બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / cricket watch video bradley currie takes superman catch against benny howell t20

ક્રિકેટ / T20 મેચમાં ફિલ્ડર બની ગયો 'સુપરમેન', મેદાન પર એવો શાનદાર કેચ પકડ્યો કે VIDEO જોઈ ચોંકી ઉઠશો

Arohi

Last Updated: 11:56 AM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bradley Currie Catch: T20 બ્લાસ્ટના હેઠળ રમાયેલી મેચમાં બ્રેડલી કરીએ એક હાથથી શાનદાર કેચ પકડી લીધો. આ અવિશ્વસનીય કેચની ચારેબાજુ વાહવાહી થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • બ્રેડલી કરીએ પકડ્યો શાનદાર કેચ
  • T20 લીગમાં ફિલ્ડર બન્યો 'સુપરમેન'
  • સોશિયલ મીડિયા પર વીડિયો થઈ રહ્યો છે વાયરલ

ક્રિકેટના ઈતિહાસમાં આમ તો ઘણા કેચ તમે જોયા હશે પરંતુ આ કેચની વાત જ કંઈક અલગ છે. કોઈ આ કેચને પકડવા માટે ફિલ્ડરને સ્પેશિયલ અવોર્ડ આપવાની વાત કરી રહ્યું છે તો કોઈનું કહેવું છે કે તેમને આ પહેલા આ પ્રકારના કેચને નથી જોયો. 

આ વીડિયો આવ્યો છે ઈંગ્લેન્ડમાં જાહેર ટી20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટથી. જ્યાં એક ફિલ્ડરે મેચ વખતે 'સુપરમેન'ની જેમ હવામાં ડાઈ લગાવતા એક હાથથી અવિશ્વનીય કેચ પકડી લીધો. આ શાનદાર કેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  

 

બ્રેડલી કરીએ પકડ્યો શાનદાર કેચ
ટી20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટના હેઠળ સસેક્સ અને હેમ્પશોયરની વચ્ચે એક શાનદાર મેચ રમી. આ મુકાબલામાં સસેક્સના બ્રેડ કરીએ હેમ્પષોયરના બેટર બેની હોવેલનો શાનદાર કેચ પકડ્યો. હેમ્પશોયરની ઈનિંગના 19માં ઓવરમાં આ ઘટના બની હતી. 

ફાસ્ટ બલર ટાઈમલ મિલ્સના બોલ પર હોવેલે મોટો શોર્ટ રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ બાઉન્ડ્રીના નજીક કરીને તે ચકમો ન આપી શકી. હોવેલે મિડવિકેટની તરફ શોર્ટ માર્યો. ત્યારે સ્ક્વોયર લેગથી દોડતા કરીએ ડાબી બાજુ હવામાં ડાઈવ મારીને એક હાથથી કેચ પકડી લીધો. થોડા સમય સુધી તો બેટરને પણ વિશ્વાસ ન થયો કે તે આઉટ થઈ ચુક્યો છે. 

સસેક્સે હેમ્પશોયરને 6 રનથી હરાવ્યું 
આ મુકાબલાને સસેક્સે 6 રનથી પોતાના નામે કર્યો. બેની હોવેલે 14 બોલ પર 25 રનની ઈનિંગ રમી. હોવેલથી હેમ્પશોયરને ખૂબ આશા હતી પરંતુ કરીએ તેમનો કેચ પકડીને મેચ પોતાની તરફ કરી લીધી. કરીએ પોતાની 4 ઓરના કોટામાં 27 રન ખર્ચ કર્યા 3 વિકેટ પોતાના નામે કરી. તેમણે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ