બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / cricket ipl 2023 fans react on mis surya dada tweet gives suryakumar yadav new name

IPL 2023 / 'SKY કી કોઇ સીમા નહીં', MIના 'સૂર્યા દાદા' વાળા ટ્વિટ પર ફેન્સના ગજબ રિએક્શન, જુઓ ટ્વિટ

Manisha Jogi

Last Updated: 01:13 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાત ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી સૂર્યકુમાર યાદવે ધમાકેદાર ઈનિંગ રમી છે અને મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફ માટે મજબૂત દાવેદારી નોંધાવી છે.

  • મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફ માટે મજબૂત દાવેદારી નોંધાવી
  • 35 બોલ પર 83 રન ફટકાર્યા
  • મુંબઈ ઈન્ડિયન્સ ત્રીજા સ્થાન પર

મંગળવારે RCB સામેની મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) શાનદાર બેટીંગ કરી છે અને 35 બોલ પર 83 રન ફટકારીને મુંબઈ ઈન્ડિયન્સ જીત અપાવી છે. સાત ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી સૂર્યકુમાર યાદવે ધમાકેદાર ઈનિંગ રમી છે અને મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફ માટે મજબૂત દાવેદારી નોંધાવી છે. રોહિત શર્માની ટીમે 11 મેચમાં 6 જીત મેળવી છે અને 12 પોઈન્ટ મેળવ્યા છે. પોઈન્ટ ટેબલ અનુસાર ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પછી મુંબઈ ઈન્ડિયન્સ ત્રીજા સ્થાન પર છે. 

સૂર્યકુમાર યાદવની ધમાકેદાર બેટીંગથી મુંબઈ ઈન્ડિયન્સે સરળતાથી જીત મેળવી છે. RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને મુંબઈ ઈન્ડિયન્સે 21 બોલ બાકી હતા ત્યારે 4 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પૂરો કરી લીધો છે. આ જીત પછી મુંબઈ ઈન્ડિયન્સે ટ્વિટ કર્યું છે, જેમાં સૂર્યકુમાર યાદવના હાથમાં બેટ જોવા મળી રહ્યું છે. ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘એકચ વાદા’, SURYA દાદા. આ ટ્વિટ પર મુંબઈ ઈન્ડિયન્સ અને સૂર્યકુમાર યાદવના ફેન્સે જોરદાર કમેન્ટ કરી છે. 

એક યૂજરે કમેન્ટ કરી છે કે, ‘સૂર્યકુમાર યાદવની ક્ષમતા પર સંદેહ ના કરો’. અન્ય વ્યક્તિએ કમેન્ટ કરી છે કે, ‘સૂર્યા ભાઉના કારણે સારી ઊંઘ આવી હતી.’ અન્ય એક ફેને કમેન્ટ કરી છે કે, ‘SKYની કોઈ સીમા નથી’. સચિન તેંડુલકરને તેના કૌશલ્યને કારણે ‘ગોડ ઓફ ક્રિકટ’ નામ આપવામાં આવ્યું હતું. અન્ય એક ફેને સૂર્યકુમાર યાદવને ‘ગોડ ઓફ T20 ક્રિકેટ’ નામ આપ્યું છે. ‘સૂર્યા મહાન છે, જો તે બેટીંગ કરે તો કોઈપણ ટાર્ગેટ પૂરો કરી શકે છે’.

IPL 2023માં ચાર અડધી સદી ફટકારી  
IPL 2023માં સૂર્યકુમાર યાદવે સારી શરૂઆત નહોતી કરી અને સારો સ્કોર પણ બનાવી શક્યા નહોતા. સીઝન શરૂ થઈ ત્યાર પછી શાનદાર બેટીંગ કરી છે અને સામેની ટીમના બોલર પર કહેર વરસાવ્યો છે.  IPL 2023માં 11 મેચમાં 34.18ની સરેરાશથી 376 રન ફટકાર્યા છે, જેમાં ચાર અડધી સદી ફટકારી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ