India...', Sehwag lashed out  at coach Ricky Ponting after Delhi ...

સેહવાગે શું લખ્યું?

વીરેન્દ્ર સેહવાગે કહ્યું છે કે સેહવાગ સ્કૂલમાં થયેલા અકસ્માતમાં જે બાળકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેમને તેઓ મફતમાં શિક્ષણ આપશે. આ ઘટનાનો ફોટો પોસ્ટ કરતા સેહવાગે લખ્યું- આ ફોટો અમને લાંબા સમય સુધી હેરાન કરશે. આ દુઃખની ઘડીમાં આ દર્દનાક અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના બાળકોના શિક્ષણની કાળજી લેવાનું હું ઓછામાં ઓછું કરી શકું છું. હું આવા બાળકોને સેહવાગ સ્કૂલની બોર્ડિંગ ફેસિલિટીમાં મફત શિક્ષણ આપી રહ્યો છું. તમામ પરિવારો માટે પ્રાર્થના અને બચાવ કામગીરીમાં મોખરે રહેલા તમામ બહાદુર સ્ત્રી-પુરુષો, તબીબી ટીમો અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી રહેલા સ્વયંસેવકોને અભિવાદન. અમે આમાં સાથે છીએ.

લોકોએ સેહવાગની પ્રશંસા કરી

આ જાહેરાત બાદથી લોકો સોશિયલ મીડિયા પર વીરેન્દ્ર સેહવાગની પ્રશંસા કરી રહ્યા છે. ભારત તરફથી છેલ્લે 2015માં રમનાર 44 વર્ષીય સેહવાગની હરિયાણામાં શાળા છે. આ પહેલા 2019માં પુલવામા હુમલા બાદ પણ સેહવાગે શહીદના બાળકો માટે આવી જ ઓફર કરી હતી.

આ પહેલા કોરોમંડલ ટ્રેન દુર્ઘટના પર ગૌતમ અદાણીએ મોટી જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે અકસ્માતમાં માતા-પિતા ગુમાવનારા બાળકોના શિક્ષણની જવાબદારી હવે અદાણી ગ્રુપ લેશે. જણાવી દઈએ કે, ઓડિશામાં થયેલા અકસ્માતમાં લગભગ 288 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, 900 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બાળકો, વૃદ્ધો સહિત અનેક લોકો સામેલ છે. ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જો કે, જેમણે જીવ ગુમાવ્યો છે તેમને કોઈ પરત લાવી શકતું નથી. પરંતુ ગૌતમ અદાણીના આ નિવેદનથી પીડિત બાળકોને મોટી રાહત મળી છે. કોરોમંડલ ટ્રેન દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. વડા પ્રધાનથી લઈને રેલવે મંત્રાલય અને અન્ય રાજ્ય સરકારો આ મુશ્કેલીના સમયમાં મૃતકો અને પીડિતોના પરિવારજનો સાથે છે. વડા પ્રધાન મોદીએ પણ ઘટનાની સમીક્ષા કર્યા પછી કહ્યું કે દોષિતોને છોડવામાં આવશે નહીં.

ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રવિવારે ટ્વીટ કર્યું કે તેઓ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે. લોકોની તકલીફને અમુક અંશે ઘટાડવા માટે અદાણી ગૃપે નિર્ણય લીધો છે કે તે અકસ્માતમાં તેમના માતાપિતા ગુમાવનારા બાળકોના શાળાકીય શિક્ષણની જવાબદારી લેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પીડિતો અને તેમના પરિવારજનોને હિંમત આપવાની અને બાળકોનું ભવિષ્ય સારું બનાવવાની જવાબદારી આપણા સૌની છે.

10 લાખના વળતરની જાહેરાત 

કોરોમંડલ ટ્રેન દુર્ઘટનામાં, વડા પ્રધાન મોદીએ મૃતકોના નજીકના સંબંધીઓ માટે 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાના વળતરની જાહેરાત મૃતકોના સંબંધીઓ અને ઘાયલો માટે પીએમ રાહત ફંડમાંથી કરી છે. બીજી તરફ રેલ્વે મંત્રાલયે પણ મૃતકોના પરિજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સિવાય તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ તેમના રાજ્યોના પીડિત પરિવારોને વળતરની જાહેરાત કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ