બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / cricketer deepak chahar will marry on 1 june with girlfriend jaya bhardwaj at agra know more

શુભ વિવાહ / આવતી કાલે આ મિસ્ટ્રી ગર્લ સાથે લગ્નના બંધનમાં બંધાશે ફેમસ ભારતીય ક્રિકેટર, LIVE મેચમાં કર્યું હતું પ્રપોઝ

Arohi

Last Updated: 12:12 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાનો એક ફાસ્ટ બોલર બુધવારે એટલે કે 1 જૂને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આ ખેલાડીએ લાઈવ મેચ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું.

  • ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર કરશે લગ્ન 
  • લાઈવ મેચમાં કર્યું હતું પ્રપોઝ 
  • હવે 1 જૂને કરવા જઈ રહ્યો છે લગ્ન 

ટીમ ઈન્ડિયાનો એક ઘાતક બોલર બુધવારે એટલે કે 1 જૂને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આ ખેલાડી IPL 2022ના સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક હતો. અમે વાત કરી રહ્યા છીએ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહરની. દીપક તેના રિલેશનને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. તે હવે આગ્રામાં તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

આ મિસ્ટ્રી ગર્લ સાથે લગ્ન કરી રહ્યો છે ખેલાડી 
દીપક ચહર બુધવારે દિલ્હીના બારાખંબા ખાતે રહેતી તેની મંગેતર જયા ભારદ્વાજ સાથે લગ્ન કરશે. દીપક ચહર લાંબા સમયથી જયા ભારદ્વાજ સાથે રિલેશનશિપમાં છે. જયાના ભાઈ સિદ્ધાર્થ ભારદ્વાજ એક્ટર છે અને ટીવી શો બિગ બાસ અને સ્પ્લિટ્સવિલામાં જોવા મળ્યો છે. જયા ભારદ્વાજની વાત કરીએ તો તે દિલ્હીમાં એક કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે. જયા ભારદ્વાજ લાઈમલાઈટથી દૂર રહે છે.

 

લાઈવ મેચમાં કર્યું હતું પ્રપોઝ
આ બંનેનો સંબંધ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે દીપકે IPL 2021ની લાઈવ મેચ દરમિયાન જયાને પ્રપોઝ કર્યું. બંનેએ સ્ટેડિયમમાં જ એકબીજાને વીંટી પહેરાવી હતી. દીપક ચહરની બહેન માલતી ચહરે જયાની દિપક સાથે મુલાકાત કરાવી હતી.

 

તેના થોડા દિવસો પહેલા જયા અને દીપકના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયું હતું. મેગા ઓક્શનમાં 14 કરોડમાં વેચનાર દીપક ઈજાના કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે.

આ ફાઈવ સ્ટાર હોટલમાં થશે લગ્ન 
મંગળવારે જયા અને દીપકની મહેંદી સેરેમની અને સંગીત સેરેમની આગ્રાના ફતેહાબાદ રોડ પર સ્થિત ફાઇવ સ્ટાર હોટલમાં સાંજે 6 વાગ્યે યોજાશે. બુધવારે સવારે 10 વાગે હલ્દી વિધિ શરૂ થશે અને લગ્ન વિધિ રાત્રે 9 વાગે શરૂ થશે. 

દીપક ચહરે જણાવ્યું કે હું પરિવાર અને પ્રિયજનો સાથેની આ પળોને યાદગાર બનાવી રહ્યો છું. દીપકે કહ્યું કે આ દિવસોમાં હું એક અલગ જ અહેસાસમાંથી પસાર થઈ રહ્યો છું. જીવનની બીજી ઈનિંગને યાદગાર બનાવવા દીપક ચહર ડાન્સ શીખી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ