બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 07:36 AM, 27 July 2023
ADVERTISEMENT
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બની સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો જ થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના ઇમિટેશન માર્કેટ એસોસિએશન તેમજ જસદણના કેટલાક કારીગરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપવા માટે ખાસ અદ્દભુત, આબેહૂબ અને અપ્રતિમ પ્લેન બનાવવામાં આવ્યા છે. ઇમિટેશન માર્કેટ એસોસિએશન દ્વારા સ્ટોન, મીના કામગીરી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી એક પેસેન્જર પ્લેન અને એક કાર્ગો પ્લેન બનાવવામાં આવ્યું છે. 3 થી 4 દિવસ સુધી દિવસ રાત મહેનત કરી 30 કારીગરોએ આ પ્લેન તૈયાર કર્યા છે. નાનામાં નાની બાબતનું ધ્યાન રાખી પ્લેન બનાવવામાં કારીગરોએ ઝીણવટભરી કારીગરાય કરી છે.
ADVERTISEMENT
પ્લેન બનાવવા પાછળ 500 કલાક સુધી મહેનત કરવામાં આવી
આ સિવાય રાજકોટ જિલ્લાના વિવિધ ઉધ્યોગોને રીપ્રેઝન્ટ કરતું પણ એક પ્લેન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેન જસદણમાં તૈયાર થયું છે અને કુલ 6 કારીગરો દ્વારા 4 કિલોથી વધુ વજન ધરાવતું આ પ્લેન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેન બનાવવા પાછળ 500 કલાક સુધી મહેનત કરવામાં આવી છે. જેમાં ખાસ જસદણની કારીગીરીની પણ ઝલક જોવા મળે છે. પતરા પર ખાસ ડિઝાઇન કરી આ પ્લેનને તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ આ પ્લેનને બનાવવા પાઇન લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓટો મોબાઇલ્સ, ઇમિટેશનના ધંધાને દર્શાવવા માટે તેને બેરિંગ ઉપરાંત અનેક વસ્તુથી મઢવામાં આવ્યું છે.
વડાપ્રધાનને ભેટ આપવા માટે કારીગરોમાં ઉત્સાહ
નોંધનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આજે રાજકોટ આવી રહ્યા છે. આ મંગલ ઘડીએ વડાપ્રધાનના હસ્તે રાજકોટમાં એરપોર્ટનું લોકાર્પણ કરવામા આવશે. હસ્તે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાના પ્રારંભ સાથે જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર સહિતના જિલ્લાઓના વેપાર ધંધાને બુસ્ટ મળશે. તેમજ મુલાકત દરમિયાન સૌરાષ્ટ્રને લાખો, કરોડના વિકાસ કામોની પણ અમૂલ્ય ભેટ મળશે. આ વેળાએ વડાપ્રધાનને આ ભેટ આપવા માટે કારીગરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટના વિકાસની ઉડાનના પ્રતીક સમાન 'પ્લેન'ની ભેટ આપવામાં આવશે. આ 'પ્લેન'ને રાજકોટની વિશેષતા અને વૈશ્વિક ઓળખ એવા ઇમિટેશન આર્ટથી મઢવામાં આવ્યું છે.સૌ પ્રથમ જસદણના એન્ટિક વસ્તુઓના કારીગર દ્વારા મૂળ કાષ્ઠનું અઢી ફુટનું વિમાન બનાવવામાં આવ્યું હતું. એ પછી આ અઢી ફુટની સાઈઝના લાકડાના પ્લેન પર રાજકોટના ઇમિટેશનના કારીગરો દ્વારા વિશિષ્ટ ઇમિટેશનનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. એ પછી ઇમિટેશનની ડાયમંડ અને મોતીની જ્વેલરી જડીને તેને શણગારવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.