બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / cricket watch video pakistani cricketers loaded their luggage in truck by himself arriving sydney airport aus vs pak test series mohammd rizwan

ક્રિકેટ / VIDEO: પાકિસ્તાનની ફરીથી ઈન્ટરનેશનલ ફજેતી...! એરપોર્ટ પર સામાન લોડ કરતાં દેખાયા ખેલાડીઓ, લોકોએ કહ્યું ક્રિકેટર્સને કૂલી બનાવી દીધા

Dinesh

Last Updated: 12:59 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

cricket news: ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડી મોહમ્મદ રિઝવાન ટ્રકમાં ઉભા રહીને અન્ય સાથી ખેલાડીઓનો સમાન ટ્રકમાં ભરી રહ્યાં છે

  • પાકિસ્તાન ક્રિકેટની ટીમ પહોંચી ઓસ્ટ્રેલિયા
  • ખેલાડીઓ લાહોરથી દુબઈ થઈને સિડની પહોંચ્યા
  • એરપોર્ટ પર ખેલાડીઓને જાતે સામાન ટ્રેકમાં લોડ કરવો પડ્યો


પાકિસ્તાન ક્રિકેટ ટીમ 3 મેચની ટેસ્ટ સીરીઝ રમવા ઓસ્ટ્રેલિયા પહોંચી છે. નવા કેપ્ટન શાન મસૂદની આગેવાની હેઠળની ટીમનું ઓસ્ટ્રેલિયામાં અલગ અંદાજમાં સ્વાગત થયું છે જેની કલ્પના પાકિસ્તાની ખેલાડીઓએ ભાગ્યે જ કરી હશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાની ખેલાડીઓ સિડની એરપોર્ટ પર પોતાનો સામાન ટ્રકમાં લોડ કરતા જોવા મળી રહ્યા છે. 18 ખેલાડીઓ અને 17 સહાયક સ્ટાફ અને મેનેજમેન્ટ અધિકારીઓની બનેલી પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. પાકિસ્તાનની ટીમ આ સીરીઝમાં યજમાન ટીમ વિરૂદ્ધ ટેસ્ટની શરૂઆત કરશે જે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.

ટ્રક જાતે સમાન લોડ કર્યો
પાકિસ્તાની ખેલાડીઓ લાહોરથી દુબઈ થઈને સિડની પહોંચ્યા છે. સામાન્ય રીતે એરપોર્ટ પર પાકિસ્તાન દૂતાવાસના અધિકારીઓ હોવા જોઈએ પરંતુ ન તો પાકિસ્તાની દૂતાવાસના કોઈ અધિકારી કે ન તો કોઈ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટના અધિકારીઓ જોવા મળ્યા હતા. પાકિસ્તાની ખેલાડીઓ અને અધિકારીઓએ પોતાનો સામાન જાતે ઉપાડીને ટ્રકમાં ચઢાવવો પડ્યો હતો.

વીડિયો થયો વાયરલ
વીડિયોમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડી મોહમ્મદ રિઝવાન પણ ટ્રકમાં ઉભા રહીને અન્ય સાથી ખેલાડીઓની મદદ કરતા જોવા મળે છે. રિઝવાન ટ્રકમાં ઉભો છે અને અન્ય ખેલાડીઓનો સામાન લોડ કરી રહ્યો છે. સામાન્ય રીતે એરપોર્ટ પર ખેલાડીઓ સાથે આવી સ્થિતિ જોવા મળતી નથી. આ બધું હોવા છતાં રિઝવાને ચાહકો પર ગુસ્સો ના કર્યો અને તેમની સાથે સેલ્ફી માટે પોઝ આપ્યો હતો.

નવો કેપ્ટન ઉતરશે મેદાનમાં
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી પર્થમાં રમાશે. આ શ્રેણીમાં પાકિસ્તાની ટીમ નવા કેપ્ટન શાન મસૂદના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. તાજેતરમાં ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. બાબર આઝમની કપ્તાનીવાળી ટીમ વર્લ્ડ કપમાં 9માંથી 4 મેચ જીતવામાં સફળ રહી હતી. વર્લ્ડ કપ બાદ પાકિસ્તાન પરત ફર્યા બાદ બાબરે કેપ્ટનશીપ છોડી દીધી હતી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ