બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / Cricket match turned battlefield, first clash between Rashid-Warner, then Mitchell Marsh did a shameful act, VIDEO went viral

World cup 2023 / ક્રિકેટ મેદાન બન્યું અખાડો: પહેલા રાશિદ-વૉનર વચ્ચે બાખડ્યા, પછી મિચેલ માર્શએ કરી શરમજનક હરકત, જુઓ વીડિયો

Pravin Joshi

Last Updated: 10:05 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની 38મી મેચ રમાઈ હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ધારિત 50 ઓવરમાં બેટિંગ કરતા અફઘાન ટીમે 5 વિકેટના નુકસાન પર 291 રન બનાવ્યા હતા.

  • ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન મેચમાં જોવા મળી ગરમાગરમી
  • મેચ દરમિયાન રાશિદ ખાન અને ડેવિડ વોર્નર વચ્ચે થઈ બોલાચાલી
  • ઓપનર મિચેલ માર્શ નવીન ઉલ હકની ઓવરમાં આઉટ થયો 
  • મિચેલ માર્શ નવીન ઉલ હક વચ્ચે પણ વાતાવરણ તંગ બન્યું હતું

મુંબઈમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની 38મી મેચ રમાઈ હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ધારિત 50 ઓવરમાં બેટિંગ કરતા અફઘાન ટીમે 5 વિકેટના નુકસાન પર 291 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. આ મેચ દરમિયાન ઘણી વખત ગરમાગરમી જોવા મળી હતી. ઇનિંગની ચોથી ઓવર દરમિયાન રાશિદ ખાન અને ડેવિડ વોર્નર વચ્ચે તું તું મેં મેં થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

 

મિચેલ માર્શે અફઘાન ટીમને બેટ બતાવ્યું

ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચ જીતીને કાંગારૂ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરશે. જ્યારે અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં સ્થાન મેળવશે. તેથી, બંને ટીમોએ આ મેચ જીતવા માટે તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી. અફઘાનિસ્તાનને આ મેચ જીતવા માટે 292 રનનો સ્કોર મળ્યો હતો. આ ટાર્ગેટનો બચાવ કરતી વખતે અફઘાનિસ્તાનના બોલરોએ કાંગારૂ બેટ્સમેનોને બેક ફૂટ પર ધકેલી દીધા હતા. ઓપનર મિચેલ માર્શ નવીન ઉલ હકની ઓવરમાં આઉટ થયો હતો. આ દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી. જે બાદ માર્શે બોલરને બેટ બતાવ્યું.

 

રાશિદ ખાન અને ડેવિડ વોર્નર વચ્ચે બોલાચાલી થઈ હતી

ઓસ્ટ્રેલિયાની ઇનિંગની ચોથી ઓવર દરમિયાન જ્યારે ઓપનર ડેવિડ વોર્નર બેટિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ રાશિદ ખાન સાથે તેની જોરદાર દલીલ જોવા મળી હતી. બંને ખેલાડીઓ વચ્ચે હંગામાનું વાતાવરણ સર્જાયું હતું. બંને વચ્ચે ઘણા સમય સુધી બોલાચાલી ચાલી હતી. સારી વાત એ છે કે રાશિદે વોર્નરને કંઈ ન કહ્યું અને તે હસતાં હસતાં આગળ વધ્યો, નહીંતર મામલો હાથમાંથી નીકળી ગયો હોત અને આ મેચ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ હોત. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ નારાજ હતા કારણ કે નાની ટીમે કાંગારૂ બેટ્સમેન પર હુમલો કર્યો હતો. જેના કારણે તે પોતાનો ગુસ્સો અફઘાનિસ્તાનના ખેલાડીઓ પર કાઢી રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ