બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / cricket shami blunt response on shubman gill cameron green catch controversy

WTC Final / આ WTC ફાઇનલ છે, કોઈ મામૂલી મેચ થોડી...: ગિલના કેચ વિવાદ પર બરાબરનો ભડક્યો મહોમ્મદ શમી

Bijal Vyas

Last Updated: 02:48 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના ચોથા દિવસે થર્ડ અમ્પાયરના શુભમન ગિલને કેચ આઉટ આપવાના નિર્ણયને લઈને વિવાદ થયો, વાંચો વિગત

  • શુભમન ગિલને કેચ આઉટ આપવાના નિર્ણયને લઈને વિવાદ થયો
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હતી, તે સામાન્ય મેચ ન હતી
  • થર્ડ અમ્પાયર રિચાર્ડ કેટેલબ્રોએ ગિલને આઉટ જાહેર કર્યો

Catch controversy IND v/s AUS WTC Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના ચોથા દિવસે થર્ડ અમ્પાયરના શુભમન ગિલને કેચ આઉટ આપવાના નિર્ણયને લઈને વિવાદ થયો હતો. આ બાબતે ચોથા દિવસની રમત સમાપ્ત થયા બાદ મોહમ્મદ શમીએ કહ્યું કે કેમરૂન ગ્રીને ગિલનો કેચ સફાઇથી લીધો હતો કે નહીં? થર્ડ અમ્પાયર રિચાર્ડ કેટલબ્રોએ આ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા થોડો વધુ સમય લેવો જોઈતો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

મોહમ્મદ શમીએ ચોથા દિવસે પ્રેસ કોન્ફરન્સમાં ગિલને આઉટ આપવાના વિવાદાસ્પદ નિર્ણય વિશે પૂછવામાં આવ્યું અને તેણે કહ્યું, “હા, અમ્પાયરો થોડો વધુ સમય લઈ શક્યા હોત. કારણ કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હતી, તે સામાન્ય મેચ ન હતી જેને તમે જવા દો. કેચ યોગ્ય રીતે પકડાયો હતો કે નહીં, તેની વધુ ઝીણવટપૂર્વક તપાસ થવી જોઈતી હતી. તમે વધુ સમય લઈ શક્યા હોત. પરંતુ, તે રમતનો એક ભાગ છે. હવે તેના વિશે કહેવા માટે ઘણું બધું નથી. અમ્પાયરે નિર્ણય લીધો. અમે બહુ વિચારતા નથી. ચાલો જોઈએ કાલે (રવિવારે) શું થાય છે."

શુભમન ગિલ ભારતની બીજી ઇનિંગ્સની 8મી ઓવરમાં સ્કોટ બોલેન્ડના એક બાઉન્ડની બહારના બોલ પર શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સ્લિપમાં કેચ થયો હતો. જોકે, તેમના આઉટ થવા પર વિવાદ થયો હતો. કારણ કે ટીવી રિપ્લેમાં પણ સ્પષ્ટ નહોતું કે ગ્રીને તેનો કેચ ખૂબ જ સ્પષ્ટ રીતે પકડ્યો હતો. એવું લાગતું હતું કે બોલ જમીનને સ્પર્શી ગયો હતો. આવી સ્થિતિમાં, જ્યારે કેમેરા દ્વારા પણ સ્પષ્ટ ન હતું કે કેચ યોગ્ય રીતે પકડાયો છે, તો ગીલને શંકાનો લાભ મળવો જોઈતો હતો. પરંતુ થર્ડ અમ્પાયર રિચાર્ડ કેટેલબ્રોએ ગિલને આઉટ જાહેર કર્યો હતો. તે માત્ર 18 રન બનાવી શક્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ